SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ફેરફાર કર્યાં છે. આ કવિનુ' પ્રયેાજન મહાભારતના આ પર્વતે આધારે કથાનકના મુખ્ય દાર જાળવીને કથાપ્રસંગો વર્ણવી જવાનું છે, પર`તુ કવિની શક્તિના પરિચય બહુ જૂજ પ્રસંગમાં જ થતા દેખાય છે. આ કૃતિ વિષે એક બીજી નૈધપાત્ર હકીક્ત તે એ છે કે મધ્યકાળમાં તે વિવિધ રૂપમેળ છંદમાં રચાઈ છેઃ તેમાં આવતા અલંકારા માટે ભાગે રૂઢ છે. તેમ છતાં આ કૃતિમાં કવિએ કરેલા લેાકેાકિતના વ્યાપક પ્રયાગ ધ્યાન ખેંચનારા બની રહે છે. ‘આાવિત લખમ પાઈ કુણુ ડૅલઈ ' · કિ ભઈ અજાણિ * કલુ નૈવ આજ, અજાણ્ ત ' વાડિ દાજઈ ' ‘દિન સુ... વિવેલિ ન ઘૂંટીઈ, ગરુડ પાંખ નખે નહિ ખૂટી' વગેરે તરી આવતી લેાકેાક્તિ છે સ’પાદકોએ ‘વિરાટપર્વ'માં પ્રગટ થતી પદરમા સૈકાની ભાષાનુ આધુ વ્યાકરણ આપીને અભ્યાસીએને ઉપકારક થવાના પ્રયત્ન કર્યાં છે પરંતુ આ બધી હકીકતા નોંધપાત્ર ગણાવવા છતાં સમગ્ર રીતે કૃતિમાં ઝાઝા રામ નથી જ. સપાએ પણ એ હકીકત સ્વીકારી છે. મધુસૂદન પારેખ ફેરા : રાધેશ્યામ શર્મા, પ્ર. સૂર્યકાન્ત પરીખ, રેખા કો. ઍ. પ્રિન્ટી’ગ એન્ડ પબ્લિશીંગ સેાસાયટી, સીટીમિલ કમ્પાઉન્ડ, કાંકરિયાના।ડ અમદાવાદ-૨૨ આપણે ત્યાં છેલ્લા બારપંદર વર્ષથી રૂઢ નવલકથા લેખનની પદ્ધતિથી જુદા ચાતરીને વસ્તુ તેમજ રજૂઆતના દૃષ્ટિએ નવીન લાગે તેવી રીતે નવલકથા લખવાના પ્રયાગે થવા માંડયા છે. આ પ્રકારની નવલકથાઓમાં ઘટનાએનું જટાજૂથ નહિ પરંતુ ચિત્તના પ્રતિભાવનું આલેખન મહત્ત્વનું હોય છે. આવી નવલકથાએ આત્મકથાનકરૂપે લખાતી હોય છે. અને વિવિધ પ્રતીકા દ્વારા લેખક પેાતાનું વક્તગ્ રજૂ કરે છે. રાધેશ્યામ શર્માની ફેરા' નવીન પ્રયાગ દાખવતી નવલકથા છે, જો કે એને નવલકથા કહેવા કરતાં લઘુનવલ Novelette કહેવું વધુ ઉચિત ગણાય. બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર ’૬૯ ] માંડ ચોર્યાંસી પાનાંની આ લઘુનવલમાં લેખકે લખÀારાસીના એક ફેરા રજૂ કરી દીધા છે, પ્રતીક યોજનામાં લેખકનું કૌશલ સહજપણે ધ્યાન ખેચે છે. ધકો આવ્યા. ગાડી ઊપડી.' એ રીતે કથા આરભાય છે. મતલબકે આગગાડીના પૈડાએ એક ફેરા લીધા અને એ પૈડાના ફેરાની સાથે જ વાર્તાનાયકના વમાન જીવનના ફેરાને લેખકે સયાજી લીધા છે. ગાડાનું પૈડુ પહેલા ફેરા કરે છે ત્યાંથી જ નાયકનું ચિત્ત ભૂતકાળની સ્મૃતિમાં સરે છે અને ગાડી ગતિ પકડવા કરે ત્યાં તેા લગભગ અડધી કથા પૂરી પણ થઈ જાય છે, કથાવસ્તુ સાવ પાંખુ છે. વાર્તાનાયક અને તેની પત્નીને સૂરજદાદાની માનતાથી પુત્ર તેા મળ્યા— ભ' એનું નામ. (આ કથામાં પાત્રાનાં સ્થળનાં નામાના નિર્દેશ સહેતુક નથી. ×વલય જેવા જિંદગીના ફેરામાં એ બધાંનું મહત્ત્વ શું?) એ ભ' મૂગા છે એટલે એની માનતા માનવા નાયક અને તેની પત્ની સૂર્યંમ ંદિરની પૂજાએ જાય છે. ગાડી મુકામે પહોંચ્યામાં છે ત્યાં ડબ્બામાં ‘ભૈ’ ગૂમ થાય છે. પત્ની ખ્ વરી આવરી, સ'ડાસ ગયેલા પતિની લપડાક પામે છે. ગાડી ઊપડવામાં છે; પુરુષ પતિને તમારી સાથે છે તે,' પૂછવા જતાં સાંકળ ખેચવા જાય છે ત્યાં ‘ભુક ભુક કરતું ડબ્બા વિùાણું અટૂલું એન્જિન સામે ચાલી ભેટવા આવતા સૂરજની જેમ ફ્લડ લાઈટ સાથે આંખ પર ધસી આવી પુષ્કળ ધુમાડા ડખ્ખામાં છેાડી ગયું. સાંકળ તરફ ઊચેા થતા મારી જમણેા હાથ ગૂંગળાવા લાગ્યા.' આવું છે વાર્તાવસ્તુ. અંતે ધુમાડાધૂમ્રવલય. લેખક એ પ્રતીકના વારવાર નિર્દેશ કરે છે. જિંદગીને ફરે એટલે ધૂમ્રવલય? સૂરજ દાદાએ દંપતીને દીકરે। દીધા પણ અખેાલ અને એ ખેાલતા થાય તેવી આશાએ એ તીર્થ સ્થાનકે જવા નીકળ્યા તેા એ ‘ભ’ પણ ખાઈ ખેઠાં, યાત્રાને ફેરા નિષ્ફળ? જિં દગીના ફેરાય વિકલ? ભૈ ગયા અને ધુમાડા જ રહી ગયા ? ૩૩૩
SR No.522415
Book TitleBuddhiprakash 1969 09 Ank 09
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy