SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ મેનેજરે કહ્યું, “હું તને જવા દઉં' તે આ સ્ટારમાંથી ફરી કદી ચારીનહ કરવાનું વચન આપીશ?” “ હા સાહેબ.' “ભલે,” એ માણસે કહ્યું. “તું જઈ શકે છે પણ વસ્તુ ખરીદવાના પૈસા ન હેાય ત્યાં સુધી આ સ્ટેરમાં હવે પછી પગ મેતા નહી.'' તેણે બારણું ઉન્નાયુ, અને છોકરા એકદમ ઝડપથી બહાર નીકળી ગયે.. મેનેજરના જામાંથી એ છૂટયો ત્યારે પહેલાં તા એને હસવું આવ્યુ.. છતાં એટલું તેા એને સમજાયું કે પેાતાનું ભારે અપમાન થયું હતું. એ વિચારથી એને ખૂબ શરમ ઊપજી. જે વસ્તુ એની પેાતાની ન હેાય તે લેવાનું એના સ્વભાવમાં જ ન હતું. જે જીવાને તેનું બાવડું પકડ્યું. તેના પ્રત્યે તેને દ્વેષ થયેા અને સ્ટાલના મેજરે તેને લાંખા વખત ચૂપચાપ આફ્રિસમાં ઊભેા રાખ્યા એ બદલ એના પ્રત્યે પણ ધિક્કાર પેદા થયા. જુવાન માણસે એને કહ્યું હતું કે તને તેા માથામાં ચેાડી મારવી જોઈ એ. એ શબ્દો એને જરાય રુન્ધા ન હતા. તેનામાં તે જુવાનની આંખમાં આંખ પરોવીને તેની સામે સીધુ જોવાની અને સામા સવાલ પૂછ્યાની હિ ંમત હેાવી જોઈતી હતી કે તમારા એકલાની જ એ ઈચ્છા છે કે ખીજા કાઈની પણ છે ? ' અલબત, એણે હથેાડીની ચેારી કરી હતી અને એ પકડાયા હતા. તેમ છતાં તેનું આ રીતે ખપમાન કરવામાં આવ્યું હતું તે બરાબર નહેતુ. ત્રણેક બ્લોક વટાવ્યા પછી તેણે નક્કી કર્યુ કે હજી હમણાં ઘેર જવું નથી. એમ વિચારતાં જ તે પાધ્યેા વળી ગયા અને શહેર ભણી ચાલવા માંડજો, જે માણસે તેને પકડયો હતેા તેની પાસે પાછા જઈને તેને કંઈક સંભળાવી આવવાની તેને લાગણી થવા માંડી. એક વિચાર એવેા પણુ આવ્યા કે ફરીવાર ત્યાં પાછા જવું, હથેાડી ચેરવી અને ભાગી જવું. શુ કરવું અને શું નહિ એની વિમાસણમાં તે પડયો. પેાતે ચાર હતા એવા અનુભવ તેને કરાવવામાં આવ્યા હતા ત્યારે હવે એ નાડી શા માટે ન ચેારવી? સ્ટારની બહાર આવ્યા પછી તેણે પેાતાના મિજાજ ગુમાવ્યેા. એ રસ્તા ઉપર ઊભેા રહીને દશ મિનિટ સુધી સ્ટેારમાં નજર નાંખી રહ્યો. એના મનમાં ભારે ગૂચવણ પેદા થઈ. એ ખૂબ શરિમ દા ખની ગયા, કારણ એક તા એણે કાઈક વસ્તુ ચેરી, પાછા પકડાયા; એનું અપમાન થયું. અને છતાં પાછા જઈ તે હથેાડી ચારી લાવવાની તેનામાં હિંમત ન હતી. આખરે તેનુ મન એવું ચગડાળે ચડયુ કે રસ્તામાં એ એના સાથીદાર પીટને સામે મળ્યા ત્યારે એ સારા શબ્દો ખેલવાનુંય એને સૂઝયું` નહિ. જ્યારે એ ઘેર પાછેા આભ્યા ત્યારે એ એટલે બધા શરાાિ હતા કે અ'દર ` જઈ ને પાતાનું કાચનું વાસણું ઉધાડવાની પણ તેને ઈચ્છા થઈ નહિ. તેણે પાછળના વાડામાંથી ધરાઈ ને પાઈપ વાટે પાણી પીધું. એની મા દર વર્ષે જે ઝાડપાન વાવતી હતી તેમાં પાણી સીંચવા માટે આ પાઈપના ઉપયાગ કરતી હતી. એની માને એ બગીચેા બહુ ગમતા અને ઉનાળામાં રાજ રાતે એ તેમાં ખુરશીઓ નાંખીને બેસતી અને બગીચાની ઠંડક અને સુગંધ માણતી અને ત્યાં રાતનું વાળુ પણ પતાવતી. ધરાઈ તે પાણી પીધા પછી એ છેકરા બગીચામાં એ। અને છેાડવા ઉપરથી કંઈ મૂળુ કઠોળ ખાવા માંડ્યો. પછી તે ધરમાં ગયા અને જે કંઈ બન્યું હતું તેની બધી વાત તેની માને કહી. મેનેજરે પેાતાને છેડી મૂકયા પછી તેને ફરી પાછા ત્યાં જઈ ને હથેાડી ચોરી લાવવાને વિચાર આવ્યા હતેા તે પણ તેની માને કહ્યો. એની માએ કહ્યું, તારે ચારી શા સારુ કરવી પડે? આ રહ્યા દશ સેન્ટ તું એ માણસ પાસે પાછેા જા. એ રકમ તેને આપીને તે હથેાડી લઈ આવ.' છેકરાએ ના પાડી : “મારે જેની ખરેખર જરૂર નથી. એવી વસ્તુ માટે તારા પૈસા નહિ લઉં. મને તે। માત્ર સહેજ વિચાર આબ્યા કે હથેાડી હાય તે। સારું. એનાથી કઈક બનાવી શકાય. મારી ( બુદ્ધિપ્રકાસ, માર્ચ '૬૮
SR No.522397
Book TitleBuddhiprakash 1968 03 Ank 03
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1968
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy