________________
૩૬૨
- જેને ધર્મ વિકાસ
માં રૂની વચ્ચે મૂર્તિને છુપાવી, માદરેવતન તરફ પ્રયાણ કરતા, રસ્તામાં પાટણથી વીસેક ગાઉના અંતરે મહાજનના મોટા સમુદાયથી ભરપુર રાધણપુર શહેર આવતા, ભીલેટી દરવાજા બહાર જ્યાં આજે વરખડી નામથી ઓળખાતું ગેડી પાર્શ્વનાથના પાદુકાની દહેરીવાળું સ્થાન જે ભૂમિ પર આવેલું છે, તેજ સ્થળે પ્રસ્થાન કરી, વિશ્રાંતી લેતા, કરિયાણાનું દાણ લેવા દાણ આવતા, ઉટેની સંખ્યા અનેકવાર ગણતા છતાં, નિશ્ચીત આંકડો નક્કી ન થતા, દાણીએ વિસ્મય પામી મેઘાશાને પૂછતા કહ્યું કે, આ કતાર પૈકી એક ઉંટની વરકીમાં રૂની વચ્ચે પાર્શ્વનાથ પ્રભુની ચમત્કારી મૂર્તિ છે.
- આ ચમત્કારી દ્રશ્યની પવન વેગે શહેરમાં જાણ થતા, નાગરીકેના અનેક વૃદ અને શ્રીમાન ધીમાન વર્ગનો સમુદાય પ્રસ્થાન સ્થળે ઉભરાતા, શાન્તિવર્ધક પ્રભુ પડિમાના દર્શન કરાવવાની મેઘાશાને વિજ્ઞપ્તિ કરતાં, સકળ સંઘને પ્રભુનાં દર્શન કરાવ્યાં.
આ આનંદેત્સવના વેગ અને સંભારણામાં સંઘે તેજ દર્શનવાળા (આજની વરખડીની પાદુકાની દહેરીવાળા) સ્થળે તેજ કાળના અરસા (વિ સં. ૧૪૨૦) માં સૂપ (દહેરી) બનાવરાવી, તેમાં ગેડી–પાર્શ્વનાથની પાદુકાની કે ગીતાર્થ ગુરૂવર્યના વાસક્ષેપથી સ્થાપના કરાવેલ હાય! અને તેજ રાજ્ય પિતાની હદનુ દાણ લેવાનું નિર્ણિત ઉંટને આકડો નકી ન થવાના ચમત્કારથી મેકુફ રાખેલ હોય તેવી દંત કથા દર્શાવતુ લખાણ “રાધનપુર ડીરેકટરી”ના પૃષ્ઠ ૯૪ માં છે. સંભવ છે કે મેઘાશા દશ્વરપુરથી ગુજરાત ભણું ધંધાર્થે તાર લઈને નીકળી પાટણ પહોંચ્યા, ત્યાંથી પ્રભાવિક પ્રભુની મૂર્તિને ખરીદિ પાછા કપાસાદિ કરિયાણાની કતાર પાટણથી ભરી રાધનપુર, મેરવાડા, સોઈગામ, બેણપ આદિ મહાજનના સમુદાયવાળા સ્થળે પ્રભુના ચમત્કાર અને દર્શન કરાવી હરેક સ્થળે યાદગીરી નિમીતે સ્તુપાદિ સ્થળે સ્થાનિક સંઘ પાસે બનાવરાવી પાદુકાની સ્થાપના કરાવી, અનુક્રમે જન્મભૂમિ પહોંચ્યા સુધીના હરેક પ્રસંગે વિ. સં. ૧૪૨૦નીજ સાલમાં બનેલ હોય, સબબ કે ભુદેશ્વરપુર પહોંચ્યા પછી તેજ શહેરમાં બાર વર્ષ સુધી પૂજન ભક્તિ કરી, (વિ. સં. ૧૪ર૦-૧૨) વિ. સં. ૧૮૭રમાં એકાદ દિને યક્ષે સ્વમ આપવાથી તેજ ગામના દેવળ ભરવાડને ત્યાંથી, તરતમાંજ જન્મેલા એકાદ બે દિવસની ઉમ્મરના વાછરડા લઈ તેને આકા ડેકા (જાર તથા એરંડાની સાંઠી)ની ભાવલ ચારણની ગાડીને જેડી, તેમાં પ્રભુની પ્રતિમા મૂકી બાંડાથલ તરફ ઉભા વગડે, ઉજ્જડ રસ્તે, ટેકરા, ટેબા ઉલંધન કરતાં, ઘોર અંધકાર છવાતા રેતીના ઢગલા ખાડાવાળા વગડાની ભયંકરતા વચ્ચે ગાડી એકાએક સ્થંભાતા, મેઘાશા વગડાઉ રાફડા, ક્ષીણે તથા ઝાડીમાં રહેતા, વિકાળ પ્રાણીઓના હૃદય કંપાવી નાખતા નાના ગુંજારવ વચ્ચે પ્રભુનું