________________
i=2I
-
- - EZAMEANZANITE ZAZATEZA
ETV NEW
|||II
છે અર્થ
E ENGINE IN - TEA /ECI/EN
'
II રો WIFE ENTIRED i[ YE IIB S = hui HwEJસા
EIN
Eial
?
NiI]
કેટલીયે વેળા ધરતીકંપના આંચકા વિના માનવીની આંખ ખુલતી નથી. શુકલ પ્રતિપદાના આજ નવલ પ્રભાતે સ્વામી ગૌતમની જ્ઞાનદ્રષ્ટિ ખુલી, પણ તે કયારે, પ્રત્યે મહાવીર દેવ ? આપના નિર્વાણ પછી, દેવના વિયોગમાં મૃત્યુના વર્તમાન શ્રવણ કર્યા ત્યારે!
કટોકટ ત્રાજવે એવીજ “વિકલ ભ્રમદશા” સમાજમાં આજે પ્રવર્તી રહી છે. આપના શાસનની પુનિત જ્યોત આજે ખાઈ રહી છે. અનુયાયીઓનું વર્તુળ ટુંકાતું જાય છે. અને એ સાંકડા પરિઘમાંયે, અજ્ઞાન, કલહ, આર્થિક ભીંસ ખદબદી રહ્યાં છે. સામર્થ્યવંતા શાની ગૌતમ મૃત્યુ આઘાતને ઝીલી ટટાર રહી શક્યા, એ વહાલા દેવ! એવી જ આપના શાસનની વિષમ દશાના ધરતીકંપને ઝીલી અમે સ્વાથ્ય મેળવી શકશું કે ?
આંચકાની ચેતવણું ના સુણનારના ભુક્કા બોલી જાય છે. પ્રભુ ! આ અણુને ટાંકણે અમારાં મેંહ, અજ્ઞાન, કલહનાં પડળને પીંખવાનું સામર્થ્ય ફાલતું કરે, વહાલા દેવ! અમને આપના શાસનની જીવંત જ્યોત ઝગમગી ઉઠી, આજના પ્રલયના મુકામે ધસતા વિશ્વને જીવનમાર્ગ અજવાળે એવા રાહે પ્રયાણ કરવાની શક્તિ, સામર્થ્ય, ધીરજ અને સુજ્ઞતા અપે.
પવિત્ર ભાવનાઓને દ્રશ્ય કરવાનું અમારામાં સાહસ જન્મે એજ અભ્યર્થના વહાલા દેવ ! !