________________
એમના કલાસયમની નોંધ લેવી જોઈએ. સવિતા સાથે લગ્ન ન થઈ શકયું અને રામચદ્રને પાતાંનું જીવન અન્ય સ્ત્રી સાથે ગાળવાનું બન્યું ઉપરાંત સવિતા એના સામા ધરમાં પરણીને આવી આથી રામચંદ્ર જે મથન અનુભવે છે એ નવલકથાના ઉત્તમ કલાભાગ છે અને કલાભ'ગ થવા દીધા વિના માનવવૃત્તિના ઉચ્ચતર ભાવને વિજયવ'ત થતા લેખકે દર્શાવ્યા છે.
શ્રી દવેની આ નવલકથા એના કલાપૂર્ણ ઘટના આલેખનને કારણે જ રસભરી છે એ ખરું, પણ એ ઉપરાંત એમાં સરાતી ભાવપરિસ્થિતિના સ્વસ્થ નિરૂપણને કારણે જ વધારે નેધપાત્ર છે. ભાવનિરૂપણમાં ઘેરા રંગાના પ્રવેશને માટે ધણી શકયતાઆ છે, પણ આ ભયસ્થાનમાંથી લેખક કૌશલપૂર્વક ઊગરી ગયા છે. કોઈપણ પાત્રની આંતરવ્યથાના નિરૂપણમાં લેખકનું તાટસ્થ્ય જેટલુ એમના નિરૂપણસંયમનું દ્યોતક છે એટલુ જ એમની કલાસૂઝની જાગરૂકતાનું નિર્દશ્યક છે. ઠાકેારના ખ‘ડમાં મારામારી થાય છે એનું નિરૂપણ કઇક અંશે ‘ઢ’ચિત્ર’ જેવું બની ગયું છે. એના આલેખનમાં લેખક -નિશાન ચૂકતા હૈાય એવું લાગે છે, પણ આવા પ્રકારના આલેખનનેા પ્રસ્તાર થયા નથી એટલી લેખકની તટસ્થતા છે.
‘અનુભ’ધ’માં આ ઉપરાંત સૌથી વધુ મહત્ત્વનું કાંઈપણ હેાય તેા તે વાતાવરણ છે. એક સૈકા પહેલાના ઉત્તર ગુજરાત બાજુના કાક ગામડાના વનને લેખકે આમાં આલેખ્યું છે. ગામની સવાર, પ્રજાજીવનની ચરગતિ, પ્રજાની માન્યતા, એમની શ્રદ્ધા, અને એમના રાગદ્વેષમાંથી જન્મતા કેટલાક સામાજિક પ્રશ્નો અને તેના સામૂહિક રીતે હૈયાસૂઝથી આવા ઉકેલ–આ બધાં તત્ત્વને શ્રી દવેએ વાર્તાના બનાવામાં કુશળતાપૂર્વક વણી લીધા છે. આથી ગુજરાત
ના ગામડાના સમાજ જીવનની કથા બની રહે છે, ગુજરાતી નવલકથામાં ગ્રામજીવનનાં હાડ અને હૈયાને જીવ'ત રીતે આલેખવાના એકમાત્ર યશસ્વી કલાકાર શ્રી પન્નાલાલ પટેલ છે. ‘અનુબંધ'ની પ્રસ્તાવનામાં શ્રી અન ́તરાય રાવળે પન્નાલાલ પટેલની નવલકથાનું ‘ અનુ’ધ ’સાથે સામ્ય તારવ્યું છે. પણ નવલકથાની કથનરીતિ, તાટસ્થ્ય અને ગ્રામવનના પ્રશ્નોનું યથાતથ નિરૂપણુ જોતાં ‘અનુબંધ’ના લેખક શ્રી પિનાકિન દવે અને ‘મળેલા જીવ' અને ભાનવીની ભવાઈ'ના સર્જક પન્નાલાલ પટેલને એક સાથે સંભારી શકાય એમ લાગતુ નથી. શ્રી દવેએ પ્લેગનું જે વર્ણન કર્યું' છે એમાં આલ્બર્ટી કામૂની નવલકથામાંના પ્લેગવનને શ્રી રામપ્રસાદ બક્ષી સ્મરણમાં લાવ્યા છે, પણ શ્રી પિનાકિન દવે કથાના જે સંદર્ભમાં પ્લેગ લાવ્યા છે અને એમાં પ્લેગનું વર્ણન કર્યુ છે એ તેા કથાતત્ત્વને પૂરક અને પાષક બનાવવાના હેતુથી કર્યું... હાય એમ લાગે છે.
શ્રી પિનાકિન દવેની વર્ણનકલા એમની પ્રકૃતિરસિકતાના પરિચય કરાવે છે. અનુબંધ ' એમની એક રસભરી કલાકૃતિ બની • છે વાતાવરણના નિર્માણમાં. શ્રી દવેએ સંવાદકલામાં જે ખાલી પ્રયાજી છે એમાં એમને આયાસ જણાઈ આવે છે અને કેટલીક જગાએ મેલીની
સ્વાભાવિકતા આણવાનું એ ચૂકી જાય છે.
.
શ્રી દવે પાસે કલાપૂર્ણ નવલકથાનેા ધાટ ઉતારવાની સૂઝ છે એના પરિચય એમની એ નવલકથાએ પરથી ગુજરાતને થયા છે. આવા જ પ્રકારની સ્વસ્થતા અને તાટસ્થ્યથી શ્રી દવે નવલકથાલેખનનાં નવાં નવાં ઉન્મેષા પ્રગટ કરશે એવી આશા
અવશ્ય રાખી શકાય.
રમેશ મ. ભટ્ટ