SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ ' 'જૈન ધર્મ વિકસિત અવકાશ જ ન હતો. કારણકે તેમના ચરિત્રમાં એમ કહ્યું છે. “હરિવિકમ રાજા ચંદ્ર મુનિરાજની દેશના સાંભળી વેરાગ્ય પામી રાજ્ય તજી સંયમ આરાધે છે. તેમાં બાર અંગે ભણ્યા પછી ગુરૂમુખે વિશસ્થાનકને મહિમા સાંભલી દર્શન પદની આરાધના કરે છે. દેવતા તે આરાધનામાંથી ચલાયમાન કરવા માટે ઘણા પ્રયત્નો કરે છે છતાં પણ ચલાયમાન થતાં નથી આવી નિશ્ચલ આરાધનાના પરિણામે તીર્થંકર નામકર્મ બાંધ્યું. અનુકમે ત્યાંથી કાળધર્મ પામી વિજય વિમાનમાં દેવ થયા. ત્યાંથી આવી પૂર્વવિદેહમાં તીર્થકર થશે ” આ ઉપરથી એમ સ્પષ્ટ સમજાય છે કે. દર્શનપદની આરાધનામાં જ્ઞાન ચારિત્રની આરાધના સમાઈ જ છે. જ્યારે ત્રણેની એકઠી આરાધના થઈ ત્યારે તીર્થંકરનામને બંધ થયો છે જેમ તીર્થંકરનામના બંધમાં પણ અનેક પદાર્થની આરાધનાની જરૂર છે, તેમ મુકિતપદની પ્રાપ્તિમાં પણ સમજી લેવું. મુખ્યતાએ જણાવેલા એકપદની સાધનામાં પણ બીજા પદની સાધના ગૌણતાએ થાય જ છે. આ ખરી બીના છે. બીજું-તીર્થકર નામના સંબંધમાં એ પણ સમજવાનું કે જ્યાં એ પદની આરાધના હોય, ત્યાં જ્ઞાન ચારિત્રની આરાધના જરૂર હોય, તે સિવાય તીર્થકર નામકર્મને બંધ ન સંભવે. છતાં હરિવિકમના સંબંધમાં “દર્શન પદની આરાધનાથી તીર્થંકરનામકર્મ બાંધ્યું” આ જે વચન કહેલ છે તેનું તાત્પર્ય એ છે કે–શ્રી અરિહંતપદ વિગેરે વીસસ્થાનકોમાં દર્શનપદ આવે છે. અને તે પદની આરાધનાના પ્રસ્તાવને પ્રસંગે તેનાથી જેને લાભ થયો હોય તે બતાવતાં તે પદની આરાધનાને મુખ્ય કરીને જ આરાધકનો નિર્દેશ કરાય, એવી મહાપુરૂષની કથન (કહેવાની) શૈલી છે. માટે આ રીતે તે પદની આરાધનાને મુખ્ય કરીને તીર્થંકરનામને બંધ કહેલ છે. બાકી હરિવિકમે જ્ઞાનચારિત્રની આરાધના નથી જ કરી, અને દર્શનપદથી જ કાર્ય સાધ્યું. એમતે નજ મનાય. એ બીજું પ્રશ્ન કરનારે એમ એમ કીધું કે એકપદની આરાધના જે મુક્તિ ન આપે, તે નવપદના સમુદાયની આરાધના કેવી રીતે મુક્તિ આપશે ? વિગેરે તેનું સમાધાન એ છે કે સમુદાયના એક દેશમાં અવિદ્યમાન એવી શક્તિ સમુદાયમાં દેખાય છે. જુઓ વાંસની ચીરીઓની સાદડી બને છે. મકાનમાં પેસતા વરસાદના પાણીને રોકવાનું સામર્થ્ય વાંસની એક ચીરીમાં નથી. તે સામર્થ્ય ચીરીઓના સમુદાયથી બનેલી સાદડીમાં દેખાય છે. વલી દરેક પદ પણ સર્વથા મુક્તિનું કારણ નથી—એમ ન સમજવું. કારણકે દરેક પદની આરાધના અમુક અંશે ઉપકારિ હોવાથી દેશપકારિ છે. જે પદાર્થ દેશે.કારિ (અમુક અંશે ઉપકારી) હોય, તેને પોતાનું કાર્ય બજાવવા માટે બીજા પદાર્થોની સહાય લેવી જ પડે. વ્યવહારમાં પણ એમ દેખાય છે કે-અપ શક્તિવાળાને બીજાની સહાય લેવી પડે છે. તાત્પર્ય એ કે જેમ સમુદાયથી સાધ્ય એવું કાર્ય–તેને
SR No.522511
Book TitleJain Dharm Vikas Book 01 Ank 11
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1941
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy