________________
જનધર્મવિકાસ.
1 અંક ૨ જે
શુકલા પ્રતિપદ : માર્ગશીર્ષ, સં. ૧૯૯૭.
ધર્મવિકાસી સુમન. રચયિતા. મુનિ હેમેન્દ્રસાગર
વિશ્વઉદ્યાન બહેલી રહ્યું પુષ્પલતાવલીઓ કયું પુષ્પ દીલ રીઝવશે? કયું સુમન આત્માનંદે ડોલાવશે, આત્મદેવ? માલતી, શિરીષ, ગુલાબ કે ચંપ? જાઈ, કેતકી કે મસ્ત મેગરે? પુષ્પ પરિમલ પમરાવી આકર્ષે સર્વને, નાસિકા રીઝે ને નેત્ર પ્રફુલ્લે.
ક્યાં ભાવ જેડશે, આત્મદેવ? વિશ્વોદ્યાનમાં નથી સરખાં સર્વ કુલડાં, વિધવિધ રંગતે ભર્યા. વિધવિધ સુરભિયુક્ત છે કુસુમે, સર્વદા ઓછાવત્તાં આકર્ષક. ગુલાબમાં દષ્ટિ કરે છે, મુજ, આત્મન્ ? ના, ના, કેમ ઠરે ત્યાં નયને? નથી અલ્પ પણ તૃપ્તિ, ત્યાં નયનને કે હૃદયને. પુષ્પ તે એવુંજ ચાહું જે, અન્યને કરે ઘેલાં છતાં સ્વયંનિલે પ. સુમધુર, સુકમળ, સુમનહર, સુલલિત, સુગુણાલંકૃત, સુરેખ,