SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ રાધનપુરની વરખડીની પ્રાચીનતા ૩૬૩ ચિંતવન કરતા, ઘસઘસાટ ભર નિદ્રામાં આવતા સ્વમ આવ્યું કે, ચિન્તાથી મૂક્ત બને. આજ સ્થળની પરિધિમાં જ્યાં નિલુ છાણ પડેલું હોય તથા ઉજવળ આકડે હોય તે તળે, અને અક્ષતથી સ્વસ્તીક પુરેલ હોય ત્યાં દાવતા અનુક્રમે જળ, દ્રવ્ય, અને પથ્થરનો અખૂટ સમૂહ નીકળશે. માટે આ સ્થળે ગામ વસાવી, પ્રભુનું નમણું લઈ શિહિ જઈ કઢના રોગથી પિડીત સલાટને નમણ છાંટતા તેઓ રેગ મુક્ત બનશે. અને તેઓ જ નવીન ગામે આવી જિનચૈત્ય બનાવશે, માટે ઉદ્યમ કરે. સૂચન મુજબ યથાવીધી ક્રિયાનો પ્રારંભ કરતા જળ, લક્ષ્મી અને પથ્થર ના અઢળક ભંડાર નીકળતા, તેજ વર્તુળમાં ગડપુર નામનુ નગર વસાવવાનું નિર્ણત કરી, પ્રભુને ગૃહત્યમાં પધરાવી પૂજન પ્રક્ષાલન કરી જિન મંદિર બનાવરાવવાની ઉત્કંઠાથી નમણું લઈ શિહિ પહોચ્યા. કઢના રેગની પીડાથી અકળાયેલા સલાટને પ્રભુ નમણ છાંટતા તે રોગ મૂક્ત બનતા હરખાઈ જિન ભૂવન બનાવવા ઉત્સુક બનવાથી શ્રેષ્ઠીવર્યની સાથે ડીપૂર આવી શુદ્ધ ભૂમિનું ધન કરી કેઈક ગીતાર્થ ગુરૂદેવ સમીપે જેશી પાસે શુભ દિન અને શુભ મહુર્ત જેવરાવી જિનાલયના પાયા પૂર્તિની કીયા કરાવી મેઘાશાએ કુટુંબસહ પોતાનું નિવાસસ્થાન ભુદેશ્વરપુરથી ફેરવી ગેડી પૂર આવાસ કરી મહા મંગળ કાર્યની શરૂઆત કરાવી. આમ પૃદયના પ્રવાહને વેગ વધતા મેઘાશાની ચૌદશામાં યશકિતીને ધ્વજ ફરકત કાજળશાના જાણવામાં આવતા બનેવી, હેનને મળવાના ઓથા નીચે ગેડીપૂર આવી, આ સમૃદ્ધિ પ્રાપ્તિમાં અમારે અડધો ભાગ છે. તેમ કહેતાં મેઘાશાએ સ્પષ્ટ સુણાવી દીધુ કે આ બધો ચમત્કારી પ્રભુને પ્રતાપ છે. મારી જાત કમાઈ નથી. વળી અમારા ભાગે આ પ્રતિમા તમે એજ આપેલ હોઈ તે અમારી સ્વતંત્ર માલીકીની હેવાથી તમારા અને અમારા વચ્ચે આ વાણિજ્યમાં મુદલ ભાગ હતો જ નહિ અને છે પણ નહિ. સ્વયં પિતેજ ભાગની વહેચણી કરેલ હોવાથી ખાટી ભાંજગડ કર્યા વિના “લાગ આવે સોગઠી ભાગવાની” વૃત્તિઓ હદયમાં હીરની ગાંઠ બાંધીને કાજળશા પિતાના વતન પહોંચ્યા બાદ અમુક સમયના અંતરે પિતાની છોકરીને લગ્નોત્સવ પ્રસંગે હૃદયમાં કાવત્રુ ગઢવી બાહ્યાડંબરે અતિ આગ્રહપૂર્વક બહેન, બનેવી, ભાણીયાઓને જાતે પહેચી તેડી લાવ્યાં. દરમિયાનમાં ગેડીપાર્શ્વનાથના યક્ષે મેઘાશાને સ્વમદ્વારા ચેતવ્યા કે તમે ભુદેશ્વરપૂર મત જશે, છતાં છુટી ન શકે તો પ્રભુનું નમણ લઈને જશે તે તદન નિર્ભય બનશે. પરંતુ વિધાતાના લખ્યા લેખ કઈ મિથ્યા કરવા સમર્થ જ નથી” એ કહેવતાનુસાર આયુષ્યને અલ્પકાળ હેવાથી યક્ષે સ્વમ આપ્યુ છતાં પર્યટનને ઉત્પાતમાં નમણું વિસારે પડ્યું, એના પરિણામે બન્યું કે
SR No.522512
Book TitleJain Dharm Vikas Book 01 Ank 12
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1941
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy