________________
જન્મ દિને.
જન્મ દિને.
નુતન વર્ષને વહાણે જૈન સમાજને આંગણે આવી ઉભતાં, અમને ભારી આનંદ થાય છે. વિશ્વ પરિવર્તનશીલ છે. એકજ સ્થળે ઠરીને ઠામ બેસવું કોઈને શકય નથી. તેમ હરએક ગતિ કાંઈ વિકાસ ભણી જતી નથી. કાં ગતિ પર પ્રભુત્વ જમાવે યા ગતિના ફેરમાં હડસેલાઈ કુરચે કુરચા ઉડી જાઓ, સુજ્ઞોએ સવિવેક ચોગ્ય રાહ શીદ ગ્રાહ્ય ને ગણવો,
જૈન સમાજ આજે વિષમ પરિસ્થિતિ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. દિશા શુન્યતા છવાઈ નયન તેજને આવરી લે છે. આ ઘડીએ એક વિરાટ દોરકની-સમાજના વિકાસ પથને ઉજાળનાર મશાલચીની કોઈ દિવસ ન્હોતી એવી મહાન અગત્ય ખડી થઈ છે. એવા વિરાટ માનવીની રાહ જોતાં અમે અવેજીમાં પ્રાપ્યશક્તિ સમાજને ચરણે આ માસિક વડે ધરવા ચાહી છે. બાલ બ્રહ્મચારી જૈનાચાર્ય શ્રી વિજયનીતિસૂરિશ્વરજીના પ્રશિષ્ય પંન્યાસજી શ્રી કલ્યાણવિજયજી મહારાજ અમારા પ્રેરક અને દરક છે. વિશાળ જૈન સમાજના આશિર્વાદ અમે માગીએ છીએ. '
ધાર્મિક અને સામાજિક પ્રશ્નોની વિચારણા નિષ્પક્ષતાથી સ્વતંત્ર અને નિડર રહી ન જનતા સમક્ષ કરવામાં આવશે. કોઈપણ પક્ષનું વાજિંત્ર બનશું નહિ. એક અમારોને અન્ય પારકે એવી વૃતિ અમે બતલાવશું નહિ. સાહિત્ય રસિક જનતાને સંતેષ આપવા. વિરાટ ભાવના અને વામન સાધને વચ્ચે વસતાં શકય એટલો પ્રયત્ન કરીશું.
સમાજ આશીશ અને ઉત્સાહ આપે, સહકાર આપીઅમારા આહમાં અળખેરે. એ અમારૂં શક્તિ બાહય અમારી સેવા ભાવનાને ઓર ઝલક આપશે એ ભાવના સાથે જૈન સમાજના ખળભળતા મહા સાગરમાં સાહસ કરી અમારી આ નાનકડી નાવડી સરકતી મેલીએ છીએ. તમ સૈના ઉત્સાહ એની જીવનયાત્રા સફળ બનો.