SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેશપ, સમયપાલનપ, કીચકવધપ, ગેાહરણપવ` અને વૈવાહિક પના કુલ ૭૨ અધ્યાયમાં વિસ્તરેલું છે. એમાં અજ્ઞાતવાસની વિચારણા કરતાં યુધિષ્ઠિર અર્જીનને સ્થાન પસંદ કરવા કહે છે, અને અનવારે છે. દ્રૌપદી સ્થાની યાદી આપે છે એમાંથી યુધિષ્ઠિર મત્સ્ય દેશ પર પસંદગી ઉતારે છે.એ પછી પ્રત્યેક કાં કર્માં કરશે એ વિશે પેાતાના વિચારે જણાવી અનુક્રમે તે વ્રતનિષ્ણાત કક, અલ્લવ રસાયા, ગીત-નૃત્ય બૃહન્નલા, અશ્વપાલ ગ્રંથિક અને ગેાપાલક ત’તિપાલ તેમજ દ્રૌપદી સર’ધીરૂપે રહેશે એમ કહે છે. ધૌમ્ય ઋષિનેા ઉપદેશ સાંભળી, શમીવૃક્ષ પર પેાતાનાં શસ્ત્ર મૂકી (અને ગાવાળાને પેાતાની ૧૮૦ વર્ષની માતાનું શબ બાંધ્યું છે એમ કહી ), દુર્ગાસ્તવન કરી, વિરાટરાજાને ત્યાં જાય છે અને પૂર્વીયેાજના પ્રમાણેના પરિચય આપી ત્યાં તે તે પદે નિયુક્ત થાય છે. મલિન વસ્ત્ર પહેરી, સુરન્ત્રીના વેશ ધારી વિરાટનગરમાં ભટકતી દ્રૌપદી, વિરાટરાજાની રાણીની નજરે પડતાં, તે તેને ખેલાવે છે, અને દ્રૌપદી પેાતાની શરતે મૂકી ત્યાં રહે છે. અલબત્ત અહીં પ્રથમ યુધિષ્ઠિર, પછી ભીમ, ત્યાર બાદ દ્રૌપદી અને એ પછી સહદેવ-અન-નકુલના જુદા જુદા પ્રવેશ દર્શાવાયા છે. અહી પાંડવપ્રવેશ પ પૂરું થાય છે. સમયપાલનપમાં મત્સ્યપ્રદેશમાં બ્રહ્મા-મહાસત્રપ્રસ'ગે આવેલા મલ્લેા પૈકી જીમૂત સાથે ખલ્લવ (ભીમ ના મલ યુદ્ધમાં જીમૂતનેા વધ વર્ણવ્યા છે. ગુપ્તવેશે રહેતા પાંડવાને એક વર્ષી લગભગ પૂરું થવામાં હતું ત્યાં વિરાટના સેનાપતિ કીચકની દૃષ્ટિએ દ્રૌપદી પડતાં કીચકની કામાંધતા, દ્રૌપદીને એણે આપેલી લાલચા, દ્રૌપદીની એને પેાતાના ગંધ પતિએ વિષયક ચેતવણી, 'કીચકની બહેન સુદૃષ્ણાને સૈરન્ધી મેળવી આપવાની વિનવણી, સુરા લાવવા નિમિત્તે કીચકને ત્યાં સૈરન્ધીને મેાકલવાની સુદેષ્ડાની ચેાજના, કીચકની સરન્ત્રી માટે વિવિધ મદ્યપાન અને પકવાન્નની તૈયારી, દ્રૌપદીની સૂર્યોપાસના અને સૂયૅ દ્રૌપદીના રક્ષણ માટે ગુપ્ત રાક્ષસને કરેલી આજ્ઞા વગેરેનું અહીં નિરૂપણ છે. વિરાટ રાજાને ત્યાં પરાભવ પામેલી. દ્રૌપદી સભામાં આવે છે, કીચક બુદ્ધિપ્રકાશ, મા' '૬૮ ] રાજાના દેખતાં એને ચોટલે ખેચી લાત મારે છે; પેલા સૂર્યપ્રેરિત રાક્ષસ કીચકને દૂર કરે છે; ભીમ ક્રોધથી પ્રજ્વલી ઊઠે છે પણ યુધિષ્ઠિર એને રાજાને ફરિયાદ કરે છે પણ કંઈ વળતું નથી, યુધિ oર એને ચાલ્યા જવાની સલાહ આપે છે, અને રાણી પાસે જતાં તે એને સાંત્વન આપે છે. રાત્રે ભીમની પાકશાળામાં જઈ પાંડવા વિશેની પેાતાની દતા વર્ણવી, ‘ આત્મવિદ્યાપ ’ કરી, ફીચકના ત્રાસને ખ્યાલ આપે છે. ભીમ એને સાંત્વન આપી, નૃત્યશાલામાં કીચકને ખેલાવવાના સકેત યોજવાં છે. એ રીતે દ્રૌપદી ખીજે દિવસે કીચકને રાત્રે નૃત્યાલામાં આવવાના સમ્રુત કરે છે. કીચક એ પ્રમાણે બનીઠનીને આવે છે. અધારામાં ભીમને સ્પશી આનંદ પામે છે. ભીમ એના બાહુયુદ્ધમાં વધ કરે -એ સનું વિગતપ્રચુર વર્ણન અહીં છે. કીચકને મારી, મસાલ સળગાવી, એના શબને દ્રૌપદીને બતાવી, ભીમ પાકશાળામાં પાછો ચાલ્યેા જાય છે. દ્રૌપદી નૃત્યસભાના રક્ષકાને, ‘ચકને મારા ગધપતિઓએ મારી નાખ્યા છે' એમ જણાવે છે અને પછી કીચકના સ` ભાઈ એ ભેગા થઈ જાય છે. રોટલે કરી નાખેલા કીચકને અગ્નિસ'સ્કાર કાને વિચાર કરે છે ત્યાં દ્રૌપદીને જોતાં વિરાટ રાતનું અનુમેદ્દન મેળવી, કીચક સાથે દ્રૌપદીને બાળી મૂકવા માટે પકડે છે અને નનામી સાથે બાંધી સ્મશાન તરફ લઈ જાય છે. દ્રૌપદીને વિલાપ સાંભળી ભીમ એક વૃક્ષ ઊંચકી સ્મશાન તરફ દાડે છે. કીચકભાઈએ ગંધ પતિને ભય સમજી દ્રૌપદીને મુક્ત કરી નાસે છે, પણ ભીમ એ સ કીચકેાને એક જ વૃક્ષથી યમદસનમાં મેકલી દે છે. ખીજી બાજુ, પાંડવાને ખેાળી કાઢવા માટે દુર્ગંધને માકલેલા ગુપ્ત દૂતા પાંડવાના પત્તો મેળવી શકતા નથી, પણ પાછા આવીને બળવાન કીચકના મૃત્યુના સમાર આપે છે. દ્રાણુ-ભીષ્મ વગેરે પાંડવેાની પ્રશંસા કરે છે. ભીષ્મ તા કહે છે: જે નગર કે દેશમાં યુધિષ્ઠિર હશે ત્યાં મનુષ્ય અસૂયા નહિ રાખતે ડ્રાય, અભિમાની નહિ હાય, પૃથ્વી ૧૦૩
SR No.522397
Book TitleBuddhiprakash 1968 03 Ank 03
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1968
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy