SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ગયા. માલવપતિ મુંજ' ને ખીજા' નાટકામાં નટરાજ અસરખાતે નાટયરચનામાં સક્રિય રસ લીધેા હતેા. પછી સરકારી પ્રતિબધા ને હુલ્લડેાને—સિનેમાના જમાના આવ્યા ને સવારે પાંચ વાગ્યા સુધી ચાલતાં નાટકા મૂકાયાં. એઅંકી નાટકા પ્રચલિત થયાં. પરન્તુ નાટકનું પાત તેા એનું એ જ અસલ ભારતીય જ રહ્યું. હવે આ જમાનામાં અન્ય વસ્તુની પેઠે 'ગભૂમિ ઉપર પણ પશ્ચિમના વાયરા વાયા છે. અગાઉ નાથલેખકાની દૃષ્ટિ પશ્ચિમ તરફ ન હતી તેમ નહિ, પરંતુ એ પાશ્ચાત્ય કૃતિ ભારતીય સ્વરૂપમાં સંપૂર્ણ રૂપાંતરિત થયા પછી જ તખ્તા પર રજૂ થતી. શેક્સપિયરનું તા ભારતીય રંગભૂમિને અસલથી જ ધેલું લાગેલું એટલે એ નાટકા કેટલાંક તા આખાં તે આખાં રૂપાંતર પામેલાં-ખાસ કરીને હિન્દી રગભૂમિ દ્વારા. ખૂને નાહક, ભૂલભૂલૈયાં, આદિ નાટકા હિન્દી તખ્તા પર વખણાયેલાં. ગુજરાતી લેખકોએ પણ શૅક્સપિયરની વસ્તુરચનાએ વિવિધ નાટકામાં વણી લીધેલી, પરન્તુ સ'પૂ ગુજરાતી સ્વરૂપ આપીને જ. કવિ કાન્તનું જાલિમ દુનિયા એને સારે। નમૂના છે. એટલે એ જમાનામાં પરદેશનું જે કાંઈ સારુ' હેાય તે આપણી ભાષામાં આપણી રીતે રજૂ કરવાની તમન્ના હતી. પરન્તુ એ તે કઠિન કાર્ય છે. અર્વાચીન લેખકા પાશ્ચાત્ય માહિતી ઘેાડી શકતા નથી. ત્યાંનું સારું ભારતમાં આવું છે, પરન્તુ સપૂર્ણ ભારતીય ઢબે એને રૂપાંતરિત કરી શકતા નથી. કેટલાક તે સીધા અનુવાદ જ ર'ગમંચ પર રજૂ કરી સતેષ માને છે. તેમાં લેાકાને હવે મુખ્યત્વે મનેારજન જોઈ એ છે. નાટક કે નાટયતત્ત્વની પરવા રહી નથી, એટલે પ્રહસના રજૂ થવા લાગ્યાં છે. જે નાટકના એક બુદ્ધિપ્રકાશ, જૂન ’૬૯ ] વિભાગ હતા તે હવે આખુ' નાટક બની ગયું છે. તેમાંય શ્લેષ ને કેટલીક વાર અશ્લીલ મનેારજનને સહારે લેવાય છે. પછી એમાં નાટક જેવું રહ્યું છે કે નહિ એની પરવા કરવામાં આવતી નથી. ટિકિટખારી પર નજર રાખવાથી આપણા સિનેમાની જેમ અધાગિત થઈ છે તેવી જ રીતે આપણી રંગભૂમિની પણ થઈ છે. વળી પ્લેબેકનું અનિષ્ટ ધર કરી ગયું છે એટલે કઠપુતળીના ખેલ જેવું લાગે છે. ગીત અદૃશ્ય થઈ ગયાં છે. ગીત-નૃત્ય વિના નાટક સાંભવે ખરું? આ વિદ્યુતયુગમાં સર્વાંને ઉતાવળ છે તે ઉતાવળમાં સંગીન કામ થયું નથી. કાઈ તૈય સ'તાષ મળતા નથી. નાટક કેવું હોવું જોઈ એ એની વ્યાખ્યા તે આપણી પાસે છે જ : દેવાનાભિદમામનન્તિ મુનય: કાન્ત' ઋતુ' ચાક્ષુષ રુદ્રણેદમુમાકૃતવ્યતિકરે સ્વાંક વિભકત દ્વિધા । વૈગુણાદ્ભવમત્ર લાકરિત' નાનારસ. દૃશ્યતે નાટયં ભિન્નરુચેનસ્ય બહુધાગ્યેક સમરાધકમ્ ॥ નાટક તેા એક સૌમ્ય અને ભાવપૂર્ણ` આરાધન છે. તે દેવાની આંખાને પણ તૃપ્ત કરે છે. વિવાહ થયા પછી સ્વયં મહાદેવજીએ પણ પેાતાના અનારીશ્વર રૂપમાં માને તાંડવ અને લાસ્યના ભેદ દાખવી વિવિધ નાટ્યરચના કરી હતી તે તેથી તે નટરાજ કહેવાયા હતા. સત્ત્વ, રજસ ને તમસ એ ત્રણ ગુણા અને નવ રસથી નાટયકલા સયુક્ત છે. પરિણામે નાટક દ્વારા એક જ સ્થળે ભિન્ન રુચિવાળા લેકાને પણ પૂરુ મનેારજન મળી રહે છે. આ આદર્શો દૃષ્ટિસમક્ષ રાખીશું? સુ ંદર નાટકો રચવા તે ભજવવા કટિબદ્ધ થઈ શું ? આપણી મુરઝાતી રંગભૂમિને પુન નવપલ્લવિત કરીશું ? २२७
SR No.522412
Book TitleBuddhiprakash 1969 06 Ank 06
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy