________________
જૈન ધર્મ વિકાસ મૂર્તિ પૂજાના વિરોધમાં”....
આ લે. યુનિ. ન્યાયવિજયજી. (ઉદેપુર) આજે જૈન ધર્મમાં એક સંપ્રદાય એવો છે જે મૂર્તિપૂજા નથી માનતે. એ સંપ્રદાયના ઉપાસકે અને તેના ધર્મગુરૂઓ એમ કહે છે કે અમે મૂર્તિપૂજા નથી માનતા, પરંતુ વાસ્તવિક રીતે જોઈએ તો તેમનું એ કથન અર્ધ સત્ય છે. મૂર્તિપૂજાનો વિરોધ કરવા છતાં તેઓ બીજી રીતે મૂર્તિપૂજા કરી રહ્યા છે. વાસ્તવિક રીતે જોઈએ તો સ્થાપના નિક્ષેપ વસ્તુજ એવી છે કે તે માન્યા સિવાય કોઈને ચાલે તેમજ નથી. 1. પિતાને અભિષ્ટ કઈ પણ પુજ્ય પુરૂષનું સ્મૃતિ ચિન્હ એ સ્થાપનાજ છે, પછી એ ચિન્હ તેની વાણુરૂપે હોય, તેમના ચિત્રરૂપે હોય, શરીરના એકાદ અંગના સ્મરણરૂપે હોય કે તેમના નામ પાછળ બનાવેલ સમાધિ સ્થાપના વગેરે રૂપે હોય, પરંતુ હરકેઈ રીતે સ્મૃતિચિન્હ રાખવું એ બધાને સ્થાપના નિક્ષેપમાં જ સમાવેશ થાય છે.
મૂર્તિપૂજાને વિરોધ કરનાર જ્ઞાનની આશાતના ન સમજી શકે, પરંતુ સ્થાનકવાસી ભાઈએ તેમને માન્ય આગમ બત્રીસીની આશાતના કે અવિનય કદી નહિ કરે. તેમજ તેની આશાતના કે અવિનયને કદી પણ નહિ સાંખી શકે. - તેમજ જંબુદ્વીપના નકશાથી કે ચૌદરાજ લોકના ચિત્રથી તર્ગત ભાવનું જ્ઞાન મેળવનાર કેમ કહી શકે કે અમે મૂર્તિપૂજા નથી માનતા. - હમણાં હમણું સ્થાનકમાગી સંપ્રદાયના વિદ્વાન ગણાતા સાધુઓના ફોટાઓ તેમના પુસ્તકમાં મુકાય છે, અને નીચે નેટ–ોંધ પણ મુકે છે, કે પરિચય માટે આ ચિત્ર છે. ત્યારે એટલું તે સિદ્ધ થાય છે કે ચિત્રથી અસલ વસ્તુને પરિચય થાય છે. એ ચિત્ર જેવાથી પ્રેક્ષકને ચિત્રગત સ્થાનક માર્ગ મુનિજીના જીવનચરિત્રને ભાવ આવે છે, અને એમ થતાં તેને વૈરાગ્ય કે ભક્તિ જરૂર ઉપજે છે.
આવી જ રીતે સ્થાનકવાસિ મુનિરાજોના મૃતદેહને ભાવને અગ્નિદાહ દેવાય છે, અને સાથે જ સમાધિસ્તૂપ, પાદુકા, સમાધિ મંદિર આદિ બનાવાય છે.
બાદમાં સ્થાનકમાર્ગ સાધુ અને આર્યા-સાધ્વીઓના સ્તૂપ છે. ત્યાં . વર્ષમાં એકવાર ધુપ-દીપ-માલા-નેવેદ્યાદિ ચઢે છે.
અંબાલામાં પણ સ્તૂપ છે આગ્રામાં સ્થાનકમાર્ગિ સાધુ સાધ્વીની પાદુકા છે. આવી જ રીતે મારવાડનાં અનેક ગામમાં સમાધિસ્તુપ અને સ્મરણસ્થાને છે.