SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ જૈન ધર્મ વિકાસ મન સાગરનાં મોજાં. લેખક-બાપુલાલ કાલિદાસ સંઘાણી. “વીરબાલ. (ગતાંક પૃ ૧૬૪થી અનુસંધાન) પરમ આત્માઓ થયેલી ભુલના પશ્ચાતાપ પછી જિંદગીમાં એવી ભુલ થવા દેતા નથી. જ્યારે પામર આત્માઓ પશ્ચાતાપ પછીની બીજી જ પળે એથીયે ગંભીર ભૂલ કરે છે. એમને પશ્ચાત્તાપની કિંમત નથી. એ પસ્તા વાંઝી રહે છે. બીકણ ડરે છે. અને બીજો ગુન્હેગાર ઠરે છે. ભુલ પછીના આંતરિક પશ્ચાતાપે વિશુદ્ધ થઈ પ્રગતિ પણ થાય છે. અને હદયમાં જે નિરાશા વ્યાપી જાય તે અવનતિ પણ થાય છે. એટલે ભુલ પછી ઉન્નતિ, અવનતિ બંને શક્ય છે. જેવી આત્માની યોગ્યતા યા તૈયારી. - વિકારમાંથી બચવામાટે એકાંત છોડવી જરૂરી છે. એ ખરું છે. પણ એથીયે ખરૂંતે એ છે કે, સ્ત્રી સાથેની એકાંત છેડવી જોઈએ. સ્ત્રી સાથેની એકાંત કરતાં નરી એકલતા ઓછી ભયપ્રદ છે. સત્યને આખરી વિજય છે. પણ એ આખરી પળની રાહ જોવા જેટલી માનવીઓમાં ધીરજ હેવી જોઈએ. માનવહૃદયનું અધેર્યજ સત્યની હાર જોઈ લે છે. અને નિરાશ થઈ અસત્યને વિજ્ય. અને વિજયગાન સ્વીકારી લે છે. આત્મિક કે સંસારિક સામગ્રી પુરાં મુલ્ય ચૂકવ્યા વિના પ્રાપ્ત થતી નથી. ઉમદા સામગ્રી પ્રાપ્ત કરવા હલકાં વિચાર, વાણું, અને વર્તનની શહાદત કરી ફનાના પથ પર આગેકદમ કરવી પડે છે. અને શુદ્ર સામગ્રીને જીવનમરણને ખેલ સમજનારને ઉંચે પગથિયેથી નીચે ઉતરવું પડે છે. એ ભાઈના લેહીથી હાથ રંગતાં ન ખમચે. અન્યની વેદનાની એ પરવા ન કરી શકે. એ લુંટવા રાક્ષસ પણ બને. ને કામ કઢાવવા ખુશામતી કીટ પણ બને. અને પિતાના કલેજામાં ભક્તી અશાંતિની આગ કે. અણપછી વેદના પીછાનવા એ ન થોભી શકે. સિહ મૌન સેવે છે, કુતરે ભસે છે. સિંહ શત્રુની સામે થઈ એક હમલે પરિણામ લાવે છે, કુતરે પ્રહારની વસ્તુને ચાટે છે. એક જીવન યુદ્ધ ખેલતાં મરે છે. ને બીજો પેટ ઘસીને મરે છે, બરાબર આવી જ સ્થિતિ. જીવન વીર અને જીવતાં મુર્દીની હોય છે. આપણે કેશુ? જેન. જેન કેમ કહેવાઈએ ? જિનના ઉપાસક માટે. જિન એટલે? વિજેતા. જીતનાર. કેને જીતનાર ? શત્રુને, શત્રુ કોણ કહેવાય ? આપણા વિકાસમાં ખલેલ કરે છે. તમે શત્રુ કોને કહો છો ? બાહ્ય અને આંતરિક અરિહંત તેજ કહેવાય કે જેણે બાહા અને આંતરિક શત્રુઓને જીત્યા હોય? હા! આવા વિજેતાને શત્રુ હોતા નથી. ત્યારે તે જેન એટલે લડાયક ખમીર. વિજયને પંથે વિચરનારે એમજને? હા! ત્યારે અત્યારે જે કહેવડાવી “લડાઈ શબ્દની આભડછેટ પાળનાર જૈન કહેવાય? એને જવાબ શું આપું?
SR No.522506
Book TitleJain Dharm Vikas Book 01 Ank 06
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1941
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy