________________
આચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વરજી.
૨૦૩
કરાવતા. એ સાધુઓને જ્ઞાનાભ્યાસની જરૂર જુવે અને સાધુસાધ્વી પાઠશાળને ઉપદેશ આપે અને એમની વાણીથી ઉત્સાહીત થઈ ઝવેરી. ઉજમશી વીરચંદ રૂ. ૧૫૦૦૦) નું દાન એ કાર્ય માટે કરે. એ સિદ્ધાચળના મુંડકા વેરા માટે ઉપદેશ આપે અને દાનના વહેણ શરૂ થાય. એ પાટણ પધારે અને હેમચંદ્રાચાર્ય રચિત ગ્રંથનું પ્રકાશન શરૂ કરાવે. હેમચંદ્રાચાર્ય ગ્રંથાવળીના નામથી એ પ્રકાશન શરૂ થવા માંડે. એ અમદાવાદ લવારનીપળના ઉપાશ્રયે પધારે. એમના શાસનઉન્નતિના અનેક જીવંત કાર્યોથી ભક્તિવશ બનેલો સંઘ સં. ૧૯૭૬ ના માગસર સુદિ ૧૧ના રોજ પન્યાસજીશ્રી ભાવવિજયજીને તેમને આચાર્ય પદ આપવા વિનંતી કરે. અને આચાર્યપદ સમારંભને મહત્સવ શરૂ થાય. આચાર્ય પદવી મળતાં જ એ પદની જવાબદારીઓનું ભાન થાય. સંઘની નિરનાયક દશા જોઈ એમનું અંત:કરણ ગમગીન બની જાય. એ અય અને સંપનું મહાત્મા સમજાવે. એ તીર્થોદ્ધારનું પુન્ય બતાવે. ઘટતી જતી. જેની સંખ્યાનું ભાન કરાવે. એ સાધુઓને વિહારનું મહાત્મ સમજાવે. એ ગીરનાર તીર્થની યાત્રાએ પધારે પ્રત્યેક મંદિરનું ઝીણી નજરે નિરક્ષણ કરે. એમને એ તીર્થના જીર્ણોદ્વારની અગત્ય સમજાય. અને બનતી તાકીદે એના જીર્ણોદ્ધારનું કામ શરૂ કરાવવાની લગની લાગે. એ વેરાવળ જાય. સંઘને એ દીશામાં પ્રયત્ન કરવા સમજાવે. દીવાન પાસેથી એ કામની મંજુરી મેળવાય અને હવે તો એ ગુજ. રાત, કાઠીયાવાડ, સોરઠ, ઝાલાવાડ જ્યાં જ્યાં જાય ત્યાં એજ તીર્થના જીર્ણોદ્ધાર માટે એમની વાણું વહેવા માંડે, એમની વાણી અને એ કાર્ય પાછળની એમની તમન્નાએ તિર્થને જીર્ણોદ્ધાર પાછળ પાંચથી છ લાખના દાન મળે અને એ એની પાછળ ખર્ચવા માંડે, એ તિર્થના વજા દંડના મહોત્સવ જાય અને જય ઘોષણાના અવાજેથી આકાશ ગજી ઉઠે. એ જામનગર પધારે. અને એની આસપાસ વસતા સંખ્યાબંધ ખેડુતનું જીવન જીવતા જેને ને જોઈ એમનું હદય દ્રવી ઉઠે. એમની અજ્ઞાનતાને દુર કરવા. ઉપદેશના પ્રવાહ શરૂ થાય. એમની વાણીથી અનેક પાઠશાળાઓને એ પ્રદેશમાં શરૂ કરાવે. એ અજ્ઞાન ગ્રામ્ય જીવન જીવતાં જેનેને શ્રાવક ધર્મને આચાર વિચારો અને શ્રાવક ધર્મનું સ્વરૂપ વિચારતા કરી મુકે. એ વિહાર, ઉપદેશ અને ધાર્મિક પ્રવૃતી સિવાય બીજી કશીજ આળ પંપાળે અને વાદ વિખવાદને જીવનમાં પ્રવેશવા ન દે. એગ્ય પાત્ર જુવે તે દિક્ષા આપે. કલેશ કંકાશ કે ઝઘડાઓથી સે કશ દુર રહે. ખરેખર ! આજના સાધુઓની સામે કર્તવ્ય પરાયણ રહે તેવું જીવન એ જીવી ગયા છે.
. .
એ એમના સાધુ પરિવારને માટે શાન્ત, નિદભ અને કર્તવ્ય પરાયણ પવિત્ર જીવનને કીમતી વાર સોંપતા ગયા છે. આપણે ઈચ્છીશું કે એમને