________________
જેનધર્મ વિકાસ
મંદાક્રાન્તા. (રયથિત મુની વિનયવીજ્ય–આંત્રૌલી) જેને દેખી શ્રત ઘર બહુ, પૂર્વનાં યાદ આવે. જેના પ્રત્યે સક્લ જનતા, માન મોટું ધરાવે. નામે જેનાં નિયમ ધરતાં, દલડાં વિકસાવે. એવા સુરી વલભ ચરણે, હું નમુપૂર્ણ ભાવે. જે ભાનુનાં કિરણ જગમાં, બ્રહ્યા છે જે તપે છે. જે તેજેથી હદય સઘળાં, દિવ્યતાએ દીપે છે.
જ્યોતિ જેની અગણ ભવનાં, અંધકાર હરે છે. એવા સુરી વલભ ચરણે, ચિત્ત મારૂ ઠરે છે. સિદ્ધતિમાં સુર ગુરૂ સમ, ભવ સર્વે કહે છે. જે ભાવમાં પરમ પદની, શાંતિ સ રહે છે. ચિતે જેને અહર નિશા, ન્યાય શાસ્ત્રો રમે છે. એવા સુરી વલભ ચરણે, શિષ્ય પ્રેમે નમે છે. પાવ્યું જેને કઠીણ તપ તે, નૈષ્ઠિક બ્રહ્મચર્ય. ધા દિલે વિપત વખતે, શસ્ત્ર ધર્મજ્ઞ પૈર્ય. ફેલાવ્યા છે વિજય વિજયે, વિરનો ધર્મ ભાવ એવા સુરી વલભ ચરણે, સેવવા થાય હાવ. દિપાવ્યું છે વણિક કુળને, વર્ષ મુનિ શશાંક. ઈચ્છા દેવી જનની દીપવ્યાં, તાત શ્રી દીપચંદ તારી જન્મી વટપુર ભૂમિ, વૈભવ મેહત્યાગી. એવા સુરી વલભ ચરણને, બન્યો છું હું રાગી. જેના જ્ઞાને નિપુણ ગુરુ છે, વિજયાનંદ સુરી.. વિદ્યા ભણું ચતુર્વિધને, વીર શાસ્ત્રીય પુરી. શોભાવ્યું છે પરમપદ, આચાર્યશ્રી આચાર્ય જેણે એવા સુરી વલભ ચરણે, નીરખું નિત્ય નયણે ઉધાર્યા છે અધમ મનુ, મેહ મન્સે ભરેલાં. દેશ દેશ વિચરી પ્રણયે, તાપ ત્રણે તપેલા. બધા ધર્મો નિર્ભય પણે, સત્ય પંજાબ દેશે. એવા સુરી વલભ ગુરૂના ગુણ ગાઉ વિશેળે.
(૬)