________________
પ્રિ. શાહને સુવર્ણપદકની ભેટ
૧૯૩ પ્રોફેસર, શાહને વાંકલીને પંચ તરફથી
સુવર્ણ પદકની ભેટ. જૈનાચાર્ય વિજયનીતિ સૂરિશ્વરજી મહારાજની શારીરિક સ્થીતિ નરમ હોવાથી, તેમની સુખસાતા પુછવા મહારાજશ્રીના પરમ ભક્ત પ્રોફેસર કે કે. શાહ પાટણવાળા અત્રે પધારતાં, તેઓશ્રીને પિતાના અંગબળના પ્રયોગો કરી બતાવવાની જિજ્ઞાસુઓ તરફથી માંગણી થતાં, ફાગણ સુદિ ૧૪ તા ૧૨-૩–૪૧ ને સહવારના નવ વાગે ધર્મશાળાના બહારના ચોગાનમાં પ્રયોગો કરી બતાવવાની જાહેરાત થતાં, ગામ પરગામના લેકેથી ચગાન ઉભરાઈ રહેવા ઉપરાંત શિવગંજ, સુમેરપુરથી અધિકારી મંડળ પધારેલ હતું.
શરૂઆતમાં પ્રોફેસરે પિતાને આ સ્થતિએ પહોંચવામાં સહાયક થનાર રાધનપુરના નવાબ સાહેબની પ્રશંસા કરી, પ્રયોગને પ્રારંભ કરતાં પ્રથમ પિતાના હાથ ઉપર ચાલીશેક મણ વજનની પથ્થરની શિલાઓ મુકાવી, તેના ઉપર નાને કડકે રખાવી લેઢાના ઘણથી ગામને માણસ પાસે ઉપરના પથ્થરના કડા કરાવી, શિલાઓને પથ્થર નીચેના હાથથી ઉઠલાવી પાડવાને, કમ્મર, હાથ અને પગને લોઢાની સાંકળ બાંધી તે સાંકળ અંગ વિકસાવી તોડી નાખવાને, લોઢાના પાટાવાળા પૈડાનાં ગામડીયા ગાડા ઉપર વીસેક માણસને બેસાડી તે ગાડું પિતાની જ ઉપરથી માણસો પાસે ખેંચાવી પસાર કરાવવાને, બે પાટે વચ્ચે અંતર રાખી વચમાં ઉઘાડી અણુ શુદ્ધ તરવારો ઉભી રખાવી, પીઠનો ભાગ બન્ને પાર્ટી વચ્ચે રાખેલી તલવારની ધારો ઉપર રહે તેવી રીતે ઉઘાડા શરીરે સુઈ રહી, છાતી ઉપર દશેક મણને પથ્થર મુકાવી તેના ઉપર નાનો પથ્થર મુકાવી લોઢાના ઘણથી ગામના લેકે પાસે કકડા કરાવવાને, હાથના કાંડાએ રસી બાંધી તેને આઠેક માણસે વળગાડી હાથ નીચે કરાવવા આદિ પ્રયોગો કરી જનતાને હેરત પમાડી દીધા હતાં. પ્રોફેસરની ઈચ્છા ચાલતી મેટરને અટકાવવાના, તેમજ નાગી તલવારે વચ્ચેના કેટલાક પ્રયાગાદિ કરવાની હતી, પરંતુ કમનસીબે પહેલાજ, હાથ ઉપર પથ્થર ભગાવવાના પ્રયોગમાં ભાગેલા પથ્થરને અણુ શુદ્ધ એક કકડે તેમની ઉઘાડી પીઠ પર પડતાં, તે કકડાની અણી પીઠમાં ઘુસી જતાં દેઢક ઇંચ ઉડે જખમ થયેલ, છતાં ઉત્સાહના વેગમાં ઉપરોક્ત પ્રયેગે વહેતા લેહિ વચ્ચે ચાલુ રાખવાથી શરીરને વધુ પ્રમાણમાં જેર આવતાં. જખમમાંથી લેહી મોટા પ્રમાણમાં વહેવા માંડયું, અને તેના લીધે જખમની ઊંડાણ વધતી ગઈ. પરંતુ સારા નસીબે તે દરમીયાન શિવગંજથી ડોકટર સાહેબ કુટુંમ્બ સાથે જોવા માટે આવી પહોંચતાં, તેઓશ્રીએ જખમ જોતાની સાથેજ પ્રયોગે બંધ કરાવી “આવ્યા મળવા તો બેસાડ્યા દળવાની કહેવતાનુસાર પ્રોફેસર ના પ્રાગ જેવાના બદલે તેમના જખમનું ડ્રેસીંગ કરી પાટે બાંધી સેવા કરવી પડી, એજ સિદ્ધ કરી આપે છે કે “મનુષ્યનું ધાર્યું કાંઈ થતું નથી.”