________________
જેનધર્મ વિકાસ
આવી વકિલશાહી વાત કરવા મંડી પડયા છે. આને જવાબ હું આગળથીજકેઈને સવાલ કરવાની તકલીફ ન પડે, તંત્રીને મારી પાસે જવાબ લેવા ન આવવું પડે. અને મને ટપાલ ખર્ચ બચે આમ માનવવયની ઉપાધિ ટાળવાધરવા ઈચ્છું છું –
નશીબ જોગે સમાજમાં એવા અશ્રદ્ધાળુ, ધર્મદ્રોહી યુવાને પાતા જાય છે, જેઓ હરદમ ઘર, શેરી, અને વ્યાખ્યાન પીઠ પરથી કુદી કુદીને પ્રચાર કરે છે કે –“પશ્ચિમને શાહીવાદ આપણું આર્થિક, નૈતિક પાયમાલી સર્જે છે, સ્વાતંત્ર્ય યુદ્ધની અહિંસક ભેરી બલિદાન માટે બત્રીશાઓની માગણી કરે છે, દેશની ગરીબી “ટુકડા રેટીને કાજ, વેચે વનિતાએ લાજ” ની વ્યાપક દશા સર્જાતી જાય છે. સંતાનને ખેળે ઝુલાવી સંસ્કાર પાન કરાવતી માતા સંસ્કારહિન હેવા સાથે કચરાતી જાય છે” આ પ્રચારને અતિચાર–વિવેચન ભાખી “રાજકથા, ભક્ત કથા, દેશ કથા, સ્ત્રી કથા” ની મનાઈ આજ્ઞા રેકી શકી નથી, જનતા અને આવતી પેઢી આ યુગમંથનમાં તરબતર થતી જાય છે. આ પ્રવાહને વધતા અટકાવવા શ્રીમદ્ આચાર્યદેવે સમાજને તંદુરસ્તી અને વિશુદ્ધિ અપતે તિથિચર્ચાને મહાન પ્રશ્ન ખડો કરી શ્રદ્ધાળુ વર્ગને પાછો જૈન સમાજના જ કામમાં રેકી લેવા સાથે જૈન શાસનની સત્ય ઝંખનાને સચોટ પુરાવો રજુ કરી વિશ્વને આશ્ચર્યમાં ગરક કર્યું છે.
અને આ તાજેતરના મુંબઈના નવાંગી વાસક્ષેપ પૂજન અને ઘીની બેલી પણ શ્રીમદ્ આચાર્યદેવનું દષ્ટા તરીકેનું સાફલ્ય સૂચવે છે. જેનસમાજમાં સમાજદ્રવ્યની મુખ્ય બે વ્યવસ્થા છે. દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય. દેવદ્રવ્યને ઉપગ અન્યાથે આચાર્યદેવની દષ્ટિએ પણ થઈ શકે નહિ. અને સાધારણ દ્રવ્યને કબજે લઈ તેને સમાજહિતમાં ખર્ચ કરવા આજને “ધર્મદ્રોહી યુવાન” હાકલ પાડી રહ્યો છે. ભાવના ભણકાર દષ્ટાને કાને પહેલા પડે છે. એટલે તેની અગમ રૂપે આવી ઘીની બેલીથી, ગુરૂપૂજનાદિ વિધિઓથી” “ગુરૂદ્રવ્ય” નામક ત્રીજી સમાજદ્રવ્યની વ્યવસ્થા આજથી વેગવંતી કરવામાં આવે તે એમાં ખોટું શું છે? મુનિરાજેની શબ્દ–મેરલીએ શ્રીમંતે નાચતા અટકી જાય એ “ધર્મ શ્રદ્ધાનો ઓસરત કાળ આવે તો એ અણુની પળે આ શ્રીમતેને ચોપડે એકત્ર થયેલી ગુરૂપૂજનાદિની મુડી શરીરની સાર સંભાળ માટે ખપ લાગી જાય. એટલે વિચાર કરતાં આ પદ્ધતિ મુનિગણને ભવિષ્યમાં આશીર્વાદરૂપ થઈ પડશે એમ દરેકને જરૂર લાગશે. સમાજ પોતાના પૂજ્ય ગુરૂસમૂહનું પૈસાના અભાવે દુઃખસહન જરૂર નજ ઈછે.
વળી આ ગુરૂપૂજનમાં જૈનશાસનની પ્રભાવના સાથે મર્તિપૂજાને વિકાસ પણ થઈ રહ્યો છે. સાદી અને સાત્વિક વીતરાગ પ્રતિમાને શીરે કેશર, આંગી, સેનાચાંદીના દાગીના પરદેશી પહેરવેશની નકલ, ફેસનની ઘડિયાળ ક્રમાનુક્રમ