________________
વર્તમાન-સમાચાર
૩૧
વર્તમાન–સમાચાર
તવતઃ જૈનાચાર્ય શ્રીવિયહર્ષસૂરિજીના ઉપદેશ સિંચનથી પર્યુષણ પર્વમાં તપારાધના ઘણાજ ઉત્સાહપૂર્વક મોટા પ્રમાણમાં થવા સાથે આયંબિલ ખાતુ કાયમ માટે સ્થાપી, તેનું નિભાવ ફંડ આસરે રૂ. ૮૦૦૦)નુ થવા ઉપરાંત ચાતુર્માસના ચારે માસ માટે વ્યાખ્યાનની પ્રભાવના અને રૂપીઆ શ્રીફળ સાથે ગહુળી કરવાનું લોકેએ ઉત્સાહથી નેંધાવી દીધેલ હેવાથી, દરરોજ નિયમીત તેમ થયા કરે છે, વળી જુદાજુદા ખાતાઓમાં દેશાવર મદદ મેકલવા માટે પણ હજારેક રૂપીઆની ટીપ કરી, આચાર્ય મહારાજની આજ્ઞા મુજબ તેની વ્યવસ્થા કરાયેલ છે.
થીયાર ઉપાધ્યાયજી શ્રીદયવિજયજી, મુનિશ્રી ચરણવિજયજી, મુનિશ્રી મલયવિજયજી આદિના ઉપદેશથી ઘણુજ આડંબરપૂર્વક અક્ષયનીધિ તપનો પ્રારંભ કરી, બહુજ ઠાઠમાઠથી તેની ઉજવણી સમુદાય તરફથી કરાવવામાં આવેલ, ઉપરાંત ઉપધાન-તપની પણ આરાધના શરૂ થયેલ છે. હરેક ધાર્મિક કાર્યોની ઉજવણી અને આરાધનામાં, સમુદાય સાથે અગ્રણીય ભાગ તન મન અને ધનથી અત્રેના યુવાન શ્રેણી શંકરલાલ મણત ઘણાજ ઉત્સાહથી લઈ રચ્યા છે.
પ્રતાપ પન્યાસજી શ્રી કલ્યાણુવિજયજી મહારાજની પ્રખર દેશનાથી પ્રતિ. બેધિત, ચાતુર્માસ અને પર્યુષણ પર્વમાં અનેક ભવ્યાત્માઓએ જુદા જુદા પ્રકારની તપા-રાધના કરવા, ઉપરાંત કલ્પસૂત્ર અને પારણાની પિતાના ઘેર પધરામણી કરાવી ઘણાજ આડંબર અને ભભકાપૂર્વક વરઘોડા અને રાત્રી જાગરણ તેમજ પ્રભાવનાઓ કરી જેનશાશનની ઉજવળ યશકીર્તિમાં વધારે કર્યો હતો. વળી શ્રીમદ વિજયહીરસૂરીશ્વરજી મહારાજ અને અનુગાચાર્ય પંન્યાસપ્રવર શ્રીમદભાવવિજયજી ગણિવર્ય આદિની જયંતિઓ પણ જાહેર સભા, આંગી પૂજા, રાત્રીના જાગરણ આદિ ઉત્સવથી ઉજવવામાં આવી હતી. ઉપરાંત જુદાજુદા પ્રસંગેએ જાહેર સભાઓ જુદા જુદા સ્થળે ભરવામાં આવતી, જેમાં હરેક ધર્મના સજન ઉપરાંત રાજ્ય કર્મચારી આદિ મંડળ મહેટા સમૂહમાં હાજરી આપતાં. અને તેવી હરેક સભા પંન્યાસજી મહારાજ, મુનિ ચરણવિજયજી અને કુશળ વિજયજી આદિના વકતવ્યથી ઘણી જ આહાદ પામતી હતી. નિયમિત વ્યાખ્યાનમાં પણ દિવાન સાહેબ આદિ કર્મચારીઓ સાથે નગરજનની સારી હાજરી હોય છે. પંન્યાસજી મહારાજના આવાગમનથી જનજૈનેતર હરેકમાં વ્યાખ્યાન શ્રવણને વેગ ખૂબ ખૂબ વધ્યો છે.