________________
બીજા જન્મદિને
કાંતો આપણું વિશ્ર્વસની ભેટ લાવતી ક્રાંતિને સાદ પાડી રહ્યા છીએ. વીરશાસનની પુનિત જ્યોત અખંડિત રહે. છે. આપણે ભસ્મીભૂત બનીએ.
સમાજમાં આજે નિર્નીયતા પ્રવર્તે છે. નાના સમૂહમાં કલહના વર્તુલ ઉપડી રહ્યાં છે. સ્પષ્ટ સત્ય સ્વીકારવાનું સમાજમાં કૌવત રહ્યું નથી, તે ચર્ચાસ્પદ પ્રશ્નને એકી અવાજે કેમ ગ્રહી શકશે? આવા સમાજમાં ચર્ચા સ્પદ પ્રશ્નો નવા પક્ષો, નવા અંતર જન્માવશે. અમે સંપૂર્ણ માનભેર સમગ્ર સમાજની એક એક વ્યક્તિને આ વસ્તુ સ્થિતિને વિચાર કરવા આગ્રહ કરીએ છીએ.
. વીત્યા વર્ષે માસિકમાં શક્ય તેટલું શિષ્ટ અને સારૂ સાહિત્ય રોયલ આઠ પેજ સાડી છેતાલીસ ફરમામાં પીરસવા પ્રયત્ન થયો છે. ઉપરાંત ચાર પુસ્તકે માત્ર રૂપીઆ બેના મૂલ્યમાં અપાયેલ છે. વિદ્વાન મુનિરાજે અને લેખકેને ઠીક ઠીક સાર્થ અમને પ્રાપ્ત થયો છે. છતાં આટલાથી અમને સંતોષ નથી. આ વર્ષે વધુ વિદ્વાન મુનિરાજે અને લેખકેનો સહકાર પ્રાપ્ત કરવા ભાવના સેવીએ છીએ. અમે અહીં જાહેર રીતે વિદ્વાન લેખકગણને પિતાનું સાહિત્ય અમારા માસિકદાર જનતા સમક્ષ રજુ કરવા માનભેર આમંત્રણ પાઠવીએ છીએ.
આજે કાગળ અને પ્રીન્ટીંગમાં ઉપિયોગી એવી ચીજોના ભાવ અનેક ગણું વધી ગયા છે. મોટી અગત્યની વસ્તુ કાગળના ભાવ ત્રણ ગણું ઉપરાંત વધવા સાથે મળવાની અછત દેખાવા લાગી છે. છતા આ વર્ષે કશું લવાજમ ને વધારવાને અમે નિશ્ચય કર્યો છે. ભાવના તે છે માસિકનું સાપ્તાહિક સ્વરૂપે પરિવર્તન કરવાની અને તે અંગે પાછળના પૃષ્ઠ પર ગ્રંથાવળીની યોજના રજુ કરવામાં આવી છે. તે પર માસિકના ગ્રાહકે વિચાર કરી યોગ્ય પ્રત્સાહન આપશે, તે અન્ય પૂર્વ તૈયારીઓ સંપૂર્ણ થયે. ચાલુ વર્ષેજ સમાજની સેવા બજાવતું એક અઠવાડિક પત્ર રજુ કરવા ધારીએ છીએ. વાંચકે ગ્રાહક બનીને, સહાયકે પેટન, સંસ્થા પતના લાઈફમેમ્બર, આજીવન સભ્ય આદિ બની આર્થિક સહાય કરીને, લેખકે શિષ્ટ સાહિત્ય પુરૂ પાડીને, મુનિરાજે ઉત્તેજન આપીને અમારા પગમાં જોર ભરજે, એ વિનવણી છે.
બાકી તો અમનેય અમુક મર્યાદાઓ છે. એ આંકણીમાં રહીને અમારું કામ કરવાનું છે. અપૂર્ણતામાંથી વિશાળ સાગરમાં મહાલવા સદાય ઝંખતા આજે તે અહીં વીરમીએ છીએ. અંતમાં ભગવાન મહાવીર દેવને નિર્મળ ભાવે પ્રાથીએ છીએ.
દિપોત્સવીના દિવ્ય માને, ભવ્ય અ અંજલી ભવ્યતાને ભરી જીવને, નાજુક બજવું, ખંજરી.