________________
ગુરૂદેવની શારીરિક સ્થીતિ અને વિહાર
૧૫
લાખ આસપાસ આયંબિલ દરેક વર્ષની ચિત્ર તથા આસોની ઓળી સિવાય થયેલ હેવાથી દૈનિક એવરેજ બેતાલીસનું થવા પામે છે. વધુમાં સંસ્થાની સ્થાપના સાથેજ વદ્ધમાન તપની ઓળીનું મંગળ મુહૂર્ત કરનાર સંસ્થાના આદ્ય સેવક કંટારીઆ લહેરચંદ જેઠાલાલ આજે ૬૮મી ઓળી કરતાં સંસ્થાને અહેનિશ સતત સેવા આપી રહ્યા છે. એ સંસ્થાનો અભ્યદય સૂચક ચિન્હ છે.
સંસ્થાની આર્થિક સ્થીતિ સદ્ધર હોઈ તેની વ્યવસ્થા મુંબાઈ વસ્તા રાધનપુરના અગ્રણીય શહેરીઓ કરતા હોવાથી પ્રગતિરૂપ છે, તેમજ સંસ્થાના નાણા જુદી જુદી સદ્ધર કંપનીઓ અને સેનામાં રોકાયેલા હોવાથી સચવાઈ રહેલ છે.
સંસ્થાના ભૂતપૂર્વ કાર્યવાહકની ખંતીલી જહેમતને આભારી લગભગ બધી તીથિઓ ભરાઈ ગયેલ હોવાથી, હવે સંસ્થાને મદદ મેળવવાની જહેમત ઓછી થઈ એ પ્રસંશનીય છે. ગૌરવ લેવા જેવુ તે એ છે કે આ સંસ્થામાં રાધનપુરી સિવાય અન્ય કોઈની સહાય લેવાયેલ નથી અને આર્થિક મદદની જરૂર ઓછી છે, તેવું દર્શાવનારૂ દશ્ય રજુ કરનાર સામાજીક સંસ્થા હિંદભરમાં પ્રાયઃ આ પહેલી જ હશે.
આ સંસ્થાની ચાલુ મેનેજીંગ કમીટીમાં વ્યવસ્થાપક, વેરા ભીખાલાલ વલમજી, અને મસાલીયા રતીલાલ વરધીલાલ તથા કાર્યવાહક કટારીયા લહેરચંદ જેઠાચંદ, વખારીયા નાથાલાલ રાવજી, શા. સવાઈચંદ કરશનદાસ, દેસી લલુભાઈ નીહાલચંદ અને શા. નાગરદાસ પુંજમલ તથા એડીટર છેટા કરમચંદ મનસુખ આદિ આઠ માણસની છે. આ સંસ્થામાં બસેંક મેમ્બરે હોવા છતાં મેનેજીંગ કમીટીની સંખ્યા જરૂર ઓછી છે, તેમાં વધારે કરવા, અને સમાજને ચકાવે ચઢાવનાર હાલના તીથિ પ્રકરણના વાવાઝોડાના વંટોળીયામાંથી સંસ્થાને બચાવવા તરફ સંચાલકેનું લક્ષ દેરીએ છીએ.
અંતમાં સંસ્થાના કાર્યવાહકેએ આજસુધિ સંસ્થાના અભ્યદયમાં જે ઉત્સાહ અને ઉમંગથી ભાગ ભજવ્યો છે, તે બદલ તેઓને ધન્યવાદ આપી, ભવિષ્યમાં પણ તેવી ઉજવળ કારકિદી બજાવી સંસ્થાને અભ્યદય કરી દીર્ધાયુષી બનાવે એવી શુભેચ્છા.
- તંત્રી સ્થાનેથી ગુરૂદેવની શારીરિક સ્થીતિ અને વિહાર
બાળ બ્રહ્મચારી આચાર્યશ્રી વિજયનીતિસૂરીજી મહારાજની તબીયત સુધ. રતી હોવાના સમાચાર અમેએ મહા માસના અંકમાં આપ્યા, પછી દિનપ્રતિદિન તબીયતમાં સંતોષજનક સુધારે થતા મોટા ભાગે રેગ મુક્ત બનવા સાથે પેટની આફરી અને અવયવના સોજા તદન ઓસરી જવાથી ડોકટરે હલકે ખોરાક લેવાની છુટ આપેલ હતી.
વાંકલીથી દોઢેક માઈલના અતિરે આવેલા પીવાણુદિ ગામના સંઘે પિતામાં પડેલા પક્ષેનું ઐકય કરી આપવાની આચાર્યદેવને વિજ્ઞપ્તિ કરી, બન્ને