________________
ગાંધીજીની ગ્રામેાહારની ભાવનાએ માપણી લલિત વાડ્મયની કૃતિઓનું કેન્દ્ર જે શહેર પૂરતું મર્યાતિ હતું તેને ગામડામાં ફેરવ્યું. ધૂમકેતુની ને રામનારાયણ પાઠકની કૃતિઓમાં ગ્રામજીવનનું જે વાસ્તવદર્શન છે અને તે પછી ઉમાશંકર, મેધાણી, સુન્દરમ્, સ્નેહરશ્મિ આદિની વાર્તામાં તથા કવિતામાં જે ગ્રામદન આપણને થાય છે, તથા મેધાણીની ‘સારઠ તારાં વહેતાં પાણી', દર્શોકની ‘ ઝેર તેા પીધાં છે જાણી જાણી, ' પન્નાલાલ, પીતાંબર, ઈશ્વર પેટલીકર મડિયા ઇત્ય દિતી આંચલિક કૃતિઓમાં આપણને જે ગ્રામજીવનનું દન થાય છે, રમણલાલ દેસાઈની 'ગ્રામલક્ષ્મી ' માં જે ગ્રામાહારના પ્રશ્ન છાયા છે, ઉમાશ’કરની ‘સાપના ભારા ' માં જે ગ્રામજીવનનાં એકી મળે છે, તે સર્વે'નાં મૂળ ગાંધીજીની ગ્રામેાહારની પ્રવૃત્તિમાં આપણે જોઈ શકીએ.
ગાંધીજીએ ‘સત્યના પ્રયાગા' લખીને આપણને એક આદર્શો આત્મકથાના પ્રકાર પૂરા પાડયો. એનાથી પ્રેરાઈ આપણા અનેક લેખકાએ એ પ્રકારની આત્મકથાઓ લખવાના એક શિરસ્તા શરૂ કર્યાં. મુનશી, ધૂમકેતુ, ઇન્દુલાલ, રમણલાલ દેસાઈ, નાનાભાઈ, રવિશ’કર રાવળ ઇત્યાદિની જે આત્મકથા લખવાની પર’પરા શરૂ થઈ તે ગાંધીજીની આત્મકથાને આભારી છે. આપણે જોઈશું કે પડિતયુગના મહાન લેખકાએ પણ પેાતાની આત્મકથા લખી નથી, જ્યારે તે પછીના યુગમાં તે। આત્મકથાએ ઢગલેબ ધ લખાઈ છે.
ગાંધીજીના આગમન પૂર્વે આપણે ત્યાં વીરરસનું સાહિત્ય લગભગ નહિવત્ હતું. ખબરદાર જેવાને બિચારાને વીરરસનું નિરૂપણ કરવા પહેલા વિશ્વયુદ્ધમાં હિન્દી સૈનિકાએ આપેલા કાળા પાસે જવું પડયું, કે હલદીધાટના યુદ્ધ સમય સુધી મજલ કાપવી પડી. ભીમરાવને વીરરસનું નિરૂપણ કરવા પૃથ્વીરાજના સમય સુધી જવું પડયું. પરન્તુ ગાંધીજીએ એમની સત્યાગ્રહની લડત દ્વારા વીરરસના નિરૂપણ માટે પ્રચુર માત્રામાં સામગ્રી પૂરી પાડી અને તેને લીધે આપણી કવિતામાં વિશેષે કરીને વીરરસનુ' સાહિત્ય
૨૭૪
ઉમેરાયું. મેત્રાણીમાં આ આવિર્ભાવ આપણને સારા પ્રમાણમાં મળે છે.
ગાંધીજી પૂર્વે આપણા સાહિત્યમાં આત્મપરીક્ષણનું કે આત્મવિશ્લેષણનું તત્ત્વ લગભગ હતું જ નહિ, એમ રૃહીએ તેા ચાલે. ગાંધેજી વારંવાર પેાતાની જાતને તપાસ્યા કરતા, અને એમને એ ખેાજને પરિણામે જે સાંપડતું તે એ એમના લેખેદ્વારા રજૂ કર્યાં કરતા. એ અસરને પરિણામે આપણી કવિતામાં આત્મચિ'તનની માત્રા સારા,પ્રમાણમાં દેખાય છે. એ યુગના કવિએમાં અને તે પછીથી પણ જે આત્મલક્ષી તત્ત્વ દેખાય છે તે પશુ આ અસરને લીધે જ છે એમ કહી શકાય. ગાંધીજીએ આપણને ટોલઑાય, રસ્કિન, થેારા પ્રત્યાદિમાં રસ લેતા કર્યાં અને પરિણામે ટૉશ્વરાયની અનેક કૃતિઓનાં ભાષાંતરે. સાંપડયાં, સંત ફ્રાન્સિસ જેવાનાં જીવનચરિત્રો મળ્યાં, ટૌલસ્ટોયની Light in Darkness પરથી રૂપાંતરિત ‘ તિમિરમાં પ્રભા' જેવી કૃતિઓ કે ગાંધીજીને જેમની સેવા અત્યંત પ્રિય હતી એવા રક્તપીતિયાના જીવનવિષયક લખાયેલી પેરી ખરજેસની કૃતિના ‘માનવી ખંડિયા' જેવા અનુવાદો મળ્યા. આ ઉપરાંત ગાંધીજીને ગીતા અત્યંત પ્રિય હતી, એમણે એનું ‘અનાસક્તિયાગ’ પુસ્તકનાં મૌલિક અર્થધટન પણુ કર્યું' હતું. એને પરિણામે ગીતા પર અનેક ભાષ્યા આપણે ત્યાં લખાયાં, અનેક અનુવાદો થયા.
'
ગાંધીજી વિષયક તથા એમની ભાવનાએ વિષયક જે મહાકાવ્યથી માંડીને મુક્તક સુધીની રચનાઓ થઈ, ' સરિતાથી સાગર જેવી નવલકથા લખાઈ, અને બાપુ વિષે અનેક પુસ્તક લખાયાં તે વિષે તે માત્ર ઉલ્લેખ જ પર્યાપ્ત થશે. ઈશ્વર પેટલીકર, દક તથા રામનારાયણુ પાઠકની કૃતિઓમાં વચ્ચે ગાંધીજી પ્રત્યક્ષ કે પરાક્ષરૂપે પાત્ર તરીકે હાજર હાય છે, એ પણ નોંધપાત્ર છે. મેત્રાણીની લેકસાહિત્યની સંશાધન તેમ જ સપાદનની પ્રવૃત્તિ તથા ફૂલછાબ'ની જે સામયિક-પરપરા શરૂ થઈ તે પણ ગાંધીજીની પત્રકાર તરીકેના કાર્યાંનું જ અનુસરણ કહી શકાય,
[ બુદ્ધિપ્રકાણ, જુલાઈ ૧૯