________________
સેવા ધર્મનું સત્ય સ્વરૂપ.
વાણીમાં છે મધુર મૃદુતા; હિંગ સહુને બનાવે. આ દેશે છે વિમળ દ્રઢતા, કર્મ બધે હઠાવે. આકર્ષે છે અડગ તપસ્યા, ધાર સુધા વહેતી. એવા સુરી વલભ ચરણે, સ્થિર વૃત્તિ રહેતી. કાપ મહારાં કિલમીશ, પ્રભુ દાસને દાસ હું છું. વિસ્તારીને પ્રભુમય પ્રભુતા, દિલે એ ચહું છું. આવ્યો શરણે વિનય વિનયે, મુગ્ધ ભાવે કરીને. રાખો નિત્યે નજર સમયે, સ્નેહ ઊરે ધરીને.
સેવા ધર્મનું સત્ય સ્વરૂપ
લેખક મુનિરાજ શ્રી પ્રેમવીમળજી મહારાજ (મુ. કયા રાજપુતાના)
સેવા ધર્મને શાસ્ત્રકાર મહારાજાઓએ દુર્લભ મનાવેલ છે. એ વસ્તુ સંપૂર્ણ સત્ય છે. પરંતુ સાથે એ પણ જણાવેલ છે કે એ સેવા ધર્મને સદુ૫યોગ કરનાર મનુષ્ય જ ફક્ત સંપૂર્ણ સુખને પામી શકે છે. દુરાચારી દુર્જનની સેવા કરવી એ વસ્તુ જે ઉત્તમ મનાય તે સદાચારી અને સદ્દગુણ મનુષ્યની કિંમત પણ શું છે? એ પ્રશ્ન અવશ્ય ઉપસ્થિત થવા પામશે. એ બીના જે શ્રેષ્ઠપણે સમજાઈ જાય તે આજે સ્વાથી મનુષ્ય સેવા ધમને દુરૂપયોગ કરવા તૈયાર બનેલ છે તે કદાપી બનવા પામે નહિ. ફક્ત સંસારનેજ સર્વ શ્રેષ્ઠ સમજી સદાકાલ એ અસાર સંસારનું સંપૂર્ણ સેવન રાચીમાચીને તીવ્રપણે કરનારાઓ, વિના લાયકાતે અન્ય મનુષ્યો પાસે સેવા-ચાકરી કરાવવાનું છે, અને તેથી તે નિવિવેકી મનુષ્યને કઈ વિચારશીલ વ્યક્તિ સદાચાર અને સંયમના શત્રુ સ્વરૂપે માનવા તૈયાર થાય, તો તેમાં બેટું શું છે? યાદ રાખવાની જરૂર છે કે ગરીબ અને નિરાધાર પ્રત્યે દયા–અનુકંપાબુદ્ધિ પ્રદાવી યથાશય સહાયરૂપ થવું એ વસ્તુને જેમ જેમ શાસ્ત્રકારોએ અનુંકંપાદાન મનાવેલ છે, તેમ સાથે સુચારીત્ર સંપન્ન મુનિરાજોની સેવા-ભક્તિ કરવી તે વસ્તુને પણ સપાત્ર દાન સ્વરૂપેજ સમજાવેલ છે. આ અનુકંપાદાન અને સુપાત્ર દાન વચ્ચે રહેલ તફાવત સમજાવતાં દાન ક૫દુમ ગ્રંથમાં જણાવે છે કે –
अभयदानं सुपत्तदानं, अणुकंपा उचियकित्तिय दाणंच,
दोहिंपि मुकखो भणिओ, सिन्निवि भोगाई आयिन्ति.
અર્થ–દાન પાંચ પ્રકારનાં છે. અભયદાન-સુપાત્રદાન–અનુકંપાદાન-ઉચીતદાન અને કીર્તિદાન, તેમાં પ્રથમનાં બેદાન મેક્ષ ગતિ દેનાર છે. અને બાકીનાં