________________
રાધનપુરની વરખડીની પ્રાચિનતા
૩૫૭
નેટ–આ બધા પદે શ્રીગેડી-પાર્શ્વનાથ તથા મેઘાકાજળના સંવત ૧૮૭૭ના ભાદરવા સુદિ ૧૩ના પં. રૂપવિજ્યજી કવીવરના પ્રશિષ્ય મુનિશ્રી નેમવિજયજીના બનાવેલા ઢાળીયામાંથી મૂકેલા છે.
ઉપરોક્ત ગેડી–પાશ્વનાથના ચમત્કારિક દ્રશ્યના પદો. અને ઈતિહાસકાળની મેળવણી કરતા સમજાય છે કે, વિક્રમની પંદરમી સદીના પહેલા જ દશકા (સં. ૧૪૦૮)થી તઘલખ વંશના ત્રીજા નૃપતિ ફરેજશાહને, ગુજરાત સમેત હિંદ પર રાજ્ય અમલન કાળ હતે. વળી તેમનાજ ૩૮ વર્ષના રાજ્યાધિકારમાંજ આ ભવ્ય મૂર્તિ અણહિલપુર પાટણથી મેઘાશાએ કેઈક મુસલમાન પાસેથી વેચાણ મેળવવાના, કાર્યથી તે વિ. સં. ૧૪૪૪ના પ્રતિષ્ઠા અને શિખર ચઢાવવા પર્યંતના ચમત્કારી પ્રસંગ બનેલ સંભવે છે. - આ તવારીખનું આખુ મંડાણ ગોડી-પાર્શ્વનાથના ઢાળીયાં પરથી લેવાયેલુ હેવાથી, તે પદને ટુંકાણમાં સારાંશ આપવાનું અતિ આવશ્યક જણાતા તેને ઉલ્લેખ કરીએ છીએ.
ઢાળીયાંની જોડ કળામાં બતાવાતી કેફીયત પ્રકાશ પાડે છે કે, વિક્રમ પંદરમી સદીના પ્રારંભની વીસીના કાળમાં, સિંધ ઇલાકાના તાબાના થરપારકર તાલુકાના ભુદેશ્વરપુર નગર, પરમાર વંશના ઠાકોર રાયખેંગારજીની છત્રછાયા હેઠળ, અનેક વહેવારીયાઓ સુખરૂપ વાણિજય ખેડતા હતા. એકદા તે પૈકીના કાજળશા શ્રેણીએ પોતાના બનેવી મેઘાશાને સૂચન કર્યું કે, આપણા બન્નેના સહિયારા તમે ગુજરાત ભણી વાણિજ્ય ખેડનાર્થે પધારે. મેઘાશાએ નિર્ણયાત્મક નિશ્ચય કરી, કરિયાણાના ઉંટની ક્તાર ભરી, શુભ દિને, શુભ મૂહુતે અને શુભ શુકને દેશાટનને પ્રારંભ કરી, ગ્રામાનુગ્રામ કયવિક્રય કરતાં અનુક્રમે અણહિલપુર પાટણ પહોંચ્યાં.
એકદા પાટણમાં જ મેઘાશાને યક્ષે રાત્રે સ્વમ આપ્યું કે, અહિઆ અમુક મુસલમાનના તાબામાં, દાનવીર ગુર્જરનરેશ કુમારપાળના શાસન કાળમાં, કળીકાળ સર્વજ્ઞ શ્રીમદહેમચંદ્રાચાર્ય ગુરૂવર્યના વાસક્ષેપથી અંજનશલાકા વિ. સં. ૧૧માં કરાયેલા, પરમ પ્રભાવિક પાર્શ્વનાથની પ્રતિમા છે. તમે તેને પાંચસો દામ આપી ખરીદિ પૂજન ભક્તિ કરજે. વળી તેજ મુજબ મુસલમાનને પણ સ્વમ આપેલ કે, મેઘાશા તારી પાસે મૂર્તિ લેવા આવે તે પાંચસો દામ લઈ આપજે, અને જે નહિ આપે તો તને મારી નાખીશ. આમ પરસ્પર બન્નેને સ્વમ આપતાં, તે પ્રકારના કયવિક્રયના કાર્યમાં તેઓ ઉત્તેજક બન્યા, જેના પરિણામે મેઘાશાએ તે વખતમાં પાટણમાં ચાલતા ચલણું નાણુના પાંચસો સિક્કા આપી, પ્રભાવિક પ્રતિમાને ખરીદિ લીધા બાદ સાથેના કરિયાણાનો વકરો કરી રૂ આદિ નવા કરિયાણાના ઉટેની કતાર ભરી, એક ઉંટની વરકી (બોરા)