SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્મા ગાંધીજીની ગુજરાતી સાહિત્ય પર અસર મહાત્મા ગાંધી હિન્દુમાં આવ્યા તે સમયે આપણું ચિન્તનાત્મક સાહિત્ય વિશેષતઃ મર્યાદિત વલમાં ભમતું હતું. સાહિત્યિક, સામાજિક, ધાર્મિક, એટલા વિષયામાં, રમણભાઈ નીલક', મણિલાલ નભુભાઈ, આનદશ'કર ધ્રુવ, જેવા અપવાદરૂપ લેખકેાને ખાદ કરતાં આપણે સુધારા, વિધવાવિવાહ, ધર્મ, નારીસ્વાતંત્ર્ય ઇત્યાદિ વર્તુલની બહાર જતા નહેાતા. ગેાવ નામે એમના સરરવતીચન્દ્રમાં કેટલુ ક રાજકીય ચિંતન કયું છે, પરન્તુ સર્વાંગી ચિન્તન કર્યાંય દૃષ્ટિએ પડતું નથી. પરંતુ ગાંધીજી હિન્દમાં આવ્યા તે પૂર્વે એમણે ‘હિન્દ સ્વરાજ', ‘આરેાગ્ય વિષે સામાન્ય જ્ઞાન ’ તેમ જ ‘સર્વોદય' ઇત્યાદિ પુસ્તકામાં જે વિવિધ વિષયા વિષે મૌલિકણે વિચારેલું, તેની અસર આપણા લેખકો પર થઈ. ગાંધીજીએ ‘નવજીવન’ અને ‘હરિન ખ' દ્વારા વિવિધ વિષયેા પર જે લેખ લખ્યા તેણે પણ આપણા લેખકે ને અનેક વિષયો વિષે લખતા કર્યા. આ રીતે ગાંધીજીની અસરને પરિણામે આપણા સાહિત્યમાં વૈચારિક ક્રાંતિ આવી. નરરિ પરીખનું અર્થશાસ્ત્ર વિષે લખેલું પુસ્તક, મશરૂવાળાનાં ‘ગાંધીજી ને સામ્યવાદ’, ‘સમૂળી ક્રાન્તિ’, ‘જીવનશેાધન’; કાાસાહેબનાં ‘જીવન સંસ્કૃતિ' નાં લખાણે!; મગનભાઈ દેસાઈના ‘રામમેાહનરાયથી ગાંધીજી'; સુખલાલમાં અનેક વિષયાને સ્પર્શતા ચિંતનાત્મક લેખા વગેરે આપણે ત્યાં ચિંતનની એક પરિપાટી બંધાઈ ગયેલી તેમાંથી આપણુને ગાંધીજીની અસરે શી રીતે મુક્ત કર્યા તેનાં નિર્દેશક દૃષ્ટાન્તા છે. ગાંધીજીની અહિંસાની ભાવનાએ રમણલાલની ‘ દિવ્યચક્ષુ ', ‘ભારેલા અગ્નિ' વગેરે નવલકથાઓને પ્રેરણા આપી, તેા ખીજી તરફ બુદ્ધ અને ઈશુ, જે અહિંસાના અવતાર હતા, તેમને પણ પુનર્જીવિત બુદ્ધિપ્રકાશ, જુલાઈ '૬૯ ] บ ચન્દ્રકાન્ત મહેતા કર્યા; એટલું જ નહિ, પણ મશરૂવાળાના યુદ્ધ, રામ અને કૃષ્ણ વગેરેનાં જીવનચરિત્રા, તથા અન્ય લેખકાના શુિચરિત્રને પ્રેરણા પણ ત્યાંથી જ મળી તેમ જ આપણા કાવ્યેામાં યુદ્ધ શુ વગેરેનાં જે ઉલ્લેખા આવે છે તેમને પ્રેરણાસ્રોત પણ અહિંસાની ભાવના જ છે. ગાંધીજીએ એમના દક્ષિણ આફ્રિકાની લડતને જે અહેવાલ આપ્યા છે તેમાં હબસીએ બહારથી - સુ ́દર લાગે છે, પણ તેમનામાં જે પ્રચ્છન્ન સૌંદ રહેલું છે તેના ઉલ્લેખ કર્યાં છે. એનાથી પ્રેરાઈ ને કાકાસાહેએ કાદવ, મધ્યાહ્ન વગેરેના સૌના ઉલ્લેખ એમના જીવનના આનંદ'માં કર્યાં છે. અને ઉમાશ’કરે ઉકરડામાં જે પાઠની સુગંધ દર્શાવી છે તથા ‘કરાલ કવિ ' માં ઘુવડનું કૌ` દર્શાવ્યું છે તે પણ ગાંધીદીધી સૌદર્યદૃષ્ટિનું જ પરિણામ છે એમ નિઃશંક કહી શકાય. ગાંધીજીની દલિત, પીડિત, શાષિતા તરફની હમદી થી પ્રેરાઈ સુન્દરમે ભ'ગડી, રૂડકી જેવાં કાવ્યેામાં કે સ્નેહરશ્મિનાં ‘ બાળમજૂર ', ‘ ધેાખી ’ યાદિ કાવ્યેામાં જે ગરીા પ્રત્યે હમદર્દી દૃષ્ટિએ પડે છે તેનાં મૂળ પણ એ હમમાં આપણે જોઈ શકીએ. : ગાંધીજીની અસ્પૃશ્યતાનિવારણની પ્રવૃત્તિને પરિણામે માશકરના “ ઢેઢના ટેટુ ભગી' જેવી નાટયકૃતિઓમાં જે અસ્પૃશ્યતાની ભાવના નિરૂપાઈ છે તથા મુનશીની ‘લાપામુદ્રા,’‘લે મહર્ષિણી' જેવી કૃતિઓમાં પણ એ ભાવનાનું આલેખન થયું છે, ત્યાં આપણને ગાંધીદીધી પ્રેરણાનાં દર્શીન જાય છે જોકે; મુનશીએ એ અસર ન વરતાય તે માટે પૌરાણિક યુગને આશ્રય લીધેા છે. મુનશીની · તપસ્વિની ’માં તે ગાંધીજની લડતનેા સીધા ઉલ્લેખ છે જ. २७३
SR No.522413
Book TitleBuddhiprakash 1969 07 Ank 07
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy