________________
ધર્મે વિચાર
૧૯
ધર્મે વિચાર
લે. ઉપાધ્યાય શ્રીસિદ્ધિમુનિજી. (૧) “મહાવીરે' ને જન્મ એજ સાચો વીક' છે. માતા-પિતાના હૃદયર્નેહને તેઓ જ ઝીલી સાચી રીતે જીવી શકે છે. ગર્ભકાળમાંથી જ એ પરમવીરેનું “પુહર્ષિદ' જીવન શરૂ થાય છે અને એ જીવને જ સતત જીવતાં તેઓ “જીવનમુક્ત” અને “પરમમુક્ત બને છે.
મહાવીરે” ના જીવનની એ અતિ પ્રાથમિક દશામાં, કવચિત જગન્માતાના સ્નેહ તરફ કૃતજ્ઞતાની અતિશયિતા જોવામાં આવે, પણ ત્યાં મેહકે રાગ નથી. એમાં કેવલ અખૂટ કરૂણા અને ઉચિતતા જ છે. ત્યાં લાભ અને લક્ષ્મી મેળવવાનાં નથી. સ્વેચ્છાથી જ તે ત્યાં ખેંચાઈ આવે છે. આમ છતાં એ મહત્તાને ઈરાદે ફેરવતાં અને ઉદાસીનતા ધારણ કરતાં આવડે છે. કારણ કે એને કયાંયે આગ્રહ કે અભિમાન હોતાં નથી. ત્યાં કુદરત પર કાબુ ધરાવવા જેવી શક્તિ છે, છતાં કુદરતને અનુસરવામાં આનાકાની થતી નથી. લૌકિક વીરેમાં આવેશને ઉદ્દભવ હોય છે. ત્યાં કદિયે આવેશને ઉદ્દભવ થતો નથી. કારણ કે ત્યાં મહાવીરતા–મહાન જ નહિ પરંતુ પરમવીરતા છે. ત્યાં યુદ્ધના બાહ્ય દેખાવ થતા નથી પણ આત્યંતર–આંતરિક શક્તિનું સાચું ઉમદા યુદ્ધ લડાય છે. આવા આધ્યાત્મિક દ્ધાની–મહાવીરની આગળ સર્વ જગત પિતાનું શિર ઝુકાવી સદા નમેલું જ છે.
(૨) સંસારમાં જન્મ મરણને પ્રશ્ન ઘણું જ મહત્વનું છે અને તેને ઉત્તર પણ એટલે જ અટપટો છે. પ્રત્યેક વિચારકને એની અપાર ગહનતા સમજાઈ છે. જબરી ગડમથલમાં જીવનારાઓને પણ કોઈ સમય એ પ્રશ્ન અકસ્માત્ ઉપસ્થિત થઈ ઘડીભર ગુંચવાવી–મુંઝવાવી દે છે. હરકોઈ મીમાંસક આ પ્રશ્નને જવાબ શોધી કાઢી પ્રત્યુત્તર વાળવા કાંઈને કાંઈ મીમાંસાને બાને પ્રયત્ન કરતે જેવામાં આવે છે, કારણ એ જવાબમાં ઘણી જ ગૂઢતા રહેલી છે. જગતના સર્વ તાવશોધકે એ પ્રશ્નને જવાબ મેળવી જગતની આગળ ધરવામાં સ્વ કે પરહિત સમાયેલું માને છે. આમ છતાં એ જન્મમરણના પ્રશ્નને ભાગ્યે જ કોઈ પાર કરી શકાય છે. વિવિધ વાદે એકાન્તાક્ષાગ્રહી બની એ પ્રશ્નનો ઉત્તર મેળવી શક્યા નથી.
ચાર્વાકે–ભૌતિકવાદીઓ ચુકે છે–ભૂલે છે એમ કહેનારા ક્ષણિકાદિવાદીઓ કાંઈ ઓછું ચુક્તા–ભૂલતા નથી, અને ભૂલનારા જન્મમરણના રહસ્યને શી રીતે શોધી શકે? કોઈક “મહાવીર જ જન્મને જાણે-મરણને જાણે છે. તે તેનાથી મુંઝાતો નથી અને વીરતાથી તેને જીતે છે. જગતમાં ખરે વિજેતા તે જ છે કે જે જન્મમરણ પર વિજય મેળવે. એ વિજય મેળવવામાં જ “મહાવીરેને આબાદ શાંતિ નિર્વાણ છે.