SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ જૈનધર્મ વિકાસ લેખાંક ૨ દયાનિધિ મહાત્મા ગતમ બુદ્ધ ભ્રમણોત્પાદક ઈતિહાસનું નિસન, (લેખક શ્રી. મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી-થાણા) આ મહાપુરૂષને જન્મ ઈ. સ. પૂર્વે ૬૨૦ ના ગાળામાં હિમાલય પ્રર્વતની તળેટી નજીકના પ્રદેશમાં કપિલ વસ્તુનરેશ શુદ્ધોધનને ત્યાં તેમની વયેવૃદ્ધ અવસ્થાએ થયે હતા. એમનું રાજ્યકુટુંબ શાયજાતિના ક્ષત્રિય વંશનું હતું. તેઓ કાશ્યપ અથવા ગૌતમ ગોત્રી તરીકે પ્રસિદ્ધિમાં આવ્યા હતા. આ કાળે ભારતના ઉત્તર અને પૂર્વ પ્રદેશમાં વિચરતા સમર્થ પૂર્વધર જૈનાચાર્યોના સહવાસ અને પ્રતિબંધથી પશુયજ્ઞ ઉપર ઘણા વિભાગને ઘણા ઉત્પન્ન થઈ હતી. “ધર્મના નિમિત્તે દેવી દેવતાઓને પ્રસન્ન કરવાના એંઠાં નીચે અયોગ્યતાથી લેવાતા સેંકડે અવાક્ પશુઓના બલિદાનથી ઉત્તર અને પૂર્વ પ્રદેશનું ભારત કમકમી ઊઠયું હતું. - આ સમયમાં ગ્રેવિશમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ પછી તેમની પાંચમી પાટે બિરાજતાં આચાર્ય શ્રી. કેશીકુમાર ગણધર કે જેઓ પાંચસે શિષ્ય સમુદાય સહિત હિમાલયની તળેટીના પ્રદેશમાં વિચરતા હતા. તેજ માફક શ્રી પાર્શ્વનાથના સંતાનીયા સાધુ તરીકે શ્રી. કાલિપુત્ર, મથાલી, આનંદ રક્ષિત અને કાશ્યપ નામે ચાર સ્થવિર આચાયે પાંચસો પાંચસો શિષ્ય સમુદાય સહિત ઉત્તર અને પૂર્વ ભારતમાં વિચરતા હતા. - શ્રી. કેશકુમાર આચાર્યને જન્મ ઉજજેનીના રાજા જયસેનને ત્યાં થયે હતું. તેમની માતાનું નામ અનંતાસુંદરી હતું. શ્રી. કેશીકુમારને શ્રી પાર્શ્વનાથની પાટના ચેથા પટધર શ્રી. આર્ય સમુદ્રાચાર્યને પ્રતિબોધ થયાથી તેણે કુમાર અવસ્થામાં જ દીક્ષા અંગીકાર કરી હતી. છે. પોતાના ગુરૂના સ્વર્ગવાસ બાદ પટધર તરીકેનું નામ દીપાવવાને તેઓ ભાગ્યશાળી થયા હતા. તેઓનું માન ભારતીય ક્ષત્રિય રાજ્ય કુટુંબમાં ઘણુંજ સુંદર હતું. આ પ્રભાવશાળી આચાર્યના પ્રતિબધથી જૈન ધમી બનેલા રાજ્ય કુટુંબમાં વૈશાલીના રાજા ચેટક, ક્ષત્રિયકુંડ નગરના રાજા સિદ્ધારથ (કે જે પ્રભુ મહાવીરના પિતા હતા) તેમજ કપિલવસ્તુના રાજા શુદ્ધોધન (કે જે ગૌતમ બુદ્ધના પિતા હતા) મુખ્યત્વે હતા. મહારાજા શુદ્ધોધનને ત્યાં તેમની મેટી ઉંમરે રાજપુત્રને જન્મ થએલ
SR No.522509
Book TitleJain Dharm Vikas Book 01 Ank 09
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1941
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy