________________
પુસ્તક ૧૧૬ ભું]
બુદ્ધિપ્રછાશ
: સ’પાદકા :
ચરાવન્ત શુક્લ 6
મધુસુદન પારેખ
ઓગસ્ટ : ૧૯૩૯
સત્યાગ્રહ
‘સત્યાગ્રહ’ શબ્દ ઘણી વાર વગરવિચાર્યે ગમે તેમ વાપરવામાં આવે છે અને એમાં ગતિ હિંસાના સમાવેશ કરવામાં આવે છે. પણ એ શબ્દના ઉત્પાદક તરીકે હું કહું કે એમાં પ્રત્યક્ષ કે પરાક્ષ, ગુપ્ત કે પ્રગટ, કે મન, વચન ને ક'ની હિંસાના સમાવેશ નથી થતા. વિરાધીનું બૂરું' તાકવું કે તેને દૂભવવાના ઇરાદાથી તેની પ્રત્યે કે તેને વિશે કઠાર વેણ કાઢવાં એમાં સત્યાગ્રહની મર્યાદાનું ઉલ્લઘન છે.... સત્યાગ્રહમાં નમ્રતા હાય છે. સત્યાગ્રહ કદી કાઈના પર પ્રહાર કરતા જ નથી. એ ક્રોધ કે દ્વેષનું પિરણામ ન જ હાવા જોઈએ. તેમાં ધાંધલ, અધીરાઈ, બૂમાબૂમ હૈાય જ નહીં. તે બળાત્કારનો કટ્ટો વિરોધી છે. હિંસાના સંપૂર્ણ ત્યાગ તરીકે જ સત્યાગ્રહની કલ્પના કરવામાં આવેલી છે.
- ગાંધીજી
[અંક ૮ મા
ગુજરાત વિદ્યા સભા : C/o શ્રી. હ. કા. આર્ટ્સ કૉલેજ : અમદાવા ૬–૯