________________
૨૭૨
જૈનધર્મ વિકાસ
ઉપરાંત દેરાસર છે. ત્યાંથી કેલવાડા પહોંચ્યા, જ્યાં ૧૦૦ ઘર તેરાપંથીના હેવા છતાં ગગન ચુંબિત આલ્હાદકારી ત્રણ ભવ્ય જિનાલયે છે. આજ નગરમાંથી તેરાપંથી પંથની શરૂઆત ભિખુજી સ્થાનકવાસી સાધુએ તેર સાધુઓ સાથે કાઢેલ, તેમને પ્રારંભિક સમૂહ તેરને હેવાથી તેરાપંથી એવું એ પંથનું નામ આપ્યું, એમ અહિના લોકોની દંતકથાથી સમજાય છે. સદર સમુદાયમાં દયા કે દાનને સ્થાન જ નથી, પરંતુ માનેલા ગુરૂઓની લીલાઓને પોષણ આપી ગુરૂભકતીમાં તલ્લીન રહેવું એજ, જે પંથને ઉદેશ છે. અહીંથી રાજનગર પહોંચ્યા જ્યાં ચાલીસ ઘરે તેરા પંથીના હેવા સાથે એક જિનચૈતત્ય છે. નજદિકમાં મેવાડના નાકા સમાન જગવિખ્યાત ઈતિહાસીક દષ્ટીએ પ્રાચિનતા દર્શક “દયાળ શાને કિલ્લે આવેલો છે. તેના ઉપર દયાલશાએ એક શુશોભિત મનરંજન ભવ્યતાથી ભરપુર ચૌમુખજીનું જિનચૈત્ય બંધાવેલ છે, જે પ્રતિમાઓમાં અનહદ ભવ્યતા દેખાઈ આવે છે. કિલ્લા નીચે અજોડ બાંધણીવાળું જળથી ભરપુર અતિ સુંદર સરોવર અને ધર્મશાળા આવેલ છે, જે આ કિલ્લાની સભ્યતામાં ખુબ વધારો કરી રહેલ છે. ત્યાંથી રાનીવાસ ગયા જ્યાં દશ ઘરે તેરાપંથીના છે. આગળ જતાં સારા ગયા જ્યાં બાર ઘર સ્થાનક તથા દેરામાગિ હોવા સાથે જિન ચૈત્ય છે. ત્યાંથી છાપરી થઈ કરેડા ગયા.
કરેડા તીર્થનુ ધામ હોઈ ત્યાં ભવ્ય જિન ચૈત્ય પાર્શ્વનાથ પ્રભુનું હવા સાથે સુંદર ધર્મશાળા હેવાથી અવાર નવાર યાત્રાળુઓ આવે જાય છે. આ તીર્થ મેવાડ અને માળવાની સાંકળરૂપ હોવાથી અને પ્રદેશના ધમીબંધુઓ અત્રે વારંવાર આવે છે, તીર્થને વહિવટ કાળજીપૂર્વક થાય છે અને મુનિમ સજજન છે. પ્રતાપગઢના આગેવાને વંદન અથે પધારેલ, જ્યાં ચાર દિવસની સ્થીરતા કરી ત્યાંથી કરૂકડા થઈ ભાડા પહોંચ્યા જ્યાં સાહેઠ ઘર બન્ને પક્ષના હવા ઉપરાંત જિન ચૈત્ય છે. ત્યાંથી મંડપીઆ જ્યાં એક દેરાસર છે. ત્યાંથી “નફ પહોચ્યા, જ્યાં બન્ને પક્ષના ૬૦ ઘર સાથે એક દેરાસર છે. ત્યાંથી “બિનેતાઓ
જ્યાં વીસ ઘર તેમજ જિન ચેત્ય છે. ત્યાંથી “છેટીસાદરી’ જ્યાં સે ઘર દેરાવાસી અને ત્રીસ ઘર સ્થાનકવાસી હોવા સાથે બે ભવ્ય જિનાલયો છે. જ્યાં ચંદન મલજીનાગરીની લાયબ્રેરી ઉત્તમ છે. તેની ધર્મભાવના સતેજ છે. ચાતુર્માસ કરવા જેવું સ્થળ છે. જ્યાં ચાર દિવસની સ્થીરતા કરી મારી આવાસ થઈ
મોત્તર પહોચ્યાં, જ્યાં વીસ દેરાવાસીને ઘરો સાથે જિન ચૈત્ય છે. આખા વિહારમાં તેરાપંથી સિવાયનું ગામ આ એકજ જણાયું, ત્યાંથી અમરાવત થઈ
અરદ પહોચ્યાં જ્યાં ચાલીસ ઘર બન્ને પક્ષના હોવા ઉપરાંત દશ ઘર દીગંબર સંપ્રદાયના પણ હવા સાથે જિનચૈત્ય છે. અહીયાં અઠવાડીયાની સ્થીરતા કરી અષાડ સુદ ૩ ના પ્રતાપગઢમાં ઘણુજ આઈબર પૂર્વકના સામૈયા સાથે પ્રવેશ કરેલ છે.