SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સરણી દ્રિાળુ અન્યાય તથા ધણા મતમતાંતરાને બૃહદ્ વ્યવસ્થાતંત્રમાં એકસૂત્ર રાખનારી રહી છે. જાણે કે દેશનું વૈવિધ્ય તેમાં પ્રતિબિંબિત થયું ન હાય ! કાન્ગ્રેસની આ ઉદાર વિચારસહિષ્ણુતા તેના મર્યાદિત બનતા પ્રભાવના વજનથી જોખમાઈ છે. ટૂંકી બહુમતીના વર્તમાન સંદર્ભમાં નેતાગીરીની સ્પર્ધા પછી તે વ્યક્તિત્વના ધારણે ચાલે કે વિચારસરણીની ભૂમિકા અપનાવે કઈક વધુ ગંભીર બની છે. જે સરળતાથી કોન્ગ્રેસ તેના આંતરિક મતભેદને આજ દિન સુધી શમાવી શકતી હતી તે તેને માટે હવે મુશ્કેલ બન્યું છે. વિચારસરણીના પાયા ઉપર ધ્રુવીકરણની પ્રક્રિયા હવે આગળ ચાલવી જોઈ એ તેમ કહેનારા કોન્ગ્રેસના નેતાએ આ વાતના પુરસ્કાર કરી રહ્યા છે. પણ મા પ્રક્રિયા આગળ ચાલે તે તેનું એક માત્ર પરિણામ કાન્ગ્રેસના હુંમેશને માટે ભાગલા હોઈ શકે. એક વિશિષ્ટ પ્રથા તરીકે સિન્ડીકેટને જન્મ અને તેની કામગીરી, પક્ષ અને સરકાર વચ્ચેના સંબધા અને કૉન્ગ્રેસની ક્ષીણુ ખની શક્તિ તથા આંતરિક મતભેદોને મળેલા છૂટા દાર-આ ત્રિવિધ સંદર્ભના પ્રકાશમાં આજની કટાકટીને નિહાળવી જોઈ એ. ૧૯૬૪ માં નહેરુના અવસાન પછી સિન્ડીકેટના નિણૅય અનુસાર કૉંગ્રેસ પ્રમુખ કામરાજે શાસ્ત્રીની વરણી કરી હતી. ૧૯૬૬ માં '૬૪ ની સ`સ'મિતિની પતિ પડતી મુકાઈ અને રાજ્યેાના પતપ્રધાનાના ટેકાથી રીતે કામરાજે વડાપ્રધાનની વરણી કરી. ખુલ્લી સ્પર્ધા નિવારી શકાઈ નહિ પણ સિન્ડીકેટના વલણને ટેકા મળી રહ્યો. '૬૪ અને '૬૬ માં સિન્ડીક્રેટે નિર્ણાયક સ્થાન બાગવ્યું અને નહેરુના અનુગામીને પ્રશ્ન લેાકશાહી ઢમે અને શાન્તિથી ઉકેલાયેા. પણ '૬૭ની ચૂંટણીમાં સિન્ડીકેટના ત્રણ સભ્યા—કામરાજ, અતુલ્યા અને અને એસ. કે. પાટિલ—હારી ગયા સંજીવ રેડ્ડી જીત્યા પણ તેમને લાકસભાના અધ્યક્ષ પદનું સ્થાન અપાવીને વડા પ્રધાને તેમને રાજકીય ક્ષેત્રમાંથી દૂર મૂકી દીધા. આમ, '૬૭ માં સિન્ડીકેટ લગભગ નામશેષ ખની, ३०२ ‘૬૭ની ચૂંટણી પછી કમજોર બનેલા કામરાજે કેન્દ્રીય કેબિનેટમાં ઇન્દિરા ગાંધી અને મેારારજી દેસાઈ ને પહેલું અને બીજું સ્થાન લેવાનું સૂચન કર્યું. અને મેરાજી નાયબ વડાપ્રધાન બન્યા, ’૬૭ થી '૬૯ના ગાળામાં ઇન્દિરા, મારારજી, ચવાણુના રાજકીય ત્રિકાણે એકમેકના ટેકાથી રાજ્યકારભારનું સંચાલન કર્યું. '૬૯માં કામરાજ અને પાટિલ ચૂંટાયા, તેમની ‘રાજકીય કારકિદી' કરીને શરૂ થઈ. અને સિન્ડીકેટ પુનર્જીવિત થઈ. ૩જી મેના દિવસે ઝાકિરહુસેનના અવસાનથી રાષ્ટ્રપતિપદ માટેની જે શોધ શરૂ થઈ તેમાં સિન્ડીકેટે ઝંપલાવ્યું. વડા પ્રધાનની ઈચ્છા સર્વાંસ'મતિથી નિÖય લેવાની હતી પણ તેમાં તે સફળ ન થતાં સિન્ડીકેટ તેમને માફુંકન આવે તેવા નેતાની પસંદગી સંજીવ રેડ્ડી ઉપર ઉતારી. સિન્ડીકેટના આ નિણૅય સિન્ડીકેટને ફરીને મજબૂત કરવાના આશયથી લેવાયા હતા ? વડા પ્રધાન ઉપર તેમના અ‘કુશ રહેવા જોઈ એ એ માન્યતાથી તેએ દેારવાયા હતા ? '૭૬ માં આવી રહેલી ચૂંટણીમાં કૉંગ્રેસ સારે। દેખાવ ન કરી શકે તે રાષ્ટ્રપતિ નિર્ણાયક સ્થાન ભેગવે એ આશાએ તેએ આ પ્રમાણે કરી રહ્યા હતા ? સંભવ છે કે આ બધાં કારણા એકી સાથે કામ કરી રહ્યા હોય, ૧૯૬૭-૬૮ના વર્ષા દરમિયાન વડા પ્રધાન વિશે એક છાપ એવી પંડી હતી કે તેઓ મુશ્કેલીભર્યા કામમાં અન્ય પ્રધાને આગળ કરતાં હતાં. પશ્ચિમ બંગાળના પ્રશ્નમાં ચવાણુતે જવાબદારી સોંપાઈ પણ સારા સંબંધેા બાંધવાને –રાખવાને જશ તેમણે પાતે લીધા. રાજવીઓનાં સાલિયાણાંના પ્રશ્ન પણ આ રીતે ચવાણુને તથા મેારારજી દેસાઈ તે સાંપાયે પક્ષની સભાએમાં મારારજી દેસાઈ સામેના ચન્દ્રશેખરના આક્ષેપે વિશે ખાસ કશું કરાયું ન હતું. સંસદમાં મધુ લિમયેના નાણું પ્રધાન ઉપરના પ્રહારા વિશે વડાપ્રધાન તથા ફકરૂદ્દીન અહેમદ અંધારામાં ન હતાં. ક્રૂંકમાં, કેન્દ્રીય કૅબિનેટનું નાવ છેલ્લા કેટલાક મહિનાથી કંઈક ડાભાડાળ હાલતમાં ચાલતું હતું અને રાષ્ટ્રપતિપદના પ્રશ્ન ઉપર સિન્ડીકેટના સભ્યા સાથે મારારજી દેસાઈ [ બુદ્ધિપ્રકાશ, આગસ્ટ '૬
SR No.522414
Book TitleBuddhiprakash 1969 08 Ank 08
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages88
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy