________________
મૂર્તિપૂજાના વિરોધમાં
૨પ૭
ન્દ્રની મૂર્તિનાં દર્શન પૂજન અને નિર્માપણદ્વારા આત્મકલ્યાણ કેવી રીતે સાધ્યું તેનું પણ નિરૂપણ આવે છે. સાથે જ પ્રાચીનકાળમાં જીન મંદિરે કેવાં હતાં;
ક્યાં હતાં, તેનું મહાસ્ય હતું વગેરે વગેરે પ્રસંગેને પણ ઉલ્લેખ આવે છે. યદ્યપિ એ પ્રાચીન સાહિત્યમાં આ સિવાયના બીજા પણ અનેક ભવ્ય અને રોચક પ્રસંગે, જન તત્વજ્ઞાન જૈન સિદ્ધાંતનું ગંભીર નીરૂપણ અને કર્મ સિદ્ધાંતેનું ઉંડુ જ્ઞાન વિશદ રીતે દર્શાવેલું છે. જે વાંચતાં આત્મા ઉપર અસાધારણ અસર થાય છે પરંતુ સ્થાનકમાર્ગિ સમાજને એક મૂર્તિના વિરોધના કારણે જ આવા અપૂર્વ સાહિત્યના અણમૂલ ખજાનાથી વંચિત રહેવું પડ્યું છે. એ સમાજે આગમ સાહિત્યમાંથી પણ ડાં સૂત્રે માન્ય રાખ્યાં અને તેમાં પણ જીન મૂર્તિના વિધાનના પાઠો ઉપર તે હડતાલ જ મારવી પડી સાથે જ ચૌદ પૂર્વધર શ્રત કેવળી શ્રી ભદ્રબાહ સ્વામિ જેવા મહર્ષિ રચિત નિર્યુક્તિઓ છોડવી પડી; ચૂણિભાષ્ય અને વિદ્વત્તાપૂર્ણ ટીકાઓ છોડવી પડી, બદલામાં જેમને પુરું ભાષાનું પણ જ્ઞાન ન હતું, તેમના બનાવેલા અર્થગાંભીર્ય રહિત ટખાઓ ઉપર જ જીવન રાખવું પડ્યું. અને પ્રાચીન આચાર્ય ભગવંતોએ રચેલા ચરિ. ત્રના સાર સાંભળી સાંભળી રાસા બનાવી, અપૂર્ણ અધુરાં જીવન ચરિત્રોનો જ આધાર રાખ પડશે. તેમાં નથી વિદ્વત્તા કે નથી ગહનસાત્વીક તત્વજ્ઞાનને સમાવેશ. નથી વ્યાકરણ શુદ્ધ પ્રાગે કે નથી ભાષા સાહિત્યને ખજાને. ન મળે કાવ્યના સુંદર ગુણો કે ન મળે છંદને મેળ. ન મળે કર્ણપ્રિય શબ્દસંગ્રહ કે ન મળે પુર્ણ સત્ય જીવન પરિચય. સ્થાનકમાર્ગિ સંપ્રદાયને શરૂ થયે લગભગ ચારસો વર્ષ વ્યતિત થયાં પરંતુ વીસમી સદીને બાદ કરો તો તે પહેલાંનું તેનું સાહિત્ય કોઈપણ વિદ્ધજન પ્રિય નથી. છેલ્લા ચારસો વર્ષોમાં સ્થાનક સંપ્રદાયમાં એક પણ મૌલીક ગ્રંથકાર નથી ઉત્પન્ન થયો. જ્યારે શ્વેતાંબર ધર્મમાં એક નહિં, બે નહિં બલ્ક અનેક પ્રતિભાસંપન્ન પંડિત-દિગ્ગજ વિદ્વાન સાધુઓ થયા છે, અને ભારતના કેઈપણ ધર્મ સાહિત્ય સામે ટક્કર ઝીલી શકે તેવા પ્રતિભાસંપન્ન સાહિત્યનું નિર્માણ થયું છે. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ, મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ, મહોપાધ્યાય શ્રી મેઘવિજયજી મહારાજ, મહાપાધ્યાય શ્રી શાન્તિચંદ્રજી, મહોપાધ્યાય કલ્યાણવિજયજી, ઉ. સિદ્ધચંદ્ર અને ભાનચંદ્રજી, આ સિવાય બીજા પણ અનેક વિદ્વાન સાધુઓએ સંસ્કૃત પ્રાકૃત અને ગુજરાતિ ભાષાના અનેક ગ્રંથ બનાવેલા છે.
અધૂર્ણ ૧ જેમ કે સમરાસાનું પરિવર્તન કરી ચલાવેલી રામાયણ-અને ચંદરાજ, શ્રીપાલ ચરિત્ર વગેરે વગેરે જૂઓ મૂલમાં અને સ્થા. એ બનાવેલા એ રાસોમાં કેટલું પરિવર્તન છે.. બસ ચરિત્રને મૂલપ્રાણ તેમાં નથી જોવાતે.