________________
જૈનધર્મ વિકાસ
પક્ષવાળાઓએ સંયુક્ત લવાદનામું લખી આપેલ હોઈ તે ગામના પંચના અતિ આગ્રહને વશ થઈ ડોકટરની પરિશ્રમ લેવાની મનાઈ હોવા છતાં અખતરા તરીકે ફાગણ વદિ ૧ ના મંગળ પ્રભાતે ઘણા માણસો સાથે વાંકલીથી વિહાર કરી બારેક મુનિમંડળ સાથે પીવાણદિ પધારેલ, બાદ શારીરિક સ્થિતિ સુધરતી રહેવાથી રાણકપુર સુધી વિહારને લંબાવી, સાદડીમાં આવતા ગુરૂદેવની તબીયત અચાનક ફરીથી બગડેલ છે.
તેમજ આચાર્ય શ્રીહર્ષસૂરીજી મહારાજ ત્યાંથી વિહાર કરી શિવગંજ રોકાયા છે. અને ઉપાધ્યાયયાવિજ્યજી મહારાજ વિહાર કરી સાદડી પધાર્યા છે.
વર્તમાન-સમાચાર
મુનિ વિહારથી થતા લાભ વંથલીથી પં. ઉદયવિજયજી ગણિના ઉપદેશથી બારેજા પાર્શ્વનાથને સંઘ નીકળેલ, જે ત્રણ માણસો સહિત રસ્તાના દરેક ગામનું સ્વાગત ઝીલતાં બજા પહોંચી ત્યાં બે દિવસ રોકાઈ સ્વસ્થાનકે વિખરાતાં, પચાસજી મહારાજ બાંટવા, માણાવદર, સરદારગઢ આદિ સ્થળોએ ઉપદેશ સુણાવતાં ખારચીઆ સંઘના આગ્રહથી પધાર્યા. જ્યાં કારડીયા સામજીભાઈ તરફથી શ્રી સિદ્ધાચળ અને ગિરનારજીની રચના કરાવી, ચિત્ર સુદિ પથી અષ્ટાલિકા મહોત્સવ શરૂ થવા સાથે સુદ ૧૩ ના દિવસે વરઘોડો ચઢાવી મહાવીર જયંતિ ઉજવાશે. ઉત્સવની સમાપ્તિ થતાં મહારાજ શ્રીગિરનારજી યાત્રાથે અત્રેથી પધારશે. - પ. તિલકવિજયજીના સ્વર્ગવાસ નિમિત્તે અષ્ટાલિંકા ઉત્સવ. આ પંન્યાસ તિલકવિજયજી મહારાજ સં. ૧૯૯૩ થી ભગંદર, ક્ષય અને કેને. - સર આદિ અસાધ્ય રોગોની વ્યાધિ ભોગવતાં, સં. ૧૯૯૭ ને પિસ વિદિ ૧૪
ને રવિવારના સવારના છ વાગે સમાધિપૂર્વક ડહેલાના ઉપાશ્રયે કાળ-ધર્મ પામેલ, જેમના પુજાથે અષ્ટાદ્વીકા મહોત્સવ ફાગણ વદિ ૯ થી શરૂ કરી દરરોજ જુદા જુદા પ્રકારની ચુનંદા ગવૈયાઓએ રાગરાગણીથી પૂજાઓ ભણાવવા, સાથે નવનવા પ્રકારની પરમાત્માઓને અંગરચના કરાવવા ઉપરાંત ડેસીવાડાની પોળ અને ડહેલાના ઉપાશ્રયને ધ્વજ પતાકાઓથી સુશોભિત બનાવી ઇલેકટ્રીક લાઈટથી ઝગઝગાટ કરી મુકેલ હતું. વધારામાં ચૈત્ર સુદિ ૩ ના સમાપ્તિના દિવસે નવાણુ અભિષેકની પૂજા અને શેઠ નાનાલાલ રતનચંદ ચંદુલાલ તરફથી ફળ નૈવેદ્યનો વરઘેડે ઘણાજ ઠાઠમાઠથી ચઢાવવામાં આવવા ઉપરાંત ચારસો માણસોનો ઉપશ્રિય મારફત - જમણવાર કરવામાં આવ્યું હતું આ ઉત્સવમાં હજારેકને સવ્યય થયેલ હશે. મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ, “શારદા મુદ્રણાલય.” જુમામજીદ સામે-અમદાવાદ પ્રકાશક-ભેગીલાલ સાંકળચંદ શેઠ. “જેનધર્મ વિકાસ ઓફિસ જૈનાચાર્યશ્રી
- વિજયનીતિસૂરિશ્વરજી વાંચનાલ્ય. ૫૬/૧ રીચીરોડ-અમદાવાદ