________________
ધમ્ય વિચાર
૩૫૫
પણ કુટુમ્બ કે સમાજે તે તરફ લેશ પણ આંખ મીંચામણાં કરવાં ન જોઈએ. તેમનું જીવન રાક કે દયાજનક છે એવી ભાવના આવતી અટકાવવાને સર્વ પુરૂકાર્યો કરવા લાગતાવળગતાઓએ ન ચુકવું જોઈએ. વિધવા એ નકામી ચીજ નહિ, પણુ ઘરની આધારભૂત દેવી ચીજ છે એ ભાવના રાખી, તેમના તરફથી લાભે કેવી રીતે લેવાય એ વિચાર કે જોઈએ. વિધવા પ્રતિ સારી રીતે વર્તવા કુટુમ્બને ન કહેવાતું હોય, સમાજ તે બનવા ની તૈયાર થતો હોય, તે પછી તે વિધવાઓના પુનર્લગ્ન કરીને પણ શું ફીણવાને હતો? સમાજમાં રહેલી નબળાઈ ગમે તે રીતે-એક યા બીજા રૂપે નડવાની જ. પુનર્લગ્નને રસ્તે પણ તેને માટે ભયંકર અને નાશજનક થઈ પડવાને. જે પુરૂષે વિધવાઓને ફેસલાવી વ્યભિચારમાં નાખી ગર્ભપાતાદિ કરાવે છે, તેઓ પોતાની ચાલાકી અને ચતુરાઈને ઉપગ પતિઓને મરાવવા જેવા અધમ કાર્યમાં પણ અવશ્યમેવ કર્યા સિવાય રહેવાના જ નહિ. પુનર્લગ્ન કરનારી સમાજની પરિસ્થિતિએ પહોચતાં જેટલો ભેગ આપ પડે, તેના કરતાંય ઓછા ભેગે વિધવાઓને ઉચ્ચ સ્થિતિમાં મૂકી શકાય તેમ છે. શા માટે દેવી પંથે છેડી રાક્ષસી પથે જવા ઈચ્છા ધરવી?
ફરજીયાત લુગડાં પહેરવાં પડે છે, તેમાં કવચિત્ જૂ પણ પડે, પણ તેથી નાગા ફરવાનું કે જંગલીઓનું અનુકરણ કરવાનું કહેવાતું નથી. જેને જૂ. પડે તે વણે કે ઉપદ્રવ સહન કરે પણ સમાજ નાગા રહેવાને માર્ગ સ્વીકારતી નથી એ વાત ખાસ લક્ષ્યમાં રાખવા જેવી છે. છતાં આ સમાજ બ્રહ્મચર્યની કીસ્મત ભૂલી જઈ તેમ કરી નાખવા–પુનર્લગ્નના પથે જવા તૈયાર થતો હોય તે તેને બલાત્કારથી કઈ અટકાવતું નથી. પણ એ હીનપથે જવા પ્રેરણા અને ઉપદેશ, હિતાહિતના વિવેકથી શૂન્ય અને આવેશભરી તાત્કાલિક પાપપષક દયાથી કે અનાદિ કાલીન વિષયવાસની ભાવનાથી, નજ થવાં જોઈએ. લેખકે, કવિઓ અને વક્તાઓ આર્યોની બ્રહ્મભાવના પિષે, એમાં જ એમનું ગૌરવ છે. આત્મ સ્વભાવ, આને આદર્શ પવિત્રમાં પવિત્ર જીવન, મહાપુરૂષોને ઉપદેશ, દૈવી ભાવના, દયામાર્ગ, સ્વતંત્ર જીવન, જીવનમુક્તતા અને એક્ષપ્રાપ્તિ એ સર્વ બ્રહ્મચર્યમાં છે, અબ્રહ્મમાં નથી, આ વાતને તેમાંના કેઈ પણ ક્યારે ન ભૂલે, મુનશી–મતસ્વીઓ ન બને, એવી સદ્ભાવપૂર્વક આશા ન રાખી શકાય ?