________________
ગ્રંથાવાળીની
જના.
-
૩૭
૩૭
ગ્રંથા વાળી ની યો જ ના....
- ૧ નામ “શ્રી વેતામ્બર મૂર્તિપૂજક જૈન સાહિત્ય પ્રચારક અને પ્રકાશન કાર્યાલય. - ૨ ઉદેષ-આ સંસ્થા મારત શ્રી જેન વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયના માનનીય પૂર્વાચાર્યોની કૃતિના ક્રિયાકાંડના અને ઉપદેશક અમૂલ્ય ગ્રંથ, આધુનિક સૈલીએ વિદ્વાન લેખકની કસાયેલી અને આકર્ષક વિદ્વતાભરી કલમે લખાયેલા ધાર્મિક ગ્રંથો, જન જગતની સમીપ જૈન જનતા રહી શકે તે માટે જૈન સમાજના તાજા સમાચારોથી ભરચક અખબાર આદિનું પ્રકાશન કરી તેને સસ્તી રીતે બહોળા પ્રમાણમાં પ્રચાર કરવાનો રહેશે.
૩ સરાય આ સંસ્થામાં નીચેની રીતે ભિન્ન ભિન્ન પ્રકારે કઈ પણ સંઘ, સંસ્થા, ઉપાશ્રય કે વ્યક્તિ મુશ્ચિત રીતે કે છુટક સહાય કરી જ્ઞાન વિકાશનું પૂન્ય ઉપાર્જન કરી શકશે.
૧ કેઈપણ સંઘ, સંસ્થા, ઉપાશ્રય કે વ્યક્તિ એકી સાથે રૂ. ૨૫૦૧) સંસ્થાને આપશે, તો તેઓના નામની ઈલાયદિ ગ્રંથમાળા શરૂ કરી, પ્રતિવર્ષે એક પુસ્તક ગ્રંથમાળાના મણકા તરીકે મદદ ર્તાની ઈચ્છા મુજબ કઈ પણ વ્યક્તિનું જીવન ચરિત્ર અને ફેટે મુકી સંસ્થા તરફથી બહાર પાડીને, લાગત કીસ્મતથી બહોળા પ્રચાર માટે વેચાણ તરીકે જાહેરમાં મુકવામાં આવશે.
૨ કઈપણ સંઘ, સંસ્થા, ઉપાશ્રય કે વ્યક્તિ સંપૂર્ણ કે છુટક સહાય આપીને કોઈપણ પુસ્તક પ્રકાશન કરાવવા સંસ્થા મારફત ઈચ્છતા હશે તો તેને ઓને તેમ કરી આપવામાં આવશે. પરંતુ તે પુસ્તક મૂળ ગ્રંથાવળીના ગ્રંથાક તરીકે બહાર પાડવામાં આવશે, અને તે પણ સસ્તા સાહિત્યની યેજના મુજબ લાગત કીસ્મતથી વિશાળ ફેલાવા માટે વેચાણ તરીકે જાહેરમાં મુકવામાં આવશે.
૩ આ સંસ્થાને સહાય તરીકે કોઈપણ એકી સાથે રૂ. ૨૫૧) આપી સંસ્થાના જીવન પર્યંતના પેટન થઈ શકશે. જેઓને સંસ્થા તરફથી પ્રકાશન થત તમામ સાહિત્યની એકેક નકલ ભેટ તરીકે આપવા, ઉપરાંત સંસ્થા તરફની મૂળ ગ્રંથાવળીના કેઈ ગ્રથાકની ૨૫૦ નકલમાં તેઓશ્રીને ફેટે આપવામાં આવશે.
૪ આ સંસ્થાને સહાય તરીકે કોઈ પણ એકી સાથે રૂ ૧૫૧) આપી સંસ્થાના જીવન પર્યંતના (લાઈફ) મેમ્બર થઈ શકાશે. જેઓને સંસ્થા તરફથી પ્રકાશન થતું અખબાર અને રૂ. ૦–૮–૦ સુધિની કીસ્મતના પુસ્તકની એકેક નકલ ભેટ આપવામાં આવશે. '