SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ જૈનધર્મ વિકાસ કાજળશાના હૃદયમાં મેઘાશાનુ કાસળ કાઢી નાખવાનું ચિંતવન થતાં નિશ્ચય કર્યો કે આ છુપુ કાર્ય અનહદ વિશ્વાસુ દ્વારાજ થઈ શકશે તેમ વિચારી તે કાર્ય પિતાની અર્ધાગના મારફત કરાવવાનું કલ્પી વિનવણી કરી કે મેઘાશાને અતિગુપ્ત રીતે ઝેરી પદાર્થવાળુ દુધ પીવરાવી તેમને નાશ કરવાનું કાર્ય તમારે કરવાનું હાઈ બહજ કુશળતાથી તે કાર્ય તમે પાર પાડશે. આવુ અઘટિત ઉચ્ચારણ સાંભળતાં જ સહચારિણીનુ હદય કંપી ઉઠતા નાથ પ્રત્યે ધિક્કાર દર્શાવતા વિદ્યા કે બહેનને રંડાપો અપાવવા પર્યતનું ષડયંત્ર ગોઠવતા તમારૂ પ્રપંચી હૃદય થરથરતુ નથી? કુદરત તેને કેમ શાખી શકશે? અર્થાત તમારા આવા પાપમય કાર્યમાં હું ભાગીદાર મુદલ બનવાની નથી. આવુ નીચ કૃત્ય મહારાથી કદી બનશે જ નહિ, છતા સામ, દામ અને ભેદ નીતિથી ન કલ્પી શકાય તેટલા પ્રયત્ન અને દબાણથી પત્નિની અનિચ્છાએ પણ કાર્ય કરાવવાની સફળતાથી કબુલાત મેળવી. પ્રસંગે પાત એકદા શાળા બનેવી એકજ ભાણામાં બને સાથે આગવા બેઠા. અનુક્રમે ભેજનાદિને ઈન્સાફ આપ્યા બાદ તાંદુલ પીરસાયા કે તરતજ પ્રથમની ગોઠવણી મુજબ ઝેરી પદાર્થવાળુ દુધ સાળાએલીએ પીરસી દેતાંજ કાજળશા એકદમ ઉગ્ર ક્રોધાવેશમાં આવી પોતાની ભાર્યાને ઠપકો આપતા કહ્યું કે મહારે દુધની આખડી છે તેની તને જાણ હોવા છતા ભાતમાં દુધ કેમ પીરસી દીધું? હવે મહારે તે ખવાશે નહિ, અને બનેવીને એઠું છાંડવાની બાધા હેવાથી આ બધુ તેમને ખાવુ પડશે, તેનું પણ તે મુદલ ભાન રાખ્યું નહિ. આ ઉશ્કેરાટમાં સરળ સ્વભાવી મેઘાશાએ કહયું કે આ અમે ખાઈ જથ, તમે ઈલાયદા ચાવલ લઈને આરોગે. એમ કહેતાની સાથે જ સાળાએ જુદી પંગત જમાવી અને મેઘાશા ઝેરી દુધ મિશ્રીત તાંદુલ ખાઈ જતા શરીરની નસેનસમાં ઝેર વ્યાપી જતા અલ્પકાળમાં જ તેઓ દેવગત થતાં નગરમાં કેળા. હળ જામતાં છુપી વાત પ્રકાશમાં આવતા, કાજળશાના અતિ નીચ્ચ અને દુરાચારી કૃત્ય માટે જનતામાં હાહાકાર અને ધિક્કાર વધી પડતા તેની આબરૂ ઈજજતમાં ઘણું જ ઝાંખપ પડી, જેને આભારી ભુદેશ્વરપૂરનુ રહેઠાણ અકારૂ અને શરમજનક થઈ પડતા પ્રાયશ્ચિત રૂપે નીર્ણય કર્યો કે હવે કુટુંબ અને સમૃદ્ધિ સહ આ ગામમાંથી નીકળી મરઘાબહેન અને ભાણીયાનું વાલીયાણ જાળવી બન્નેની લક્ષ્મીથી બનેવીએ આરંભેલ જિનાલયનું કાર્ય ગોડીપુર વાસીગડુ કરી સંપૂર્ણ કરાવવું. આ મંદિરને બાવન થાંભલા, બાવન દેહરી અને ત્રણ રંગ મંડપ સમેત વિશાળ ક્ષેત્રફળવાળુ ગગન ચુંબિત શિખરબંધ બનાવરાવી વિ. સં. ૧૪૪૪ માં મહાન પ્રાભાવિક ગુરૂદેવની આજ્ઞાથી જોતિષ શાસ્ત્ર પારંગત અનુભવી વવૃદ્ધ તિષિને આમંત્રી ફળાદિપૂર્વક વિવેકભરી રીતે શુભ મૂહર્ત અને શુભદિને શધાવી અન્ય સંઘને નિમંત્રણ કરી ગજબનાક ઠાઠમાઠ અને ઘણાજ ઉત્સાહના
SR No.522512
Book TitleJain Dharm Vikas Book 01 Ank 12
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1941
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy