SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય દૃશ્ય [‘ પારુઈ’ સ્ટેશનની એ જ રેલવે આફ્િસ. સાંજ પડી છે. આફ્રિસ ઉધાડી છે. મથુરાપ્રસાદ. પ્લૅટફ્રર્ફોમના દીવા સળગાવી, એક ટેબલલૅમ્પ લઈ આફિસમાં પ્રવેશ કરે છે. ઘડિયાળમાં છના ટકારા વાગે છે, ટેલિગ્રાફ મશીન ટક્ટક્ટક્ અવાજ સંભળાય છે. ] મથુરા : માસ્તર સાહેબ. માસ્તર સાહેબ આ તારનું મશીન એલાવે છે... સત્ય : ( અન્યમનસ્કભાવે) હૈ..ક્રાણુ ખાલાવે છે? મથુરા : આ ટેલિગ્રાફના નશીનની ધઉંટડી કયારની વાગે છે. છ વાગ્યા. ગાડી આવવાના વખત થયા. સત્ય : ( ધડિયાળ ભણી જોતાં ) છ વાગી ગયા ? જોને મથુરા હજુ મને રિલીવ કરાવવા કાઈ ન માવ્યું. ખા। પણ ન આવ્યે. કથાં સુધી રાહ જોવી? રાહ જોઈ થાડયો... મથુરા : ભાજી, તમે નાહક ચિંતા કરા છે...ખાતા નથી...પીતા નથી. આખા દિવસ ચિંતા અને વિચારશ... વિસરાત આફિસમાં ... પ્લેટફ્રોમ પર...ઘેર જઈ થોડોક આરામ કરે. આમ શરીર પ્રેમ ટકી શકે ? સત્ય ઃ મથુરા, માાં તેા શરીર અને મન એક બગડયાં છે. મગજ કામ કરતું નથી. જડ થઈ ગયું છે. શૂન્ય ! મથુરા : બાપુ, હું તમારે માટે ચા-નાસ્તા લઈ આવું. સવારથી તમે કંઇ ખાધુ પીધુ નથી. સત્ય : હવે અત્યારે કાંય જતેા નહીં. ગાડી આવવાને વખત થયા છે.. ગાડી આવી જાય પછી જજે...આ રીંગ લેતે જા...ધડટી વગાડ. ગાડી આવતી લાગે છે... [ ઘેાડીવારમાં—તેપથ્યમાં ગ!ડી આવવાના અવાજ. સત્યભૂષણુ લાલ-લીલી બત્તી લઈ પ્લૅટફૉમ પર આંટા મારે છે. ઘેાડીક ક્ષણા સિસેાટી વગાડે છે. લીલી બત્તી દેખાડે છે. ગાડી ઊપડે છે. ધીમે ધીમે ગતિ પકડતી યા બહાર નીકળતી લાગે છે. એટલામાં નરેન પાલ દોડતા ઊડતા આવે છે. ] ૫ નરેન : માસ્તર સાહેબ, ગાડી રા...ગાડી રોકા. અરેરે...ગાડી પકડી ન શકયો.. જતી રહી... સાહેબ, તમે ગાડી કેમ ઊભી ન રાખી ? સત્ય : રોકી શકુ એમ કર્યાં હતું... ઝેડ યાર્ડ બહાર નીકળી ચૂકી હતી. નરેશ : હા ખાજી, તમારે। દાષ નથી. મારા નસીબને જ દેષ છે. પણ હવે તમે મારી મદદ કરશે તે જ ખચીશ મહાશય. તમે જ મને મુસીબતમાંથી ઉગારી શકા એમ છે! સત્ય : ખેલે. મારી શી મદદ જોઈએ છે તમારે? નરેશ : ( ગળગળા સાદે) બાપુ, રાત પડી ગઈ છે ગાડી ચૂકી ગયા. હવે શું થશે મારુ.. સત્ય : અહી‘થ જંકશન સ્ટેશન બહુ દૂર નથી. ચાલી નાખેા. ત્રણ-ચાર માલ હશે ત્યાંથી ઘણી ડાઉન ટ્રેન મળશે. નરેશ ઃ આવી અંધારી રાતે ચાલતા જાઉં જંકશન સુધી ? સત્ય : એ સિવાય બીજો ઉપાય નથી... નરેન : મથુરાપ્રસાદને સાથે લેતા જાઉ તેા...એ મથુરાપ્રસાદ...( નજીકના પ્લેટફ્રૉમ' પરથી મથુરા આવે છે.) મથુરા ઃ કેમ ખા....મને માલવ્યા ? નરેન : મારી સાથે જ કશન સુધી આવીશ ? માસ્તર બાપુને હું વિનતી કરું.... સત્ય : નરેનમાથુ .. હજુ અપ-ટ્રેન આવી નથી. એને રવાના કર્યા સિવાય મથુરા કયાંય ન જઈ શકે. નરેન : પણ બાપુ, એમાં તેા ધણી રાત વીતી જાય... મથુરા : બાપુ, ચાલી નાંખા ને . હમણાં ઘેાડીવારમાં પહેાંચી જશેા. પેલે વ્રજનાથ વૈરાગી...દિવસમાં એત્રણ વાર જઈ આવે છે. આજે પણુ માતાજીને મળવા ચાલતે ગયા છે. નરેન : કાણુ વ્રજનાઃ ડાકુ ? સત્ય : હવે એ ડાકુ રહ્યો નથી. હવે તેા પૂરા વૈષ્ણવ બની ગયા છે. હા, પહેલાં કાકવાર લૂટપાટ કરતા હતા. | બુદ્ધિપ્રüાસ, જુલાઈ ‘૬૯
SR No.522413
Book TitleBuddhiprakash 1969 07 Ank 07
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy