________________
૧૮૮
- જૈનધર્મ વિકાસ
-
પ્રકારની પરમાત્માઓને અંગ રચના કરાવવામાં આવતી, તેટલું જ નહિ પણ અષ્ટાહનીકા મહત્સવનો પ્રારંભથી મહેમાને માટે શેઠ શ્રી તરફથી રોલવામાં આવેલ, જેનો લાભ દરરોજ બે હજાર માણસે લેતા, વધારામાં ફાગણ સુદિ ૧૦ ના નૌકારસી અને ફાગણ સુદ ૧૧ ના ગામની અઢારે આલમને જમાડ"વામાં આવેલ હતાં.
ફાગણ સુદ ૧૧ ના મંગળ પ્રભાતે માળા પરિધાન ઉત્સવ હોવાથી, માળા પહેરનારાઓનાં કૌટુંબીજનેના જુથો સૂર્યોદયથી ધર્મશાળાના ચોગાનમાં ઉભરાઈ રહેતા, ધર્મશાળામાં ન સમાવાથી બહારના ચેગાનમાં ટોળે ટોળાં વળી ઉભા રહ્યા હતાં, આચાર્ય વિજ્ય હર્ષસૂરીજીએ ગુરૂદેવની આજ્ઞા મળતા આઠના સમયે કીયા કરાવવાની શરૂઆત કરી, કીયા સંપૂર્ણ થઈ રહ્યા બાદ બાળ બ્રહ્મ ચારી આચાર્યદેવ શ્રી વિજ્યનીતિ સૂરીશ્વરજીએ પહેલી માળા મંત્રીને આપતાં, તે માળા શેઠ હજારમલજીના બાળ વિધવા પુત્રવધુને તેમના ભાઈએ વાંજીત્રોના સરોદો વચ્ચે પહેરાવ્યા, બાદ એક પછી એક ઉછામણુવાળાઓએ માળા પહેરાવવા માંડી, જે વિધી એક વાગ્યા સુધી ચાલ્યા બાદ માળા પહેરનારાઓ વાંજીત્રો સાથે ગામના જીનાલયે આડંબર પૂર્વક દર્શન કરી, પિત પિતાના સ્થાને વિખરાયા હતાં.
આ ઉપધાનમાં ધ લેવા લાયક્ત એ છે કે તપ-આરાધકે ઉત્સાહ પૂર્વક આવા તપની આરાધના કરી શકે, તે માટે શેઠ શ્રી અને વાંકલી પંચે દરઅંદેસી વાપરી અન્ય ઉપધાનની માફક તપ-આરાધક ઉપર કેઈપણ જાતને આર્થિક બોજો ન પડે, તે લક્ષમાં રાખી કઈ પણ પ્રકારને ખરડો (ચંદો) ન કરવા ઉપરાંત ગુરૂદેવને વિરોધ હોવા છતાં પંચે હઠાગ્રહ કરી નાણુને ન કરે માત્ર રૂ. ૬-૪-૦ માળ પહેરનારને અને રૂ ૩-૮-૦ પાંત્રીસુ તથા અઠાવીસુ વહન કરનારને લેવામાં આવેલ, એટલુજ નહિ પણ તપસ્વીઓની, ભાવીક આત્માઓ સહેલાઈથી ભક્તી કરી શકે તે માટે છસો ઉપરાંત આરાધકે હવા છતા ટેળીને નકર રૂ ૨૨૫, પંચે ઠરાવી, તપ આરાધકોને આ ઉપધાન કરાવનાર શેઠશ્રીએ અને વાંકલી પંચે પુષ્ટી આપવામાં ઘણું કરી બતાવેલ છે. અમે ઈચ્છીએ છીએ કે આર્થિક બોજા વગરના તપની આરાધના કરાવનારા ભાગ્યશાળીએ નીવડે, અને તેવા ઉત્સાહિ પુન્યાત્માઓને તપની આરાધના કરી તપસ્વીઓ પોત્સાહન આપે.
આ પ્રસંગને શોભાવવા આખા ગામને કબાન અને ધ્વજ પતાકાઓથી શણુઘારવા સાથે પેટ્રોમેક્ષબતીઓથી ઝગઝગાટ કરી મુકેલ હતું, આ ઉત્સવમાં આજુ બાજુની દસેક હજાર ઉપરાંતની મેદની જામી હાવા, છતાં તેની વ્યવસ્થા જુદા જુદા સ્થળોના સ્વયંસેવક મંડળોએ ઘણી સારી રીતે જાળવી હતી. અને તે સેવાભાવી સંસ્થાઓને શેઠશ્રીએ સારી ભેટ આપીને તેમની કદર કરી હતી.