________________
૧૯૪
જેને ધર્મ વિકાસ
- પ્રોફેસરના અંગ બળના ગજબનાક પ્રયોગ જોઈ પ્રેક્ષકજનોના આગ્રહથી પંડિત બંસતકુમારે તેમના મહાન પ્રયોગોની પ્રશંસા કરતાં, જણાવ્યું કે આ બધા પ્રયોગોમાં કોઈપણ સાધન કે એક માણસ પ્રોફેસરનું પોતાનું નહોતું, પણ દરેક સાધનો અને માણસો વાંકલીમાંથી પચે એકઠું કરી આપેલ હતું, જેથી આ પ્રગમાં કઈ પણ જાતની પ્રોફેસરની કરામત, નજર બંધી, કે કુનેહ નથી પણ માત્ર અંગ બળની કસરતજ છે. અને તેની કદર નાસી તરીકે વાંકલી પંચ તરફથી મને જાહેર કરવાની સુચના થયેલ છે, કે પંચ તરફથી સુવર્ણ પદક તેમને અપર્ણ કરવામાં આવશે. જે સાંભળી ભાનમાં આંનદ પ્રસરી રહ્યો હતે.
આખા જૈન સમાજમાં આવા અંગબળના પ્રયેગો કરી અનેક રાજા, મહારાજા, નવાબ, કે જાહેર સંસ્થા, સંમેલને, અને સંઘે તરફથી સૂવર્ણ પદકે મેળવનાર આ એકજ વ્યક્તી હોવાથી સમાજને ગૌરવ લેવા જેવું છે, અને તેથી પત્રકાર તરીકે અમે તેમને અયુદય ઈચ્છવા સાથે દીર્ધાયુષી થાઓ એમ પ્રાથએ છીએ.
તંત્રી સ્થાનેથી રાધનપુરની સામાજીક સંસ્થાઓનું અવલોકન.
વર્ધમાન તપ અને આયંબિલ ખાતાનું દિગ્દશન.
જૈનાચાર્ય વિજયધર્મસૂરિશ્વરજી મહારાજના શિષ્ય પં. ભક્તિવિજયજી ગણીવર્ય સં. ૧૯૮૦ની સાલમાં રાધનપુર પધારતાં, વ્યાખ્યાનમાં કર્મની નિર્જર કરનાર મહામંગળકારી વદ્ધમાન તપના આયંબિલ કરાવવાનું ખાતું ખોલવા ઉપદેશ આપતાં, અને ઉત્સાહિ કાર્યવાહક મળતાં, તેમજ આર્થિક મદદ આપનારાઓનો ઉત્સાહ જોતાં આ બાબતનો સં. ૧૯૮૦ની પિસ વદિ ૭થી પ્રારંભ કરી તિથીએ આદિ નેધવાનું યોગ્ય બંધારણ યોજી સંસ્થાની સ્થાપના કરી.
સંસ્થાની સ્થાપના એવા શુભ મુહૂર્ત થયેલ કે જેથી તે દિનપ્રતિદિન વૃદ્ધિ પામતી જવા સાથે, આજે સંસ્થા પાસે પિતાનું સ્વતંત્ર મકાન હોવા ઉપરાંત સીતેર હજારનુ નિભાવકુંડ છે. વળી ખર્ચ કરતાં આવક વધુ હોવાથી તપના ઉદ્દેશવાળી અન્ય સંસ્થાઓને પિતાના ફંડમાંથી આર્થિક સહાય આપી પ્રોત્સાહન આપી રહેલ છે, એ આ સંસ્થામાં એક વિશિષ્ટા છે.
સંસ્થાએ પિતાની કાર્યવાહિની જનતાને ખ્યાલ આપવા માટે અત્યાર સુધિમાં બે રીપોર્ટ બહાર પાડી, સં. ૧૯૮૦ના પોસ વદિ ૭થી સં. ૧૦ના આસો વદિ ૦)) સુધિનો સંક્ષિપ્ત અહેવાલ સમાજના ચરણે ધરેલ છે, અને ત્યાર પછીથી તે ગત સાલના આ વદિ ૦)) સુધિને રિપોર્ટ તૈયાર થઈ રહેલ હોઈ, ટૂંકા સમયમાં પ્રકાશન કરાવી સમાજના ચરણે ધરાશે એમ તપાસમાં જણાય છે.
સંસ્થાની સ્થાપનાને અઢાર વર્ષ થયા છે. તે દરમિયાનમાં પોણાત્રણ