________________
“પર્યુષણકી ભેટ ને જવાબ
“વર્ણવી મેટ, નો જવાબ. (રાવસાહેબ શ્રીકૃષ્ણલાલજીની માન્યતાઓનું અવલોકન) લેખક:-મુનિરાજશ્રી પ્રેમવિમળાજી મહારાજ અજમેર
(અંક ૪ પૃ, ૧૩૭ થી અનુસંધાન) આ પ્રમાણે જે પિતાની જાતને સનાતન હિંદ તરીકે ઓળખાવતાં હાય, છતાં તેઓ સુવરજાતના જાનવરનું માંસ ખાવામાં તથા ગરીબ માણસને શુદ્ર માની હલકા ગણવામાં કલ્યાણ સમજે છે. તેઓને મુસ્લીમ અને ઈસાઈઓથી પણ અધમ માનવામાં આવે તો તેમાં કૃષ્ણલાલજી કઈ જાતને ગુન્હ અને દેષ સમજે છે. તેનો ખુલાસો થવો જરૂરી છે.
જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ “લેક્તત્વ નિર્ણય ગ્રંથમાં મધ્યસ્થ દષ્ટિએ જણાવે છે કે
प्रत्यक्षतो न भगवानृषभो न विष्णुः आलोक्यते न महेश न हिरण्यगर्भ: तेषां स्वरुपगुणमागमसंप्रभावा
इज्ञात्वा विचारयथ कोऽत्र परापवादः અથ જૈન ધર્મના પ્રવર્તક રૂષભદેવને ત્થા વિષ્ણુ, મહાદેવ, કે બ્રહ્માને પણ આપણામાંથી કોઈએ. પ્રત્યક્ષ દેખેલ નથી, ફક્ત તેઓનું સ્વરૂપ અને તેમના ગુણે જેન ત્થા વેદ, સ્મૃતિ, કે પુરાણ ઉપરથી જાણી તેમની યોગ્યતા અગ્યતાને વિચાર કરીએ, તે કદાપી નિંદા કરી છે તેમ કહી શકાય જ નહિ. વળી મહર્ષિ આગળ જતાં કહે છે કે.
विष्णुः समुद्धतगदायुद्ध रौद्रपाणिः शम्युललग्न वशिरोऽस्थिकपालपालि अत्यन्त शान्त चरितातिशयस्तु वीरः
कं पुजयाम उपशान्तम् शान्तरुपम् । અર્થ_વિષ્ણુજી હાથમાં ગદાનું શસ્ત્ર લઈને કોઈને મારવા તૈયાર થયેલ હોય તેવા ભયંકર દેખાય છે. અને મસ્તકની પરીઓની માળા ગળે ધારણ કરવાથી મહાદેવજી ભયાનક દેખાય છે. ત્યારે જીનેશ્વરદેવ બહુજ શાન્ત વૃત્તિના પરમ ભેગીના સ્વરૂપને ધારણ કરી બેઠા છે. તે હે સજ્જને ! એક તસ્ફવિકરાળ સ્વરૂપ મૂર્તિ અને બીજી તરફ શાંતિમય પ્રભુની પ્રતિમા છે. આ બન્નેમાંથી આપણે કેની સેવા-પૂજા કરવી તેને વિચાર કરી તમે અમને જણાવે? કૃષ્ણ લાલજીએ સમજી લેવું ઘટે કે જ્યાં આ પ્રમાણે ગુણાનુરાગી બનાય છે. ત્યાં જ સાચી સમદષ્ટિઉન્ન થાય અને કલ્યાણને માર્ગ સાધી શકાય એ નિધિવાઇ છે.