SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક પરિચય અનુબંધ (૧૯૬૭) શ્રી પિનાકિન દવે, પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ–૧૦ કિંમત સાત રૂપિયા. નદી કિનારાના ટેકરાએ પર વસેલાં છૂટાંછવાયાં કેટલાંક ફળિયાંનું એક ગામ છે, જેનાં નીચાં જોડાજોડ ઊભેલાં ધર માટે રાઢાંનાં ભીંતડાં પર વાંસની ગંજી તે નળિયાંથી હાયેલાં છે. આ ધરાનાં આંગણાંમાં તુલસીકયારા છે. તે ચેાડે દૂર કાઇક પીપળા કે લીંબડા છે. ધરની પાછળ વાડાએ છે અને વાડે પૂરો થાય ત્યાં વાંધાં છે. વાડાઓમાં ઢાર બાંધે છે, શ્વાસપૂળા રાખે છે તે ઉકરડા પણ કરે છે. તે કાતર ઊતરી નદીએ જવાય છે ત્યાં શિવાલય આવ્યું છે. ગઈ સદીનું આ ગામ છે જે સદીની આ કથા છે; ત્યારે હજી યંત્રયુગ અહીં પ્રવેશ્યા નહાતા. સહુથી ઝડપી વાહન ધેાડા હતું. પછી આગગાડી આવી ત્યારે લેાકા એને દેવી માની પૂજા કરતા. ગાડી શરૂ થઈ ત્યારે હરિજના માટે અલગ ડખ્ખા રહેતા. ચાર વર્ષોંની વ્યવસ્થા સુસ્થિર હતી; તેમાં બ્રાહ્મણ સર્વોપરિ અને પૂજનીય ગણાતા. ગામડુ એક અલગ એકમ જેવું હતું; સહુ એકમેકના પૂરક ખની સાદી જિ ંદગી પસાર કરતા. મેડીબંધ ધર અને ઈંટ-ચૂનાનું ચણતર એ તેા વૈભવ ગણાતે. શ્રી પિનાકિન લેતી બીજી નવલકથા ‘અનુબંધ'ના પ્રાથનમાં એમણે ઉપર મુજબનું કથન કર્યુ છે. નાકથા લેખનના એમનાં પ્રેરણા અને પુરુષાને સમજવા માટે એ કથન પૂરતું છે. શ્રી દવેએ ‘વિશ્વજિત’ નવલકથા પ્રગટ કરીને નવલકથા રસિકેાનું અને ગુજરાતના સંમાન્ય વિવેયકાનું ધ્યાન ખેંચ્યું હતું. ‘વિશ્વજિત' નવલકથામાં લેખકે ભગવાન પરશુ ૧૧૨ રામની કથાને પૌરાણિક વાતાવરણ ઉપસાવીને આલેખી હતી. લેખકની આ બીજી નવલકથા ‘અનુબંધ'ની સાથે પહેલી નવલકથાને સંભારવાનું એટલા માટે ઉચિત બન્યું કે કથામાં ઘટના અને વાતાવરણને એકસરખુ પ્રાધાન્ય આપવાનું એમને સારુ ક્ાવ્યું છે. ‘વિજિત'માં પૌરા હુક યુગને અનુભૂતિગમ્ય બનાવાને એમણે એ સમયને અને ઘટનાને કલાત્મક ધાટ આપ્યા હતા. ‘અનુભ’ધ’ ઉપર જણાવ્યા મુજબના ગામડાના વાતાવરણને, રામચંદ્રની એની પેઢી–પરંપરાની જવનગતિના જુદા જુદા બનાવે। આલેખીને રજૂ કર્યુ છે. વાર્તામાં ઘટનાએ અસ્ખલિત રીતે આવે છે, છતાં ગામડાના જીવનની મથરગતિ એની આસપાસ લેખકે એવી કલાત્મક રીતે વીંટી છે કે વાચનારને ઘટના અને વાતાવરણના ભેદ પાડવા મુશ્કેલ પડી જાય. રામચંદ્રના પિતા દિનમણિશંકરનાં લગ્ન દેવા સ જોગામાં થયાં એ દર્શાવીને રામચંદ્રના જન્મથી આર’ભીને એના ઉત્તર જીવન સુધીની કથા દિનમણિશંકરની ગામડાના કથાકીર્તન કરતા એક બ્રાહ્મણની ગતાનુ તક જીવનની છાયાની જેમ જ ચાલે છે. રામચંદ્રની કથનરીતિનું પ્રેરકતત્ત્વ સવિતા સાથેના એના પ્રેમ છે. એટલું જ પેાતાના પિતાની આ વ્યવસાયની પ્રતિષ્ઠાને વધારવાનું ભાન પણ છે. શ્રી દવેએ પ્રસંગેાની જમાવટ માટે ગામના ઠાકાર સાથે વેર બાંધતા બહારવટે ચઢતા એક મિત્ર વચ્ચેનું 'દ્ર તેમ જ એમની વચ્ચેના સમાધાન માટે રામદ્રે જે રીતે ભાગ ભજવ્યા એનું માલેખન વાચકની કુતૂહવૃત્તિ ને જિજ્ઞાસાને ઉત્તેજે એ રીતે કર્યુ છે. પણુ આ પ્રકારના પ્રસંગનું મહત્ત્વ ગૌણુ હેાવાથી લેખક એના નિરૂપણમાં જરાય ખે ́ચાયા નથી એ [ બુદ્ધિપ્રકાશ, માર્ચ '૬૮
SR No.522397
Book TitleBuddhiprakash 1968 03 Ank 03
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1968
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy