SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૌના વિકાસ. જવાબ-યથાપ્રવૃત્તિ કરણને કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પ્રશ્ન ૩-ઉપશમ સમકિત પામવાવાળો આત્મા યથાપ્રવૃત્તિકરણની શરૂઆતથી અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, કરી ઉપશમ સમકિત પામી, તે પૂર્ણ થતા સુધીમાં કુલ કેટલે કાળ ભેગવે છે? જવાબ-યથાપ્રવૃત્તિ, અપૂર્વ, અનિવૃત્તિ, અને ઉપશમ સમકિત એ દરેકને, જુદે જુદે કાળ પણું અંતર્મુહૂર્ત જેટલું છે. અને દરેકને કાળ ભેગો કરવામાં આવે તો પણ અંતમુહૂર્ત થાય છે, પરંતુ તે અંતર્મુહૂર્વનું પ્રમાણ દરેકના અંતર્મુહૂર્ત કરતાં મોટું સમજવું. પ્રશ્ન ૪–આત્માનંદ પ્ર. પુ. ૩૭ અંક છઠ્ઠીના પાન ૧૫૪માં શ્રુતજ્ઞાનના લેખમાં બતાવ્યું છે કે “અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્ત જેટલા કાળમાંથી સંખ્યાતમે ભાગ બાકી રહે ત્યારે અંતરકરણ કરે છે, તેમાં આત્મા દાખલ થાય ત્યારે ઉપશમ સમક્તિ પ્રાપ્ત થયું. જ્યારે અંક ૭ માના પાન ૧૯૦ની હકીકત વાંચતાં સમજાય છે કે “અનિવૃત્તિકરણના છેલ્લા સમય સુધી આત્મા મિથ્યાષ્ટિ છે, આમ બન્ને સ્થળની હકીક્ત વાંચતાં ભિન્ન ભિન્ન વસ્તુ સમજાય છે. તે વાસ્તવિક શું સમજવું? ' ' જવાબ-અંતરકરણ ક્રિયાકાળ અને અંતરકરણ ભેગ્યકાળ એ બન્ને જુદી જુદી અવસ્થા છે. અનિવૃત્તિકર્ણને સંખ્યાતમે ભાગ શેષ રહે ત્યારે આત્મા અંતરકરણ કરે છે. એટલે ભવિષ્યમાં પિતાને જે ઉપશમ સમક્તિ પ્રાપ્ત થનાર છે, તેના માટે અંતરકરણ કરવાની ક્રિયા શરૂ કરે છે. (મિથ્યાત્વના દલિકે જે સંલગ્ન એક સરખી સ્થિતિવાલા હતા તેમાંથી અંતર્મુહૂર્ત સુધી કઈ પણ દલિકે ઉદયમાં ન આવી શકે તે પ્રમાણે તેને આગળ પાછળ પ્રક્ષેપવાની ક્રિયા કરવી તે) આને અંતરકરણ ક્રિયા કાળ કહેવાય, અને તે અંતરકરણ ક્રિયાકાળમાં આત્મા મિથ્યાદિ હોય, પરંતુ તે એતરકરણને ભેગવવાને કાળ તે અનિવૃત્તિકરણ પૂર્ણ થયા પછી જ પ્રારંભાય છે. અર્થાત અંતરકરણ કિયાવડે અંતર એટલે મિથ્યાત્વના દલિકથી વિરહીત અંતર્મુહૂર્ત એટલે ખાલી વિભાગ કરેલ છે તે અંતરકરણ ભાગ્યકાળ કહેવાય, અને તે અંતરકરણ ભાગ્ય કાળમાં વર્તત આત્મા સમતિવંતજે ગણાય, આમ અંતરકરણ ક્રિયાકાળ અને અંતરકરણ ભાગ્ય કાળ એ બને કાળ જુદા જુદા ધ્યાનમાં લેવાય તે પ્રશ્નને અવકાશ નહીં રહે. કે પ્રશ્ન પ—ઉપશમ સમકિતમાં અનંતાનુબંધીની કડી અને ત્રણ દિન મેહનીય એ સાતે પ્રકૃતિને વિપાકેદય અને પ્રદેશોદય હેતો નથી. પરંતુ તે વખતે તેને બંધ હોઈ શકે કે નહીં ? - . . . . . . . . જવાબ–ઉપશમમાં એ સાતે પ્રકૃતિને જેમ ઉદય ન હોય તેમ બંધ પણ એકેનો ન હોય.
SR No.522513
Book TitleJain Dharm Vikas Book 02 Ank 01
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages44
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy