________________
જૈન ધર્મ વિકા*
આ ત્યાગી રાજકુમારે વિંધ્યાચળ પર્વત તરફ પ્રયાણ કર્યું. આ પર્વતની હારમાળાઓ ઉપર સેંકડો યેગીએ, તપસ્વીઓ અને ઉપાસક મુમુક્ષુઓ ઈશ્વર ચિંતવનમાં મગ્ન રહેતા હતા. આ પર્વતની રત્નગિરિ નામે પર્વતની ટેકરી ઉપરની એક ગુફામાં જઈ એક મહાન યોગી અને તપસ્વીના સંસર્ગમાં આવી કુમારે આત્મ શુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્તિ અર્થે તપશ્ચર્યા આદરી, આ પ્રમાણે અહીં લગભગ છ માસ સુધી ગુરૂ ભક્તિમાં મગ્ન બનેલ રાજપુત્ર સમર્થ યેગી પાસે ઉત્તમ પ્રકારના જ્ઞાનની પ્રાપ્તિ કરી.
ગૌતમ બુદ્ધને પ્રથમ ઉપદેશ-સેંકડે પશુઓને મળેલું અભયદાન.
રાજ્યપુત્ર ગતમે અહીંથી વૈશાલીના વન તરફ ઉગ્ર તપશ્ચર્યા અથે જવાને નિશ્ચય કર્યો, અને રત્નાગિરિ પર્વત ઉપરથી તેણે ગુરૂ આજ્ઞા મેળવી એક દિવસ પ્રભાતે પ્રયાણ કર્યું.
વૈરાગ્ય વાસિત ભાવનાઓમાં તરબોળ થએલ ત્યાગી રાજકુમારને ટેકરીઓ ઉપર ચાલવાને પરિચય ન હોવાથી તેના પગે અસ્થિર રહેતા હતા, છતાં આ ગમ્ય કારણોવશાત્ આત્માનંદી બનેલ આ મુમુક્ષુને તેમાં આનંદ દેખાતે હતે. ટેકરીના ઢળાણવાળા માર્ગ ઉપરથી નીચે ઉતરતાં અચાનક આ ત્યાગી કુમારના કાને પશુઓના કરૂણ સ્વર સંભળાયા. આવા કરૂણામય શબ્દ સાંભળતાં જ કુમારનું હૃદય કરૂણામય બન્યું. તરતજ ત્યાગી કુમારે દોટ મુકી તળેટીએ પહોંચી જઈ ત્યાંથી પસાર થતા ઘેટાના ટોળાં તરફ તે વન્યો. આ ટેળાંમાંથી અતિશય આકંદ કરતાં એક લંગડાતા ઘેટાનાં બચ્ચાને તેને માલિક માર મારી આગળ ચલાવતો હતો તે નજરે જોઈ તેણે ઘેટાનાં બચ્ચાંને ઉંચકી લઈ પિતાના પિટ સરસું ચાંપ્યું અને તેના પર પુત્રવત્ પ્રેમ દર્શાવ્યો. નિર્દોષ ઘેટાનાં બચ્ચાએ પિતાના તારણહારની ગોદમાં જઈ, આકંદ કરવું મૂકી દઈ અભયદાન માગતું ન હોય તે પ્રમાણે શાંત પડયું - ઘેટાનાં ટેળાંના માલિકને પૂછતાં જણાયું કે નજીકમાં આવેલ સજગૃહી ગિરિવૃજનગરીએ મહારાજા બિંબિસાર ઉફે શ્રેણિકને તરતમાં જ થએલ રાજ્ય ભિષેકના નિમિત્તે થનારા ભયંકર પશુયજ્ઞ માટે આ ઘેટાંઓનું ટેળું ત્યાં બલિદાન અર્થે લઈ જાય છે.
આ દયાળુ કુમારે વચમાં પડી ઘેટાંનાં બચ્ચાંને ખંભા ઉપર બેસાડી દીધું. - આ જોતાંજ ઘેટાનાં ટેળાંના માલિકે કહ્યું, “હે યુવાન તપસ્વી ! આ એકજ બચ્ચાંની દયા ખાધેથી શું વળશે?
અપૂર્ણ