________________
જનધર્મ વિકાસ
વિચીત્ર ઘટનાઓ. અને જગતના નાશવંત પદગલીક ભાવના ભેદ સમજાવવા એમની વાણી વહેવા માંડે. એ સીપોર પધારે અને શ્રાવકે ઉદયાપનના મહાત્સવ માંડે. એ વડનગર પધારે અને ડગુમગુ થતી શ્રાવકની ધર્મશ્રદ્ધાને સ્થિર કરે, એમની વાણીએ સંસારીક જીવો તેમની પાસે સાધુ જીવનની ભીક્ષા અથે દોડી આવે, એમની યોગ્યતાને એ તપાસે અને યંગ્ય પાત્રોને એ સાધુને વેશ પહેરાવે.
- હવે તે એ માળવાના લાંબા વિહાર શરૂ કરે. એ ધાર, માંડવગઢ, રાજગઢ અને ઈંદેર જેવા દુર દુરના નગરના વિહાર કરવા માંડે. માસકલ્પની તપશ્ચર્યા આદરે. એમના તપ અને ત્યાગ સ્થાનકવાસી સમાજમાં મુતિપુજાની ભાવના જાગૃત કરે. એ ઉજેણું નગરીમાં પધારે ત્યાં શ્રાવકે ઉધ્યાપન મહત્સવ શરૂ કરે. એ અમદાવાદ પધારે ત્યાં ઝવેરી છેટાલાલ લલ્લુભાઈને સિદ્ધાચળની યાત્રાએ સંઘને લઈને જવાની ઈચ્છા થાય, એ એમના ઉત્સાહને વધારે અને સંઘમાં સાથે પાલીતાણા પધારે. ડહેલાના ઉપાશ્રયને જ્ઞાન ભંડાર જુવે અને તેના જીર્ણોદ્ધાર અને વ્યવસ્થિત પુસ્તકની શેઠવણનું કામ શરૂ કરાવે. એ સુરત લેનના દેરાસરના પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારે. એ શ્રીભગવતી સૂત્રના પેગ કરે, એમને ગણી પદ આપવાને સમારંભ શરૂ થાય. ત્યાં તે શનાભાઈ શેઠ ભોયણ તિર્થમાં ઊધ્યાપન મહોત્સવ શરૂ કરવાનું આમંત્રણ લઈને આવે ને ભોયણી પધારે. ત્યાંથી એ પાલીતાણું પધારે અને એમને પન્યાસ પદવીને વાસક્ષેપ નખાય. અને ત્યાંથી ગીરનાર તિર્થની યાત્રાએ પધારે. એમને નિહાલચંદભાઈ મટીને મુનિ નિતીવિજયજી થયાને આજે બાર બાર વરસના વાણા વીતી ગયાં છે. બાર બાર વરસે એ જન્મભૂમીમાં પન્યાસશ્રી નીતિવિજયજી થઈને પધારે છે. કુલચંદભાઈ અને અન્ય શ્રાવકે ચતુર્થવૃત અંગીકાર કરે છે. અહીં સ્થાનકવાસી કેન્ફરન્સનું અધિવેશન ભરાય છે. એમની વાણી સ્થાનકવાસી ભાઈઓમાં મુક્તિ પુજાની ભાવના જાગૃત કરે છે. ત્યાંથી એ કાઠીઆવાડના મોરબી આદી ગામોમાં વિહાર કરતા, રાજકોટમાં ચોમાસું કરે છે. અને ત્યાંથી એ સંઘ સાથે સિદ્ધાચળની જાત્રાએ પધારે છે. એમના અનેક નાના મોટા ધાર્મિક કાર્યો અને વિહારની પુરી વીગતોની નોંધ લેતા લેખનું કદ ખુબજ વધી જાય તેવા ભયને લઈને તેમના હવે પછીના જીવનના મુખ્ય મુખ્ય કામોની નેધ લઈને લેખને સમાપ્ત. કરીશ. એમની વૈરાગ્યથી નીતરતી વાણીને વશ થઈ અનેક મનુષ્ય તેમની પાસે દિક્ષાર્થે આવતા, એમની યોગ્યતાની તપાસ કરતા અને ચગ્ય પાત્રોને દિક્ષા આપતા. જીર્ણ પુસ્તકોના ભંડારો અને એ માટેની શાવકૅની અને સાધુઓની બેદરકારી જોઈ એ ખૂબ જ ચિન્તાશીલ હિતા અને એ માટે એ ઉપદેશ આપતા અને તે કાર્ય માટેની પ્રવૃતી શરૂ