SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ રમણભાઈની તત્ત્વમીમાંસા ૨. ઇશ્વરનું સ્વરૂપ ઃ રમણભાઈના મત પ્રમાણે ઈશ્વર નિ`ણુ નથી, પણ સગુણ છે. ઈશ્વરને નિર્ગુણુ ગણી શકાય જ નહિં એવા પેાતાના મત પ્રદર્શિત કરતાં રમણભાઈ લખે છે કે, ઈશ્વર છે તેના અર્થ જ એ કે એક ગુણવાળાનું અસ્તિત્વ છે; વળી, અસ્તિત્વ એ પણ ગુણ છે, તેથી ગુણ વિનાના અસ્તિત્વની કલ્પના જ શ્રમમૂલક છે, ઈશ્વર છે એમ કહ્યા પછી તે નિર્ગુણ છે, ગુણુ વિનાના છે એમ કહી શકાય નહિ. ઈશ્વરનું ઈશ્વરત્વ પણ ગુણ જ છે. માટે સગુણ શ્વરની કલ્પના જ યેાગ્ય છે. નિર્ગુણ એ પણ એક ગુણ છે; ગુણુ વિનાનાની કલ્પના તર્ક વિરુદ્ધ છે.” (૧. ૧૪૯–૧૫૦) ઈશ્વર સગુણ છે એમ કહેવાના અં એ નથી કે તે સાકાર છે. સગુણ ઈશ્વર સાકાર હાવા જોઈએ અને જો તે નિરાકાર હોય તે તેને નિ`ણુ જ ગણુવા જોઈએ એવી સામાન્ય માન્યતાને રમણભાઈ ‘ સ ’ અને ‘ નિ' અક્ષરાના અનુપ્રાસથી ઉત્પન્ન થયેલી ભ્રાંતિ ગણાવે છે. અને વિશેષમાં જણાવે છે કે, જેતે આકાર હાય તેને જ ગુણુહાઈ શકે એવા કા સાર્વત્રિક કે આવશ્યક નિયમ છે જ નહિ. મનુષ્યને ઋત્યાદિ અનેક ગુણાનું ભાજન છે. ગુણ અને સાકારને આત્મા નિરાકાર, છતાં જ્ઞાન, આનંદ, અમરત્વ અવશ્ય સંબ'ધ હોવાનું કંઈ કારણ છે જ નહિ, અને કાઈ કદી તે બતાવી શકયુ નથી. ઉપર કહ્યું તેમ નિતા પણ એક ગુણ છે. ” (૧. ૧૫૧) ,, નિરાકાર સગુણુ શ્વરના તમામ ગુણેાનું પૂરેપૂરું જ્ઞાન આપણે મેળવી શકતા નથી, કારણ કે “એ તેા અનંતતાના વિષય છે અને આપણી અલ્પમતિથી તેનું અવગાહન થઈ શકતું નથી.’’ ( ૧, ૧૫૧ ) આમ २१० જયેન્દ્રકુમાર આ. યાજ્ઞિક (( અનંત ગુણ ધરાવનાર · શ્વરના મુખ્ય મુખ્ય ગુણ્ણાનેા જ મનુષ્ય વિચાર કરી શકે છે.” (૧ ૧૫૫) માણસ જેને વિચાર કરી શકે તેવા ધિરના ગુણામાં (૧) ઈશ્વર જગતનેા ચૈતન્યમય કર્તા છે અને (૨) સદાચરણનું મૂળ છે એ બે ગુણા સૌથી વધારે મૂળભૂત છે. ઈશ્વરના આ ગુણેમાં માનવા માટેનાં રમણભાઈ એ આપેલાં કારણેાના નિર્દેશ ઈશ્વરના અસ્તિત્વની ચર્ચા વખતે થઈ જ ગયા છે અને તેથી એ કારણેાનું અહીં પુનરુચ્ચારણ કરવાનું આવશ્યક નથી. રમણુભાઈના મત પ્રમાણે ઈશ્વરના આ એ મૂળભૂત ગુણેામાંથી (૩) શ્વર પ્રકૃતિથી પર છે અને (૪) તેમાં પુરુષત્વ ( Personality) છે એ એ ગુણા કુલિત થાય છે. પરમાત્માને સૃષ્ટિ અને તેની મર્યાદાઓથી પર ગણવા જ જોઈ એ, કારણ કે “ સૃષ્ટિમાં નથી તેવા ધૃત્વના ગુણ ઈશ્વરના છે, અને પ્રકૃતિમાં કે મનુષ્યમાં નથી તેવી સદ્ગુણુની આદભૂત તયા પ્રમાણભૂત ભાવનાને ઈશ્વર ભંડાર છે. '' (૧. ૧૫૮) ઈશ્વરમાં પુરુષત્વના ગુણ છે એમ કહેતી વખતે રમણભાઈ એવી સ્પષ્ટતા કરે છે કે, “ શ્વિરને પુરુષ, પુત્તમ કલા છે તેમાં પુષ્પના અર્થ · મનુષ્ય જેવા આકારવાળા કે રૂપવાળા ’ એવા નથી. પૃચ્છાશક્તિ વાપરનાર સબળ તત્ત્વ ' એ જ પુરુષ શબ્દના અ છે. એ શબ્દ માત્ર જે સ્થિતિ છે તે પરથી વિચારની અનુકૂલતા સારુ કપેલું, સ્વતંત્ર અસ્તિત્વ વિનાનું, ભાવવાચક નામ નથી, પણ તર્ક કરી સંકપાનુસાર કૃતિ કરવાની શક્તિવાળા ઈચ્છા કરનાર અસ્તિત્વના વાચક છે.” (૧. ૧૫૮) આમ, રમણભાઈના મત પ્રમાણે “ ઇચ્છાખળતા વ્યાપાર કરનાર [ બુદ્ધિપ્રકાશ, જૂન '૬૯
SR No.522412
Book TitleBuddhiprakash 1969 06 Ank 06
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy