________________
જૈનધર્મ વિકાસ
લખાયેલે કેઈ મિથ્યા કરે તેમ નહતું. હસ્તિપાલ નૃપની વિનંતી માન્ય રાખી પ્રભુ ઉપદેશ દેવા પધાર્યા. ગૌતમસ્વામીને પ્રભુએ દેવશર્માને પ્રતિબોધવા પાસે ને ગામે મેલ્યા હતા. કાર્તિકી અમાસ એ ભગવાનની અંતિમ દેશના ઐતિહાસિક દિન સોલ પ્રહરની અખંડ દેશના સાગરસમ ગંભીર નાદે ગાજતી રહી. ત્રણ રાજાએ આહાર ત્યાગરૂપ પોષધધારી ત્યાં દેશના સાંભળવા વિરાજીત હતા. પ્રભુએ પુણ્ય પાપને સૂચવનારાં અધ્યયને અને અપૃથ્ય એવાં ઉત્તરાધ્યાયનનાં છત્રીસ અધ્યયને સંભળાવ્યાં. પ્રભુશ્રી “મરૂદેવા પ્રધાનાધ્યયનનું પરિભાવન કરતાં કરતાં સ્વાતિ નક્ષત્રમાં ઉત્તર રાત્રિએ રોગ નિરોધ કરી અઘાતી કર્મો ખપાવી ભગવાન નિર્વાણ પામ્યા. તે સમયે ઘોર અંધકાર પ્રસરી ગયે, કુન્યુઆ આદિ સૂમ જી પ્રગટયા, સાધુજનેને હવે સંયમ પાળવું શક્ય અને જીવ રક્ષા દુષ્કર લાગવાથી આત્માથી સાધુ જનેમાંથી કેટલાએક મહાનુભાવોએ સંથારા કર્યા. જ્ઞાની પિતાને જ્ઞાન પ્રકાશથી આત્મા સ્વરૂપને પામે છે અને પમાડે છે, આજે એ જ્ઞાન દીપક સમા મહાવીર નિવણે સિધાવ્યા.
નભ મંડળ વિમાનેથી વ્યાપ્ત થયું. આભમાં અનુપમ પ્રકાશ પ્રગટ. દેવેનું એ આગમન સુચક લક્ષણ હતું. ત્રણ રાજાઓએ દ્રવ્ય ઉદ્યોત કરી ભાવ ઉદ્યોત કરવા દીપક પ્રગટાવ્યા. અને ગૃહે ગૃહે દીપમાલાઓ પ્રગટવા લાગી. પ્રભાતે ગૌતમે સર્વ જાણ્યું ગુરૂ ભક્તિભાવ વિલાપમાં રેલાવા લાગે.
હારા સંશયે કેણ ટાળશે? મહને ગૌતમ કહી કેણ પોકારશે? હું હે ભદત! કરી કેને બોલાવીશ? કેવળજ્ઞાનમાં એવું ભાખયું કે મને મૂકી ચાલ્યા ગયા? હુને મેક્ષમાં સાથે લઈ ગયા હોત તો શું ઓછું થઈ જવાનું હતું ? ભારત આપ વિના ગત શોભા બન્યું છે. મિથ્યાત્વ કૌશીકે ધુત્કાર કરી ને ડરાવશે, ઉપદ્ર ભારતને પડશે. હે સૂર્ય સમા પ્રભુ આ શું કર્યું છે વીર ??? હાવીર પ્રભુ-વીર....” અને...પ્રભુ વીતરાગ હતાં, રાગથી આત્મ શ્રેય નથી. એ વિચારતાં ભુલ સમજ્યા નિજની, અને આત્મ સ્વરૂપમાં વધુને વધુ શુકલધ્યાન ધ્યાવતાં કેવળજ્ઞાન, કેવળદર્શન પામ્યા. અને દેવેએ સુરેન્દ્રએ મહોત્સવ કર્યો.
નતન વર્ષને એ પ્રથમ દિવસ અઢાર હજાર વર્ષથી એ પરંપરા ચાલી આવે છે. ધનપૂજન, ચોપડાપૂજન વગેરે પણ રહસ્યમય છે. જ્ઞાનધન જીવનના
પડે શુભકાર્યની નેધરૂપે લખવું ને પૂજવું. જ્ઞાનપૂજન એ શ્રેષ્ઠ પૂજન છે. આત્મા નિત્ય દીપત્સવ ઉજવે ને સદા આત્મ તિ પ્રગટાવે, એ પર્વની સાચી પ્રેરણા અને મહત્તા.