SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ દયાનિધિ ગૌતમબુદ્ધ ૨૫૯ હોવાથી તેઓ આ લાડકવાયા પુત્રની બહુજ કાળજીપૂર્વક સંભાળ રાખતા હતા. ઉમર લાયક થતાં કુમારને ઉચ્ચ કેટીનું રાજ્યકારભાર ગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ રાજપુત્રનું લગ્ન યશોધરા નામે ક્ષત્રિય રાજપુત્રી સાથે કરવામાં આવ્યું હતું. આ પતી પત્નીને સંસાર સંતોષી અને સુખમય હતે. લગભગ દશવરસના પરણેત બાદ રાજપુત્ર ગૌતમ (સિધ્ધાર્થ) ને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ હતી. રાજપુત્ર ગૌતમની જન્મ કુંડલીમાં રાજ્યપદના બદલે ગીપદને લાયક અનેક ઉચ્ચ કેટીના ગૃહો પડયા હતા. જેથી રખે રાજકુમાર તેને લાભ લઈ પિતાની નજર સામે ત્યાગી વનવાસી–તપસ્વી બને તે મહારાજાને લાગી આવતું હતું. કારણ રાજ્યકારભારને આધારે માત્ર આ એકના એક લાડકવાયા પુત્ર ઉપરજ હતો. મહારાજાએ અનેક વખત ઉમર લાયક પુત્રને સિંહાસન આરૂઢ થવા કહ્યું હતું છતાં રાજપુત્રનું દિલ તેથી વિભક્ત રહેતું હતું. જેથી મહારાજાને શંકા રહેતી કે રખે આ રાજપુત્ર સંસાર ત્યાગ કરશે. મહારાજાએ કઈ દુઃખી, વૃધ્ધ, યા મૃતદેહના રાજપુત્રને દર્શન ન થાય તેવો પાક બંદોબસ્ત સમસ્ત રાજ્યમાં કર્યો હતે. રાજ્યાધિકારીઓ જ્યારે જ્યારે રાજકુમાર ફરવા નીકળે ત્યારે ઉપરક્ત વસ્તુઓ તેની નજરે ન પડે તે બંદોબસ્ત રાખતા હતા. છતાં નિર્મિત ભાવીને મિથ્યા કરવા જ્ઞાનીઓ પણ સમર્થ થયા નથી તે આ બિચારા શુધ્ધધન મહારાજાની તે શી ગણતરી ! એક દિવસ સંધ્યા સમયે ફરવા નીકળેલ રાજપુત્ર ગૌતમની દષ્ટિએ એક અતિશય વૃધ્ધ પુરૂષ લાકડીના ટેકાથી ધ્રુજતી ગતિએ ચાલતો દેખાય તેમજ એક યુવાનના મૃતદેહને શમશાન ભૂમિ તરફ અગ્નિ સંસ્કાર અર્થે અતિશય કળકળાટભેર લઈ જતાં કેટલાક માણસોને તેણે જોયાં. - કેઈ કાર્યની ઉત્પત્તિમાં “કારણ” જેમ પ્રાધાન્ય સ્થાને છે તે જ માફક અહીં પણ બન્યું. આ બંને દશ્ય નજરે નિહાળતાં રાજપુત્ર ગૌતમને સંસાર ઉપર એકદમ વૈરાગ્ય ઉત્પન્ન થયે, અને તેને એમ લાગ્યું કે અંત સમયે પિતાની પણ આજ દશા થવાની છે એવું નિશ્ચયપૂર્વક માની તે મુક્તિને માર્ગ શોધવાના કાર્યમાં તલ્લીન બની ગયે. તેજ દિવસે મધ્ય રાત્રે નિદ્રાવશ પત્ની યશોધરા તથા પારણામાં ઝુલતા રાજકુમાર રાહુલને નિદ્રા અવસ્થામાં જ મૂકી, ત્યાગી ભાવનામાં સુદઢ બનેલ કુમાર ગૌતમે રાજ્ય મહેલનો ત્યાગ કર્યો. આ સમયે રાજપુત્રના અંગ ઉપર કિમતી આભુષણે અને વસ્ત્રો હતાં. પ્રભાત થતાંજ રસ્તે જતાં પ્રથમ મળેલ મુસાફરને તેણે તેનાં વસ્ત્રાભૂષણે અર્પણ કર્યા અને તેના બદલે તેની પાસેથી તેનાં સાદાં વસ્ત્રો મેળવ્યાં.
SR No.522509
Book TitleJain Dharm Vikas Book 01 Ank 09
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1941
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy