________________
જૈન ધર્મ વિકાસ.
સુગંધિત, સુડેળ, સુધમી, નિહાળ્યાં વિદ્યાનનાં સર્વે કુલડાં. પણ મન ઠર્યું છે એકજ પુપે, નિલેપ છે જે સાધુવર સમું, અતુલિત, અવર્ણનિય, અદ્ભુત, જુલે છે આત્માનંદે એક સરખું,
રખ્ય સવરના અંતરે रे पभिनीपत्र ! भवच्चरित्रं, चित्रं प्रतीमो वयमत्र किंचित्त्वं पङ्कजन्मापि, यदच्छभावादपि स्पृशस्यम्बु न पङ्कसङ्गी
જલમાં વસેને જલ ન ભીંજવે, ગમે છે ચિત્તને એ રમ્ય સુમન કમળ. મને તે ગમે છે કમળજ; કારણ? કારણ કર્યું, સાધુજન ! ધર્મદેશના અર્ધનાર તિર્થંકરદેવ વિચરે નવ સુવર્ણકમળે; કેવળીજને વિરાજે કમળાસને ને વિકસાવે ભવિજનનાં આત્મકમળ. સ્થાન પામો વીતરાગદેવ એ વિકાસિત હૃદયકમળે. અહર્નિશ ધ્યાન હો નવપદનું એ જ્ઞાનકિરણે વિકસિત આત્મકમળે. હંસ સમાં જ્ઞાનીજને તે સદા આનંદ પામે ધર્મરૂપી કમલાકરે પ્રાણીમાત્ર ધરે હૃદયકમળ, છતાં અધખીલ્યાં રહે કેઈકનાં ધર્મના પૂર્ણ પ્રકાશના અભાવે. ને સંપૂર્ણ વિકસે છે કેઈક, ભાગ્યવંત ધર્મવિકાસવાંછુઓનાં, દેષારેપણથી આલ્હાદ ન પામે તેજ-હર્ષપ્રેમી રમ્ય કમળ,