________________
શ્રી સિદ્ધચકની તાત્વિક ભાવના
૩૧૫
શ્રી સિદ્ધચક્રની તાત્વિકભાવના
લેખક. વિજ્યપભૂરિ
(ગતાંક પૃષ્ઠ ૨૮૭ થી અનુસંધાન) એ રીતે પ્રસ્તુત નવપદની સ્થાપના સહેતુક છે. તે સંબંધી વિચાર કર્યા પછી હવે નવે પદે સંબંધી વિચાર જણાવો ઉચિત છે. આ નવે પદના સમુદાયનું નામ સિદ્ધચક છે. સિદ્ધચક એ શબ્દને એવો અર્થ થાય છે કે સિદ્ધ સિદ્ધિને આપનાર એ “ચક્ર સમુદાય તેનું નામ “સિદ્ધચક કહેવાય. તાત્પર્ય એ છે કે આ નવપદેને સમુદાય વાંછિત ફલ જે મુક્તિ તથા સ્વર્ગાદિ તેને આપનાર હોવાથી સિધ્ધચક્રના નામથી ઓળખાય છે. બીજો અર્થ એ પણ થાય છે કે મુક્તિને મેળવવામાં અનંતા ભવ્યજીએ અનુભવેલું-સાધેલું ચક તે સિદ્ધચક્ર કહેવાય નવપદમય શ્રીસિધ્ધચકના સંબંધમાં એક જિજ્ઞાસુ માનવ એ પૂછે છે કે–
પ્રશ્ન–નપદેની આરાધના કરવાની શી જરૂર છે? કારણ તીર્થકર પદના કારણભૂત વશ સ્થાનકે કે જેમાં નવે પદેને પણ સમાવેશ છે. તે સ્થાનકમાં પ્રત્યેકની આરાધનાના ફલ બતાવવાના પ્રસંગે હરિવિક્રમે દર્શન પદની આરાધનાથી તીર્થંકર પદ બાંધ્યું એમ કહેલ છે જ્યારે તીર્થંકર નામને બંધ થાય છે તે મુક્તિ તો થવાનીજ તે પછી નવપદની આરાધના શા માટે કરવી જોઈએ? કદાચ કોઈ એમ કહેશે કે મુક્તિપદની પ્રાપ્તિ અંતર્ગત બીજાપદની આરાધના કર્યા વિના એકલા એક પદની આરાધનાથી ન થઈ શકે તો ત્યાં મારે (પ્રશ્નકારે) કહેવું જોઈએ કે જે એપમાં મુક્તિ આપવાની શક્તિ નથી તે નવેદે કેવી રીતે મુક્તિપદ આપશે? આ સંબંધમાં ન્યાય એમ કહે છે કે hઈપણ પ્રકારના ફલને દેવાની શક્તિ જે અવયવમાં હોય તેજ અવયવિમાં તે શક્તિ સંભવે છે. જેમ બદામના એક ખંડમાંથી તેલ નીકળે છે એટલે એક ટુકડામાં પણ જો તેલ આપવાની શક્તિ છે, તે આખા દાણામાં પણ તેલ આપવાની શક્તિ છે. અને અવયવમાં જે તેવી શક્તિ ન હોય તે અવયવિમાં તે ક્યાંથી હોય? જેમ રેતીના સમૂહમાંના એક કણિયામાં તેલ આપવાની શકિત નથી તે તેનો ઢગલો પણ તેલ કેવી રીતે આપી શકશે? આ ન્યાયને પ્રસ્તુત પ્રસંગમાં ઉતારી કહીયે તો એમ કહી શકાય કે, જ્યારે એક પદની આરાધનાથી મુક્તિ ન હોય, તે સર્વે નપદેની આરાધનાથી કેવી રીતે મુક્તિપદ મલી શકશે?
ઉત્તર-હરિવિક્રમ રાજાએ દર્શનપદની આરાધનાથી તીર્થંકર પર બાંધ્યું એ વાત સાચી પણ એના ચરિત્રનો ક્ઝિાર જે વાત હતા તે ઉપરના પ્રશ્નને.