________________
શ્રી સિદ્ધચક્રની તાત્વિક ભાવના.
શ્રી સિદ્ધચક્રની તાત્વિકભાવના.
લેખક. જૈનાચાર્ય શ્રી વિજ્યપદ્રસૂરિ
(ગતાંક પૃષ્ઠ ૩૫રથી અનુસંધાન) અને ૧૧ અતિશયે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય, મોહનીય, અને અંતરાય આ ચાર ઘાતિ કર્મોનો ક્ષય થવાથી પ્રકટ થાય છે. શેષ ૧૯ અતિશયો પ્રભુ ભક્તિથી ભરેલા દેવ કરે છે. પુરાવા માટે જુએ પાઠ-ચો મcofમ, દ સ
જયંત્રણ રાજ | Rવરસવાળs, ચાર બંગાસર વૈશા તેમાં ૪ મૂલ અતિશયોનું સ્વરૂપ આ પ્રમાણે ૧. અરિહંત મહારાજાનું શરીર જન્મથી માંડીને નીરોગી અને નિર્મલ હોય છે. તેમજ પરસેવાથી રહિત હોય. તેમનું રૂપ વૈમાનિક દેવના રૂપથી પણ અધિક મનહર હોય છે. ૨ ગળાની નીચેના ભાગથી માંડી નાભિ સુધીમાં ૧૦૦૮ ઉત્તમ લક્ષણે હોય છે. ૩. અરિહંત પ્રભુને શ્વાસોશ્વાસ કમલના પરિમલ કરતાં પણ અત્યંત સુગંધિ હોય છે.
અરિહંત મહારાજાનું માંસ અને રૂધિર આ બંને ગાયના દૂધની જેવા સફેદ હોય છે. ૪. પ્રભુને આહાર (ભેજનક્રિયા અને જલપાનક્રિયા) તથા નીહાર (મળને ત્યાગ) ચર્મ ચક્ષુવાલા મનુષ્યો ન દેખી શકે પરંતુ જે પ્રત્યક્ષજ્ઞાની અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, કેવલજ્ઞાની હોય, તે જોઈ (જાણી શકે છે હવે ઘાતિર્મોના ક્ષયથી પ્રકટ થતા ૧૧ અતિશયો બતાવીએ છીએ ૧. ભગવંત જે સમવસરણમાં બેસી દેશના આપે છે તે સમવસરણની રચના એક ચેાજન પ્રમાણે વિસ્તારવાલી ભૂમિમાં દેવે કરે છે. એટલી જગ્યામાં પણ કોટાકોટી પ્રમાણ (એક કોડને એક કેડે ગુણવાથી કોટા કેટી થાય) દેવ મનુષ્ય અને તિર્યને સમાવેશ થાય છે. તેમાં પ્રભુના પુણ્ય પસાયથી કેઈને પણ સંકડાશ કે પીડા થતી નથી. / સમવસરણની રચના એ પ્રભુ ભક્તિનું પરમ અંગ અને મહા પુણ્ય બંધનું કારણ હોવાથી ચારે નિકાયના દેવે તેની રચના કરવામાં પિતાને ઉચિત ભક્તિને હા લે છે. તેમાં શરૂઆતમાં વાયુકુમાર જાતિના ભુવનપતિ દેવો સમવસરણને લાયક જન પ્રમાણુ પહોળી ભૂમિને સંવર્તક નામનાવાયુ વડે સાફ કરે છે. તથા ભુવનપતિમાં રહેનારા મેઘકુમાર દેવો- સુગંધી પાણી છાંટી ઉડતી ધૂળને શમાવી દે છે. પછી વ્યંતર દેવે વિવિધ પુષ્પોની વૃષ્ટિ કરી પુના જીવોને કિલામણા=પીડા ન થાય તેવી રીતે રત્નશિલા વડે પીઠ રચે છે. તે (પૃથ્વી) પીઠની ઉપર ભુવનપતિ દેવ તે રૂપાનો ગઢ બનાવે છે, કે જેમાં ચારે દિશામાં તરણ સહિત ચાર દરવાજા શોભી રહ્યા છે. તે દરેક દરવાજાની ઉપરના ભાગમાં અષ્ટમંગળની તથા છત્ર, ચામર, ધજાઓ અને ધૂપધાણની રચના કરે છે. અહીં અષ્ટમંગલિકાદિ સર્વે રત્નમય છે એમ સમજવું. આ ગઢની ઉપર સેનાનાં કાંગરા રચે છે. હવે જ્યોતિષ્ક દેવ ઉપર કહેલા ગઢની અંદર બીજા