________________
૩૫૪
જૈનધર્મ વિકાસ
અને તેની જાહેર ચર્ચા સર્વથા અધર્યુ છે. મારું મન ચંચળ થાય તે તેને યથેચ્છ માર્ગે ચાલવા દેવા કરતાં, ભૂતકાળમાં બેલાયેલાં પ્રતિજ્ઞાવચનને વફાદાર રહી, દબાવવું અને ઈન્દ્રિયોને સંયમમાં રાખવી એ જ મારૂં કર્તવ્ય છે આવા આવા વિચાર ધરાવનારી વિધવાઓને પુનર્લગ્નની વાત કે વિતંડાવાદી ચર્ચાઓ કેટલી હાનિ પહોંચાડે છે એનું, આજકાલના કેટલાક લેખક અને કવિઓને ભાગ્યે જ ભાન હોય છે. તેઓ પણ સમાજના ઉંડાણમાં ઉતરી વસ્તુસ્થિતિ તપાસવા પૂર્વક પુખ્ત–નહિ કે ઉપલક, અનુભવ મેળવે અને પછી આર્યદષ્ટિથી અવલોકન કરે છે, તેમને પણ જરૂર પિતાની વાત પર ધૃણા અને એ વિષયના અજ્ઞાન પર તિરસ્કાર આવ્યા વિના રહેશે નહિ.
• વિકૃતદષ્ટિએ ગમે તેમ દેખે, પરંતુ આજે ય ઘણી વિધવાઓ પવિત્ર અને સન્માર્ગે જવા ઈચ્છનારી છે. તેમને ધર્મ અને પરમેશ્વર પર અખંડ વિશ્વાસ અને પ્રેમ હોઈ, તેઓ પિતાના પતિના નામે જીવવા ઈચ્છતી હોય છે. પિતાની જાત પર મરાયેલી “અમુકની વિધવા એ છાપ ભુંસવા તેઓ જરાય તૈયાર હતી નથી, એટલું જ નહિ, પરંતુ એ છાપની નીચે જ રહેવામાં પોતાનું ગૌરવ સમજે છે. સમાજે અને સમાજના વિચારકેએ તેમની એવી સુંદર ભાવનાને પિષવા બનતું કરવું જોઈએ. તેમની મુશીબતે અને અડચણ દૂર કરી, તેમના નીતિમય અને ધર્મમય જીવનમાં તેમને રસ પડે એવું કાંઈ કરી આપવું જોઈએ, સમાજની અને કુટુમ્બીજનોની ફરજ છે કે, તેમને શૃંગારિક ભાવથી બને તેટલી દૂર રાખી શુદ્ધ ધર્મ તરફ વાળવા પ્રયત્ન કરવો જોઈએ, એમની તરફ પવિત્રતાથી, પૂજ્યતાથી અને સભ્યતાથી વતી તેમના ઉચ્ચ જીવનનું ભાન તેમના હદયમાં સતત જાગૃત રખાવવું એ કુટુમ્બની સર્વ સ્ત્રીઓએ ધ્યાનમાં રાખવું જોઈએ. આથી કુટુમ્બની પણ નીતિ, સભ્યતા અને ખાનદાની ષિાશે. આવી પવિત્ર સાધ્વીશી વિધવાઓ કુટુમ્બમાં મર્યાદાથી નિયામક થતી હોય તે જે તેવો આદર્શ નથી. કુટુમ્બ કેટલું ભાગ્યશાળી છે તેને નિર્ણય તે કુટુમ્બમાંની કન્યાઓના અને લલીતાઓના સતીત્વથી જ થે જોઈએ. કુટુમ્બ પ્રતિ હિતથી અને જગતપ્રતિ દયાભાવથી વતી જે સતી “એકની જ, બીજાની નહિ જ.” એ પવિત્ર ભાવનાની પાછળ રહી, પિતાનું ધર્મકર્તવ્ય શાંતિથી અને ઉમંગથી બજાવે છે અને પોતાના આત્માને પ્રભુના ચરણમાં રાખી તેના સ્મરણમાં અને અન્યાન્ય ભક્તિમાં પિતાનું જીવન વિતાવે છે, તે ધન્યવાદને પાત્ર છે, નમસ્કાર કરવા લાયક છે એટલું જ નહિ, કિન્તુ તેનાં માબાપ અને કુટુમ્બીઓ પણ ધન્ય અને નમસ્કરણીય છે. * વિધવાએ પોતાની આવશ્યક્તાને જતી કરતી હોય કે નભાવી લેતી હોય,