________________
૧૧.
હ, મહાદેવભાઈની ડાયરી પુ. ૬ સં. શ્રી નરહરિ દા. પરીખ
૬=૦૦ આ પુ. ૭ સં. શ્રી ચંદુલાલ ભગુભાઈ દલાલ ૬=૦૦ • , , પૃ. ૮ સં. શ્રી ચંદુલાલ ભગુભાઈ દલાલ ૬=૦૦
૨૧. સન ૧૯૬૪-૬૭ ના ગાળાનાં ભેટ પુસ્તકો બાકી રહેલા આજીવન સભાસદ તથા નધિાયેલાં પુસ્તકાલયોને હિસાબી વર્ષ દરમ્યાન મેકલવામાં આવ્યાં છે.
બુદ્ધિપ્રકાશ ૨૨. “બુદ્ધિપ્રકાશ” માસિક વિદ્યાસભાનું મુખપત્ર છે અને સંસ્થાની સર્વવિધ પ્રવૃત્તિઓનું—એટલે કે સાહિત્ય, શિક્ષણ, સંશોધન આદિનું સત્તભર્યું પ્રતિનિધિત્વ રજુ કરે એ કક્ષાનું એનું સંપાદન થાય છે, સાથે સાથે સામાન્ય વાચકવર્ગને પણ એ રોચક તેમજ માર્ગદર્શક થઈ પડે એ પ્રકારની વાચનસામગ્રી એમાં અપાય છે. એના સંપાદન– સંચાલનની સાનુકૂળતા માટે તેમજ એ પોતાનું ખર્ચ કાઢતું થઈ પગભર બની રહે એ માટે એમાં સંસ્થાના ગૌરવને સુસંગત તેવી જાહેરખબરો લેવાની તથા એને છૂટક ગ્રાહકો વધારવાની તજવીજ કરવા, તેમજ માસિકના ઉત્કર્ષ માટે જરૂરી સૂચને કરવા માટે એક અલગ “બુદ્ધિપ્રકાશ' ઉપસમિતિની નિમણુંક કરવામાં આવી છે, જેના સભ્યોનાં નામ અન્યત્ર (પૃ. ૫.) આખી છે.
આગસ્ટ ૧૯૬૦ થી બુદ્ધિપ્રકાશ'નું સંપાદને કાર્ય શ્રી. હરિવલ્લભદાસ કાલિદાસ આર્ટસ કોલેજના આચાર્યને હસ્તક સોંપાયું છે, જેમાં એમને ડે. મધુસુદન પારેખની મદદ મળતી રહી છે.
સંસ્થાના આજીવન સભ્યો તથા ધિાયેલાં પુસ્તકાલયોને આ માસિકની નકલ વિના મૂલ્ય અપાય છે. “બુદ્ધિપ્રકાશ'નું વાર્ષિક લવાજમ દેશમાં રૂ. ૮-૦૦ અને પરદેશ માટે રૂ. ૧૨-૦૦ (શિલિંગ ૧૪) રાખ્યું છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે લવાજમ છે. પ=૦૦ રાખ્યું છે.
“બુદ્ધિપ્રકાશ' ની ૧,૮૦૦ નકલ કાઢવામાં આવે છે, તેમાંથી આજીવન સભાસદો તથા નેધાયેલાં પુસ્તકાલયને ૧,૨૭૫ અને ગ્રાહકો, અન્ય પત્રો તથા પ્રકાશનેના બદલામાં તથા લેખકે વગેરેને ૪૨૫ મળી કુલ ૧,૭૦૦ ના અહેવાલવાળા વર્ષ માં વહેંચાઈ હતી.
સાક્ષરેની જન્મ શતાબ્દીની ઉજવણી સ્વ. શ્રી રમણભાઈ મ. નીલકંઠ આપણી સંસ્થાના એક ભૂતપૂર્વ સુપ્રસિદ્ધ માના મંત્રી, સાક્ષર, વિવેચક, નાટયલેખક અને હાસ્યકાર તથા સંસાર સુધારકની જન્મ શતાબ્દીની ઉજવણી તા. ૧૩-૩-'૧૮ ના રોજ જાહેર સભા યોજીને કરી તેમજ “બુદ્ધિપ્રકાશ' માર્ચ '૧૮નો અંક ખાસ અંક તરીકે પ્રગટ કર્યો હતો. સંસ્થાએ સ્વ. રમણભાઈ નીલકંઠ અધ્યયનગ્રંથ તેમજ તેમનું જીવનચરિત્ર તૈયાર કરાવી પ્રગટ કરવાનું નક્કી કર્યું છે.
સ્વ. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ માપણી સંસ્થાના એક ભૂતપૂર્વ પ્રમુખ, સુપ્રસિદ્ધ સાક્ષર, વિવેચક, કેળવણીકાર અને તત્ત્વજ્ઞાનના પ્રકાંડ અભ્યાસીની આચાર્ય આનંદશંકર ધ્રુવની જન્મ શતાબ્દીની ઉજવણી ખ્રિ. ૧૪માં ઉજવવામાં આવી હતી. તે દિવસે જાહેર સભા અન્ય સંસ્થાઓના સહકારથી